નમસ્તે મિત્રો આજે આપણે જલેબી બનાવવાની રીત – jalebi banavani rit શીખીશું. હોળી પર કે કોઈ પણ તહેવાર પર હવે ઘરેજ મીઠી મીઠી જલેબી બનાવી ને મજા લ્યો ને આવેલા મહેમાન ને પણ બનાવી ગરમ ગરમ કે ઠંડી સર્વ કરી શકો છો, do subscribe Taste Unfold YouTube channel on YouTube If you like the recipe , તો ચાલો આજ આપણે આડી અવળી વાતો ની જગ્યાએ ગોળ ગોળ જલેબી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ જલેબી બનાવાની રીત – જલેબી બનાવાની રેસીપી માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
જલેબી ની રેસીપી માટે જરૂરી સામગ્રી | jalebi ingredients
- મેંદા નો લોટ 1 કપ
- ખાટું દહી ⅓ કપ
- બેકિંગ પાઉડર ½ ચમચી
- પીળો ફૂડ / કેસરી ફૂડ કલર 1-2 ચપટી
- લીંબુ નો રસ ⅛ ચમચી
- ખાંડ 2 કપ
- દૂધ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ / ઘી જલેબી તરવા માટે
- ડ્રાય ફ્રુટ ની કતરણ 2-3
જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi in gujarati
જલેબી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી રાખેલ મેંદા નો લોટ લ્યો એમાં બેકિંગ પાઉડર અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો હવે જો ફૂડ કલર નાખવો હોય તો બે બુંદ ફૂડ કલર નાખો ( અહી તમે ફૂડ કલર ની જગ્યાએ બે ચપટી હળદર પણ નાખી શકો છો) ત્યાર બાદ મિશ્રણ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ખાંડ નાખો એમાં દોઢ કપ પાણી નાખી ચાસણી બનાવો ખાંડ ઓગળી જાય ને ચાસણી મેલી લાગતી હોય તો બે ચમચી દૂધ નાખી મિક્સ કરી કચરો ઉપર આવે એટલે એને કાઢી લ્યો,
ત્યાર બાદ ચાસણીમાં ફૂડ કલર અથવા કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ચાસણી થોડી ચિકાસ પકડે (અડધા તાર) ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નવશેકી થાય ત્યાં સુધી ઠંડી થવા દયો
હવે ગેસ પર મિડીયમ તાપે સીધા તળિયા વાળી પેન માં ઘી / તેલ ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ કરવા મૂકી તેલ / ઘી ગરમ થાય ત્યાં સુધી દૂધ ની પ્લાસ્ટિક ની બેગ કે કોન લ્યો એમાં તૈયાર કરેલ મિશ્રણ બરોબર મિક્સ કરી નાખો ને પાછળ થી રબ્બર સાથે બંધ કરી લ્યો અને કાતર થી કાપી નાનું કાણું બનાવી લ્યો ( કાણું જલેબી ના સાવ પાતળી ના ઘણી જાડી થાય એ સાઇઝ નું કરવું )
ઘી / તેલ ગરમ થાય એટલે કોન ને ગોળ ગોળ ફેરવી લ્યો ને વચ્ચે એક ઊભી લાઈન બનાવી પેક કરી લ્યો આમ એક સાથે બે ચાર જલેબી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો,
ત્યાર બાદ ઝારા થી કાઢી ને નવસેકી ચાસણી માં નાખી દસ થી બાર સેકન્ડ બોળી લ્યો ત્યાર બાદ ચાસાનીમાંથી કાઢી બીજી ચારણી માં કાઢી ને વધારા ની ચાસણી કાઢી લ્યો
આમ મિશ્રણ માંથી કોન માં મિશ્રણ ભરી મિડીયમ તાપે જલેબી બનાવી તરી લ્યો અને ત્યાર બાદ ચાસણી માં બોળી ને કાઢી લ્યો ત્યાર બાદ સર્વ કરતી વખતે ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરી સર્વ કરો જલેબી.
જલેબી બનાવાની રીત | જલેબી બનાવાની રેસીપી | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Taste Unfold ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આલુબુખારા જ્યુસ બનાવવાની રીત | plum juice banavani rit | plum juice recipe in gujarati
પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit
ગાજર ની ખીર બનાવવાની રીત | gajar ni kheer banavani rit | gajar ni kheer recipe gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે