જાંબુ નું મીઠું ફળ નાના મોટા દરેક નું પ્રિય હોય છે. ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ આયુર્વેદિક ગુણો થી ભરપુર પણ છે. જાંબુને ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે જેમકે, કાળા જાંબુ, અને બ્લેકબેરી, જાંબુ મોસમી ફળ છે આજ ના આ આર્ટીકલ ની અંદર અમે જાંબુ ના ફાયદા – jambu na fayda, અને ઘરેલું ઉપચારો જણાવીશું
Table of contents
- જાંબુ ના ફાયદા અને ઘરેલું ઉપચાર
- ખીલ ની સમસ્યા માંથી છુટકારો
- જાંબુ ખાવાના ફાયદા આંખો માટે
- મોતિય બિંદ માં ફાયદાકારક છે જાંબુ
- કાન ને લગતી સમસ્યા માં જાંબુ અસરકારક
- દાંત ની સમસ્યામાંથી છુટકારો
- મોઢા ના છાલા ને દૂર કરે છે જાંબુ
- ગળા ના દર્દમાં જાંબુ ના ફાયદા
- ઝાડા રોકવામાં મદદરૂપ
- ઉલટી માં રાહત અપાવે છે જાંબુ
- બવાસીર માં ફાયદેમંદ છે જાંબુ
- લીવર ની સમસ્યા માં ફાયદેમંદ છે જાંબુ
- કમળા ના રોગ માં જાંબુ નો ઉપયોગ
- પથરી માં જાંબુ નો ઉપયોગ
- ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો કરે છે
- સંધિવા માટે જાંબુ ના ફાયદા
- વાગ્યા પર મલ્હમ તરીકે જાંબુ નો ઉપયોગ
- રક્તપિત્ત ની સમસ્યામાં ફાયદેમંદ
- જાંબુ ખાવાના અમુક નુકસાનો
- જાંબુ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
જાંબુ ના ફાયદા અને ઘરેલું ઉપચાર
ખીલ ની સમસ્યા માંથી છુટકારો
જાંબુ અને તેના પાંદડાનો ઉપયોગ ખીલ, ડાઘ ધબ્બા દૂર કરવા માટે કરવામાં આવે છે. જાંબુ અથવા તેના પાંદડા ને પીસી ને તેનો રસ ચહેરા પર લગાવવાથી તે રસ ત્વચા માં રહેલું વધારાનું તેલ શોષી ને ત્વચા ને ખીલ મુક્ત બનાવે છે અને બીજા પીમ્પ્લ થવા દેતું નથી. જાંબુ ની છાલમાં લોહી ને શુદ્ધ કરવાનો ગુણ હોય છે જેથી ત્વચા માં વિકાર થતા નથી.
જાંબુ ખાવાના ફાયદા આંખો માટે
આંખ સંબંધિત સમસ્યામાં જાંબુ સારો ફાયદો કરી શકે છે. આંખો ના વિકાર માં જાંબુ ફાયદેમંદ સાબિત થાય છે. જાંબુ ના ૧૫-૨૦ પાંદડા લઈને તેને ૪૦૦ મિલી. જેટલા પાણીમાં ઉકાળી ને જયારે તે અડધું રહે ત્યાં સુધી ઉકાળો પછી એ પાણી વડે આંખો ને સાફ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
મોતિય બિંદ માં ફાયદાકારક છે જાંબુ
જાંબુ ના ઠળિયા નું ચૂર્ણ અને મધ ને સારી રીતે મિક્ષ કરીને તેની નાં નાની ગોળી બનાવી લો આ ગોળી દરરોજ સવારે અને સાંજે લેવાથી ફાયદો થાય છે તથા આ જ ગોળી ને મધ સાથે ઘસી ને આંખ માં આંજવા થી પણ મોતિય માં ફાયદો થાય છે.
કાન ને લગતી સમસ્યા માં જાંબુ અસરકારક
ઘણીવાર કાન દુખવાની, કાન માંથી રસી નીકળવાની, કાન માં અવાજ આવવાની સમસ્યા પરેશાન કરતી હોય છે ત્યારે જાંબુના ઠળિયા ને મધ સાથે મિક્ષ કરીને તેના ૨ ટીપાં કાન માં નાખવાથી આ બધી સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.
દાંત ની સમસ્યામાંથી છુટકારો
દાંત નો રોગ પાયોરિયા તેમાં જાંબુ અસરકારક છે. પાકેલા જાંબુ ના રસ ને મોઢા માં રાખીને તેના કોગળા કરવાથી પાયોરિયા માં ફાયદો થાય છે સાથે સાથે તેના પાંદડા ને બાળી ને તેની રાખ ને દાંત પર ઘસવાથી, બ્રશ કરવાથી દાંત અને પેઢા બને મજબૂત બને છે.
મોઢા ના છાલા ને દૂર કરે છે જાંબુ
ખાવા પીવા માં ફેરફાર અથવા ગરમ હવામાન ને કારણે અથવા પેટ ની ગરમી ને કરને મોઢા માં ચાંદા પડી જાય છે. જાંબુ ના પાંદડાનો રસ કાઢીને તેના કોગળા કરવાથી તરત જ લાભ થાય છે.
ગળા ના દર્દમાં જાંબુ ના ફાયદા
દરરોજ નિયમિત રીતે જાંબુ ખાવાથી ગળા ના દુખાવામાં રાહત મળે છે સાથે સાથે ૧-૨ ગ્રામ જાંબુ ના ઝાડ ની છાલ ના ચૂર્ણ ને મધ સાથે સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
ઝાડા રોકવામાં મદદરૂપ
વારંવાર ઝાડા થઇ જતા હોય ત્યારે જાંબુ ના ૫-૧૦ જાંબુના પાંદડા લઈને તેનો રસ બનાવીને બકરીના દૂધ સાથે લેવાથી ઝાડા બંધાઈ જાય છે.
ઉલટી માં રાહત અપાવે છે જાંબુ
આંબા અને જાંબુ ના પાંદડા સરખી માત્ર માં લઈને તેને પાણી માં ઉકાળીને તેનો કાઢો બનાવીને પીવાથી ઉલટી બંધ થઇ જાય છે.
બવાસીર માં ફાયદેમંદ છે જાંબુ
હરસ થયા હોય અને તેમાં લોહી પડતું હોય ત્યારે ૧૦ ગ્રામ જાંબુ ના પાંદડા ને ૨૫૦ મિલી જેટલા ગાયના દૂધ માં નાખીને સાત દિવસ ત્રણ ટાઇમ પીવાથી હરસ / બવાસીર માં ફાયદો થાય છે અને લોહી પડતું બંધ થઇ જાય છે.
લીવર ની સમસ્યા માં ફાયદેમંદ છે જાંબુ
લીવર ના વિકાર માં જાંબુ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થયું છે તેમાં જાંબુ ના રસ નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. જાંબુ નો સરકા નું સેવન કરવાથી પણ રાહત મળે છે.
કમળા ના રોગ માં જાંબુ નો ઉપયોગ
કમળો થયો હોય, લોહીની ઉણપ હોય અથવા તો લોહી ખરાબ થઇ ગયું હોય ત્યારે જાંબુ નું સેવન કરવું જોઈએ, ૧૦-૧૫ મિલી જાંબુ ના રસ માં ૨ ચમચી મધ મિલાવી ને લેવાથી કમળા માં ફાયદો થાય છે.
પથરી માં જાંબુ નો ઉપયોગ
જાંબુના પાંદની પેસ્ટ બનાવીને તેમાં કાળા મરી નો ભુક્કો નાખીને દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરવાથી પથરી પેશાબ માર્ગે થી નીકળી જશે.
૧૦ મિલી. જાંબુના રસ માં ૨૫૦ મિગ્રા. સિંધા નમક મિલાવીને દરરોજ દિવસમાં ૨-૩ વાર પીવાથી પાથરી તૂટી ને બહાર નીકળી જાય છે.
ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો કરે છે
સૌથી વધુ જાંબુ નો ઉપયોગ થતો હોય તો તે છે ડાયાબીટીશમાં ડાયાબીટીશ માટે જાંબુ રામબાણ ઇલાઝ છે. જાંબુ ની ૧૦૦ ગ્રામ છાલ ને ૨૫૦ મિલી. પાણીમાં મિક્ષ કરી તેમાં સાકર નાખીને દરરોજ જમ્યા પહેલા પીવાથી લાભ થાય છે.
જાંબુ ના ઠળિયા ને સુકવી ને તેનું ચૂર્ણ બનાવીને દિવસમાં ત્રણ વાર લેવાથી ખુબ જ ફાયદો થાય છે.
૨૫૦ ગ્રામ પાકેલા જાંબુને ૫૦૦ મિલી. પાણીમાં ઉકળવા મુકો. થોડી વાર ઉકળ્યા પછી તેને મસળીને ગાળી લો હવે આ પાણીનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે.
પાકેલા જાંબુ ને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને ૧૦-૨૦ ગ્રામ જેટલું ચૂર્ણ દરરોજ દિવસમાં ત્રણ વાર ખાવાથી ડાયાબીટીશ માં ફાયદો કરે છે.
સંધિવા માટે જાંબુ ના ફાયદા
વા ના દુખાવાને ઓછો કરવા માટે જાંબુની છાલ ને ઉકાળીને પીસી લેવી પછી આ પેસ્ટ ને દુખાવા વાળી જગ્યા એ રગડવાથી દુખાવામાં રાહત મળે છે.
વાગ્યા પર મલ્હમ તરીકે જાંબુ નો ઉપયોગ
જાંબુ ની છાલ ને પીસીને તેને વાગ્યા ઘાવ પર લગાવવાથી ઘાવ તરત જ રુઝાઈ જાય છે.
આગ થી બળી ગયા હોઈએ ત્યારે પણ જાંબુના પાંદડા ને પીસીને તેના પર લેપ ની જેમ લગાવવાથી ઘાવ મટી જાય છે અને બળી ગયા પછી જે સફેદ ડાઘ રહી જાય છે તે પણ દૂર થઇ જાય છે.
રક્તપિત્ત ની સમસ્યામાં ફાયદેમંદ
નાક, કાન કે શરીર ના કોઈપણ ભાગ માંથી લોહી નીકળતું હોય ત્યારે જાંબુની છાલ ના એક ચમચી ભુક્કા ને એક ગ્લાસ પાણી માં રાત્રે પલાળી લો સવારે તેમાં થોડુક મધ નાખીને તે પાણી પીવાથી રક્તપિત્ત માં ફાયદો થાય છે.
જાંબુ ખાવાના અમુક નુકસાનો
જાંબુ નું વધારે પડતું સેવન કરવાથી પેટ અને ફેફસાને નુકસાન પહોચી સકે છે.
Jambu – જાંબુ નું વધારે પડતું સેવન કરવાથી તાવ પણ આવી શકે છે માટે તેને હમેશા મીઠું છાંટી ને જ ખાવા જોઈએ.
વધારે માત્રામાં ખાવાથી તે પચતા નથી અને ફેફસાં ના વિકાર નો સામનો કરવો પડે છે.
જાંબુ નું સેવન કાર્ય પછી ક્યારેય પણ દૂધ પીવું જોઈએ નહિ.
જાંબુ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
જાંબુને અંગ્રેજીમાં JAVA PLUM FRUIT કહેવાય છે.
જાંબુમાં વિટામીન C નું પ્રમાણ વધારે પ્રમાણ માં જોવા મળે છે સાથે સાથે કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, આયરન, અને પોટેશિયમ મળી રહે છે.
મોટી ઉમર ની વ્યક્તિએ અથવા પેશાબ ની સમસ્યા વાળી વ્યક્તિઓએ જાંબુના ચૂર્ણ ની સાથે કાળા તલ મિક્સ કરીને દરરોજ સવાર સાંજ એક એક ચમચી સેવન કરવું જોઈએ.
જાંબુ નું સેવન કર્યા પછી ક્યારેય પણ કોઈપણ પ્રકારના અથાણા ખાવા જોઈએ નહિ. તેનું સેવન કાર્ય પછી તરત જ દૂધ પીવું જોઈએ નહિ.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
જાંબુ ના પાન ના ફાયદા | Jambu na pan na fayda
આંબા હળદર ના ફાયદા | Aamba Haldar na fayda
કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda
ટામેટા ના ઉપયોગ વળે ૧૦ ફેસપેક બનાવવાની રીત | સ્કિન માટે ટામેટા નો ઉપયોગ
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે