આજના આ લેખમાં જાસુદ વિશે માહિતી આપીશું જેમાં જાસુદ ના ફૂલ ના ફાયદા વાળ માટે , જાસુદ ના ફૂલ અને પાંદડા નો ઉપયોગ કરવાની રીત , jasud na phool na fayda, વિષે વાત કરવાના છીએ.
જાસુદ | Jasud | Hibiscus
ભગવાન ગણેશ નું પ્રિય ફૂલ જાસુદ છે. જાસુદ નું ફૂલ તે ઘરમાં ઉગાડીએ છીએ, બગીચામાં ઉગેલું જોવા મળતું હોય છે. દરેક ઘરમાં પૂજા માં વપરાતું આ ફૂલ છે. દેવી દેવતાઓનું પ્રિય ફૂલ છે. આ ફૂલ આપણા વાળ માટે એક ચમત્કારિક ઔષધી છે. જાસુદ ના ફૂલ અને પાંદડા વાળ માટે ખુબ જ ઉપયોગી છે, ખરતા વાળની સમસ્યા, રુક્ષ વાળ ની સમસ્યા, બે મોઢા વાળા વાળ ની સમસ્યા વગરેમાં જાસુદ ઘણું જ ઉપયોગી છે.
જાસુદ ના ફૂલ ના ફાયદા ઘાટા અને લાંબા વાળ માટે
જાસુદનું ફૂલ વાળ ને પોષણ પૂરું પાડે છે. જાસુદના ફૂલ અને પાંદડા વાળ ની લંબાઈ વધારવામાં ખુબ જ મદદ કરે છે. જાસુદ માં વિટામીન-સી હોય છે, જે વાળ ને ઘાટા કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી વાળ નો વિકાસ સારો થાય છે અને વાળ ઘાટા, કાળા અને લાંબા થાય છે.
મજબુત વાળ માટે જાસુદ નો ઉપયોગ
જાસુદ ના ફૂલ માંથી બનાવેલું તેલ વાળને અત્યંત પોષણ પૂરું પાડે છે. જાસુદ નું તેલ નાખવાથી વાળ મૂળ થી મજબુત બને છે. વાળ ને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.
ખોળા માંથી છુટકારો જાસુદના ઉપયોગ થી
જાસુદના ફૂલ અને તેના તેલ નો ઉપયોગ કરવાથી વાળ તો મજબુત થાય જ છે સાથેસાથે મૂળ ને પણ મજબુત બનાવે છે. મૂળ મજબુત હશે તો વાળમાં કોઈપણ પ્રકાર નો ખોળો થશે નહિ. વાળ ના સ્કેલ્પ માં ખંજવાળ આવતી હોય તો તેમાંથી પણ રાહત મળે છે.
જાસુદ ના ફૂલ ના ફાયદા રુક્ષ વાળ માટે
જાસુદ ના પાંદડા વાળ ને ખુબ જ પોષણ પૂરું પાસે છે. વાળ ને હાઈડ્રેટ રાખે છે. બે મોઢા વાળા માંથી છુટકારો મળી રહે છે. જાસુદના પાંદડા ની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.
જાસુદ નું તેલ બનાવવાની વિધિ
જાસુદ નું તેલ બનાવવા જરૂરી સામગ્રી
- ૮-૧૦ જાસુદના ફૂલ
- ૧૦-૧૨ જાસુદના પાંદડા
- ૧ કપ નારિયેળ તેલ
જાસુદ નું તેલ બનાવવાની રીત
સૌ પ્રથમ જાસુદના પાંદડા અને ફૂલ લઈને ધોઈને તેને મીક્ષર માં પીસીને પેસ્ટ બનાવી લો.
એક કપ નારિયેળ તેલ લઈને તેને ધીમા તાપે ઉકળવા મુકો. તેલ ઉકળવા માંડે એટલે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી દો.
અમુક મીનીટો સુધી ઉકાળ્યા પછી અથવા તેલ નો રંગ બદલાઈ જાય ત્યાં સુધી ઉકાળી લો.
ઠંડુ કરીને બોટલમાં ભરી લો. આવશ્યકતા અનુસાર વાળમાં તેલ નાખીને માલીશ કરો. અઠવાડિયા માં બે વખત આ તેલની માલીશ કરવી વાળ માટે ખુબ જ ફાયદેમંદ છે.
વાળ માટે જાસુદ નું તેલ ખુબ જ ગુણકારી છે. જાસુદ ના ફૂલ અને પાંદમાંથી બનેલું તેલ વાળ ને પોષણ પૂરું પાડે છે. તેમાંથી આપણને કેલ્શિયમ,ફોસ્ફરસ,અને આયરન જેવા પોષકતત્વો થી ભરપુર છે. નારિયેળ તેલમાં નાખીને બનાવેલું આ તેલ ખરતા વાળની સમસ્યા, બે મોઢા વાળ ની સમસ્યા અને તૂટતા વાળની સમસ્યા માંથી છુટકારો અપાવે છે.
જાસુદ અને દહીં નો ઉપયોગ વાળ માટે
જરૂરી સામગ્રી
- ૩-૪ જાસુદના પાંદડા
- ૧-૨ જાસુદના ફૂલ
- ૪ ચમચી દહીં
જાસુદ નો ઉપયોગ દહીં સાથે કરવાની રીત
જાસુદના પાંદડા અને ફૂલને મીક્ષરમાં પીસી લો.
દહીં સાથે આં પેસ્ટ મિલાવીને વાળ માં લગાવો.
લગભગ એક કલાક સુધી લગાવી રાખીને નવશેકા પાણી વડે શેમ્પૂ કરી લો.
આ હેયર માસ્ક અઠવાડિયામાં એક વખત લગાવી શકો છો. આ હેયર પેક વાળ ને મૂળમાંથી મજબુત બનાવે છે અને વાળને પોષણ પૂરું પાડી તેનો વિકાસ કરવામાં મદદ કરે છે. દહીં વાળ માં પ્રોટીન ની માત્રા જાળવી રાખવાનું કામ કરે છે.
જાસુદ અને મેથીનો હેયર પેક
જાસુદ ના હેયર પેક માટે જરૂરી સામગ્રી
- જાસુદના પાંદડા
- નાની વાટકી મેથી દાણા
- દહીં/છાશ
જાસુદ ના હેયર પેક નો ઉપયોગની રીત
સૌ પ્રથમ મેથી દાણા ને રાત્રે પલાળી લો.
સવારે પલાળેલી મેથી અને જાસુદના પાંદડાને એક સાથે પીસી લો.
પછી તેમાં છાશ નાખીને નરમ પેસ્ટ બનાવીને વાળ માં લગાવી લો.
લગભગ એક કલાક રાખીને વાળને નવશેકા પાણી વડે શેમ્પૂ કરી લો.
આ હેયર માસ્ક ખાસ કરીને વાળમાંથી ખોળો દૂર કરવાનું કામ કરે છે. દહીં અને મેથી દાણા માં ખોળો દૂર કરવાના ગુણો રહેલા છે.
મહેંદી અને જાસુદનો હેયર પેક બનાવવાની રીત
જરૂરી સામગ્રી :-
- ૧૦ જાસુદના ફફૂલ
- ૧૦-૧૨ જાસુદ ના પાંદડા
- થોડાક મહેંદીના લીલા પાંદડા
- અડધું લીંબુ
મહેંદી અને જાસુદનો હેયર પેક બનાવવાની રીત
જાસુદના ફૂલ, પાંદડા અને મહેંદીના પાંદડાને ભેગા કરીને પીસીલો.
પિસ્યા પછી તેમાં લીંબુનો રસ નાખીને એકદમ સારીરીતે હલાવીને મિશ્રણ તૈયાર કરી લો.
વાળમાં લગાવીને એક-બે કલાક સુધી રાખી મુકો અને પછી શેમ્પુ વડે વાળ ધોઈ લો.
આ હેયર પેક વાળ ને મુલાયમ બનાવવાનું કામ કરે છે. વાળની સ્કેલ્પ ને મજબુત બનાવવાનું કામ કરે છે. મહેંદી વાળ ને નેચરલ કલર કરે છે અને મોશ્ચ્યુંરાઈઝ કરે છે. ખોળો થવા દેતી નથી.
જાસુદ અને આમળા નો હાયર પેક
જરૂરી સામગ્રી :-
- ૬-૭ ચમચી જાસુદ ના પાંદડા અને ફૂલની પેસ્ટ
- ૩ ચમચી આમળા ની પેસ્ટ/ભુક્કો
જાસુદ અને આમળા નો હાયર પેક નો ઉપયોગ કરવાની રીત
જાસુદ અને આમળાની પેસ્ટ ને મિક્સ કરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને પેક તૈયાર કરી લો.
પેક તૈયાર થઇ જાય એટલે વાળ ના મૂળ થી કરીને છેક નીચે સુધી લગાવી લો.
૪૦-૪૫ મિનીટ સુધી રાખીને નવશેકા પાણી વડે શેમ્પૂ કરી લો.
અઠવાડિયામાં એક વખત આ પેક લગાવી શકાય છે.
આ હેયર પેક વાળ ને મૂળ થી મજબુત બનાવે છે. આમળા અને જાસુદના ફૂલમાં વિટામીન-સી ની માત્ર હોય છે જે વાળ ને મજબુત બનાવવાની સાથે સાથે ગ્રોથ પણ વધારે છે.
જાસુદ નો શેમ્પૂ બનાવવાની રીત
જાસુદ ના શેમ્પૂ માટે જરૂરી સામગ્રી
- ૧૫-૨૦ જાસુદના પાંદડા
- ૫-૭ જાસુદના ફૂલ
- ૧ કપ પાણી
- ૧ મોટી ચમચી બેસન/ચણા લોટ
જાસુદ ના શેમ્પૂ બનાવવાની રીત
જાસુદના ફૂલા ને પાંદડાને એક કપ પાણીમાં નાખીને થોડીક વાર ઉકાળો. પછી પાણી ઠંડુ થઇ જાય એટલે તેમાં બેસન નો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણ ને વાળ ધોવા માટે વાપરી શકાય છે. આ મિશ્રણ શેમ્પૂ જેવું જ કામ કરે છે.
અઠવાડિયામાં ત્રણ વખત આ શેમ્પૂ નો ઉપયોગ કરી શકાય છે.
આયુર્વેદિક શેમ્પૂમાં જાસુદના ફૂલ નો ઉપયોગ કરવામાં આવે જ છે. આપણે ઘરે જ આં શેમ્પૂ બનાવીને બઝાર માં મળતા શેમ્પૂ માં રહેલા રસાયણિક તત્વો ની અસર થી બચી શકીએ છીએ. જાસુદના ફૂલ અને તેના પાંદડામાં એક કુદરતી ફીણ હોય છે જે આપણા વાળમાંથી તેલ ને નીકાળી શકે છે.
ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેંટ માટે જાસુદ નો ઉપયોગ
ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેંટ માટે જરૂરી સામગ્રી
- ૮ જાસુદના ફૂલ
- થોડુક પાણી
ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેંટ માટે જાસુદ નો ઉપયોગ કરવાની રીત
જાસુદના ફૂલ ને હાથેથી મસળીને તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. આં પેસ્ટને વાળ અને મૂળ માં લગાવી લો, એક કલાક રહેવા દો.
નવશેકા પાણી વડે વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ રીત થી તમે વાળ ધોઈ શકો છો.
જાસુદમાં વાળ ને કન્ડીશનીંગ કરવાનો ગુણ સમાયેલો છે. વાળ ને પોષણ આપવાની સાથે સાથે તે વાળ ને મુલાયમ પણ બનાવે છે. બે મોઢા વાળા વાળ થી છુટકારો મેળવવા માટે આ પેક નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
નારીયેલ નું દૂધ અને જાસુદ નો ઉપયોગ
જરૂરી સામગ્રી :-
- ૫ ચમચી જાસુદના પાંદડાની પેસ્ટ
- ૨ ચમચી મારીયેલ નું દૂધ
- ૨ ચમચી મધ
- ૨ ચમચી દહીં
- ૪ ચમચી એલોવેરા જેલ
નારીયેલ નું દૂધ અને જાસુદ નો ઉપયોગ કરવાની રીત
ઉપર મુજબની બધી સામગ્રીને લઈને એક પેસ્ટ બનાવી લો.
પેસ્ટ ને વાળ ના મૂળ થી કરીને છેક સુધી લગાવીને અંદાજે ૩૦-૪૦ મિનીટ રહેવા દો.
નવશેકા પાણી વડે શેમ્પૂ કરી લો. અઠવાડિયા એક વખત અનો ઉપયોગ કરવો.
આ હેયર પેક રુક્ષ થઇ ગયેલા વાળ માટે ખુબ જ સારો છે. વાળ ને મુલાયમ અને ચમકદાર બનાવે છે. નારીયેલ ના દૂધમાં રહેલા વિટામીન, ઝીંક, આયર્ન વાળ ને પોષણ પૂરું પાડે છેઅને વાળ ને લાંબા કરવામાં મદદ કરે છે.
ઈંડું અને જાસુદનો હેયર પેક
જરૂરી સામગ્રી
- ૨ ઈંડા ની સફેદી
- ૩ ચમચી જાસુદના ફૂલની પેસ્ટ
ઈંડું અને જાસુદનો હેયર પેક નો ઉપયોગ કરવાની રીત
ઈંડું અને જાસુદની પેસ્ટને એક બાઉલમાં લઈને સારી રીતે હલાવીને મિક્ષ કરી લો.
મિક્સ થઇ ગયા બાદ વાળમાં લગાવી લો. ૨૦ મિનીટ સુધી રાખીને શેમ્પૂ કરી લો.
અઠવાડિયામાં એક વખત આ પેક લગાવવો.
આ એક પ્રકારનો પ્રોટીન હેયર પેક છે. વાળ ખરતા બંધ થઇ જાય છે. ઈંડું વાળનો ગ્રોથ વધારવાનું કામ કરે છે.
લીમડો અને જાસુદ નો પેક બનાવવાની રીત
લીમડો અને જાસુદ નો પેક બનાવવા જરૂરી સામગ્રી
- એક મુઠ્ઠી લીમડાના પાંદડા
- એક મુઠ્ઠી જાસુદના પાંદડા
- ૧/૪ કપ પાણી
લીમડો અને જાસુદ નો પેક બનાવવાની રીત
સૌપ્રથમ લીમડાના પાંદડાને પાણી નાખીને પીસીને તેને ગાળીને તેનો રસ કાઢીને અલગ રાખી લો.
જાસુદના પાંદડાને લીમડાના પાંદડાનો બનાવેલો રસ નાખી પેસ્ટ બનાવી લો.
આં પેસ્ટ માથામાં નાખીને લગભગ ૨૦ મિનીટ સુધી રાખીને વાળને શેમ્પૂ કરી લો.
અઠવાડિયામાં બે વખત આનો ઉપયોગ કરી શકાય છે.
લીમડો વાળ ના મૂળમાંથી ગંદકી કાઢવાનું કામ કરે છે અને ખોળો થવા દેતું નથી.
બદામનું તેલ અને જાસુદનો હેયર પેક
બદામનું તેલ અને જાસુદનો હેયર પેક બનાવવા જરૂરી સામગ્રી
- વાળ ના ગ્રોથ પ્રમાણે બાદમ નું તેલ
- ૫-૧૦ જાસુદના પાંદડા
- ૫-૧૦ જાસુદના ફૂલ
બદામનું તેલ અને જાસુદનો હેયર પેક બનાવવાની રીત
સૌપ્રથમ જાસુદના પાંદડા અને ફૂલને બારીક પીસીને પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટમાં બાદમ નું તેલ નાખીને મિલાવી લો અને વાળ માં લગાવી લો.
૩૦ મિનીટ સુધી રાખીને વાળને નવશેકા પાણી વડે શેમ્પૂ કરી લો.
અઠવાડિયામાં ૩ વખત ઉપયોગ કરી શકાય છે.
આ હેયર પેક વાળ ને વધવામાં મદદ કરે છે કારણકે બાદમ ના તેલ સાથે આ પેક તૈયાર કરવામાં આવે છે. બદામના તેલમાં વિટામીન-ઈ ની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે જે વાળનો ગ્રોથ વધારવામાં ખુબ જ મદદ કરે છે.
એલોવેરા અને જાસુદનો હેયર પેક
એલોવેરા અને જાસુદનો હેયર પેક બનાવવા જરૂરી સામગ્રી
- અડધો કપ એલોવેરા જેલ
- ૨-૩ ચમચી જાસુદના પાંદડા અને ફૂલની પેસ્ટ
એલોવેરા અને જાસુદનો હેયર પેક નો ઉપયોગ ની રીત
એલોવેરા જેલ અને જાસુદની પેસ્ટને મિલાવીને પેક તૈયાર કરી લો.
આ પેસ્ટને વાળમાં લગાવીને ૪૫ મિનીટ સુધી રહેવા દઈ નવશેકા પાણી વડે શેમ્પૂ કરી લો.
આ હેયર પેક વાળ ને તૂટતા, ખરતા અને બે મોઢા વાળા થતા અટકાવે છે. એલોવેરા જેલમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જે વાળને પોષણ પૂરું પાડે છે. વાળને મજબુત અને મુલાયમ બનાવે છે.
જાસુદ અને મીઠા લીમડા નો હયર પેક
જાસુદ અને મીઠા લીમડા નો હયર પેક બનાવવા જરૂરી સામગ્રી
- એક મુઠ્ઠી મીઠો લીમડો
- મુઠ્ઠી એક જાસુદના પાંદડા
- ૧ ચમચી નારીયેલ તેલ
જાસુદ અને મીઠા લીમડા નો હયર પેક નો ઉપયોગ ની રીત
લીમડાના પાંદ, જાસુદના પાંદ અને તેલ આ બધાને મિક્ષ્ચરમાં નાખીને એકદમ ફાઈન પેસ્ટ બનાવી લો.
આ ઓએસ્ત ને વાળ માં નાખીને ૧૦-૧૫ મિનીટ માલીશ કરી લો.
માલીશ કર્યા પછી ૩૦ મિનીટ વાળમાં રહેવા દો અને ત્યારબાદ નવશેકા પાણી વડે ધોઈ લો.
jasud – જાસુદ અને મીઠો લીમડો વાળ ને ખુબ જ પોષણ પૂરું પડે છે. વાળને સફેદ થતા અટકાવી દે છે.
જાસુદ અને ડુંગળીનો હેયર પેક
જાસુદ અને ડુંગળીનો હેયર પેક બનાવવા જરૂરી સામગ્રી
- ૧ ડુંગળી
- ૮-૧૦ જાસુદના પાંદડા
- ૧/૪ ક્પ પાણી
જાસુદ અને ડુંગળીનો હેયર પેક બનાવવાની રીત
ડુંગળીનો રસ કાઢી લો. જાસુદના પાંદડાને પણ પીસી લો.
હવે બન્ને સામગ્રીને મિક્ષ કરી આવશ્યકતા અનુસાર પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
વાળમાં લગાવીને ફક્ત ૧૫ મિનીટ સુધી રાખી નવશેકા પાણી વડે ધોઈ લો.
જાસુદ ના ઉપયોગ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
જાસૂદ નું અંગ્રેજી Hibiscus (જાસુદ) થાય
જાસુદના ફૂલ અને પાંદડા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જાસુદના ફૂલ અને પાંદડા ની પેસ્ટ બનાવીને માથામાં નાખવાથી વાળ મુલાયમ બને છે. ખોળો થતો નથી, વાળ મજબુત થાય છે.
જાસુદના ફૂલ અને પાંદડા લઈને તેને ધોઈ સાફ કરીને તેને મીક્ષર માં પીસીને પેસ્ટ બનાવીને તેમાં દહીં ઉમેરીને વાળમાં લગાવી શકાય છે.
જાસુદના ફૂલ અને પાંદડા ને લઈને તેને એકદમ બારીક પેસ્ટ બનાવી લો. તેને નારીયેલ ના તેલમાં નાખીને થોડી વાર ઉકાળો ઠંડુ થયા પછી બોટલમાં ભરી લો.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ફણગાવેલા ચણા ના ફાયદા અને નુકશાન | Fangavela chana na fayda ane nukshan
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે