આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું જેઠીમધ વિશે જેમાં જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર, જેઠીમધ ના ફાયદા, જેઠીમધ ચૂર્ણ ના ફાયદા, જેઠીમધ નો ઉપયોગ ઉપચારમા, જેઠીમધ નો શીરો બનાવવાની રીત,jethimadh no upyog upcharma, jethimadh benefits in gujarati , jethimadh na fayda જાણીશું.
જેઠીમધ | Jethimadh
ભારતમાં એવા અનેક વૃક્ષો છે જે ઔષધીય ગુણો થી ભરેલા છે. આવા અનેક ઝાડ આપણે જોતા હોઈએ છીએ અને કોઈક થી તો આપણે અજાણ પણ હોઈએ છીએ. તેનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે અને ઘરગથ્થું ઉપયોગ કરીને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે.
Jethimadh – જેઠીમધ એક લાકડા જેવી દેખાવા વાળી ઔષધી છે. આ એક ઝાડની ડાળખી છે. જેને કાપીને સુકવી ને ઉપયોગમાં લેવામાં આવે છે. એક ઔષધી તરીકે જોઈએ તો જેઠીમધ એ ખુબ જ ગુણકારી ઔષધી છે. તે વાત્ત-પિત્ત ના રોગો, વાળ ની સમસ્યાઓ, ત્વચાના રોગ, લોહીને સાફ કરવું, મગજનો વિકાસ કરવો વગેરે અનેક ફાયદાઓ ધરાવે છે. તો ચાલો આજે જણાવીએ જેઠીમધ ના આવા અનેક ફાયદાઓ.
જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર | jethi madh na aayurvedik upchar
જેઠીમધ ના ફાયદા માથાના દુઃખાવા મા | jethimadh na fayda matha na dukhava ma:-
માથાના દુખાવો ઓછો કરવા અને આરામ મેળવવા જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ. જેઠીમધ નો ભૂકો કરીને તેમાં જેઠીમધ ના ભુક્કાના ૧/૪ ભાગ કલીહારીનું ચૂર્ણ અને થોડુક સરસીયું તેલ નાખીને તેને સુંઘવાથી માથાના દુખાવા રાહત મળે છે.
જેઠીમધ નો ઉપયોગ વાળનો ગ્રોથ વધારવમાં | jethimadh no upyog vad no groth vadharvama :-
વાળનો ગ્રોથ વધારવામાં જેઠીમધ ખુબ જ કામ આવે છે. જેથીમધના પાણીથી વાળ ધોવાથી વાળ લાંબા થાય છે.
જેઠીમધ અને તલનો ભુક્કો કરીને તેને ભેસના દુધમાં નાખીને વાળા માં લગાવી થોડીવાર રાખી ધોવાથી ખરતા વાળ અટકી જાય છે.
જેઠીમધ ના ફાયદા માઈગ્રેન નો દુખાવો ઓછો કરે છે | jethimadh na fayda te migren no dukhavo ocho kre che :-
માઈગ્રેન ના દ્ખવામાં જેઠીમધ અને મધ ને મિલાવીને તેના ટીપાં નાકમાં નાખવાથી માઈગ્રેન નો દુખાવો ઓછો થઇ જાય છે.
જેઠીમધ ના ફાયદા આંખની બળતરા ની સમસ્યા મા | jethimadh na fayda aakhni badatra ni samsya ma : –
આંખોમાંથાતી બળતરા અને આંખોના અન્ય પ્રકારના દર્દ ઈ ઓછું કરવામાટે જેઠીમધ નું સેવન કરવું જોઈએ. તેના માટે જેઠીમધ અને વરિયાળી નો પાવડર બનાવીને તેને દરરોજ સવાર-સાંજ ખાવાથી આંખોમાં થાતી બળતરા ઓછી થઇ જાય છે.
કાન ના રોગમાં/દુખાવામાં જેઠીમધ નો ઉપયોગ | jethimadh no upyog kan na dukhavama :-
કાનનો દુખાવો ઘણી વખત શરીરમાં પિત્ત વધી જવાને કરને થઇ જતો હોય છે. તેના માટે જેઠીમધ અને દ્રાક્ષા માં પકવેલું દૂધ લઈને તેના અમુક ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટી જાય છે.
મોઢાના ચાંદા/છાલા માં જેઠીમધ નો ઉપયોગ | jethimadh no upyog modha na chanda ni samsya ma :-
જે વ્યક્તિઓના શરીરમાં વધારે ગરમી હોય છે અથવા તો જેઓની તાસીર જ ગરમ હોય છે તેઓને મોઢામાં ચાંદા અવાર-નવાર થઇ જતા હોય છે, તો તેઓએ જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ. જેથીમ્ધને મધમાં બોળીને ચુસ્ત રહેવાથી મોઢાના ચાંદા માં ખુબ જ જલ્દી આરામાં મળે છે.
જેઠીમધ ના ફાયદા આવાજ બેસી ગયો હોય ત્યારે | jethi madh na fayda avaj besi jay tyre :-
ઘણી વખત ઘણુબધું બોલવાથી અથવા ગળાના કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન થઇ જવાથી ગળું બેસું જાય છે, અથવાતો શરદી-ઉધરસ નું જોર વધી જવાથી અવાજ બેસી જાય છે અને ગળામાં દુઃખાવો થાય છે ત્યારે જેથી મધનો નાનો ટુકડો લઈને તેને ચુસ્ત રહેવાથી તે મટી જાય છે અને સાથે સાથે ગળાના અન્ય રોગો મા પણ લાભ થાય છે.
દરેક પ્રકારની ઉધરસમાં જેઠીમધ નો ઉપયોગ | jethi madh no upyog darek prakar ni udharas ma :-
કોઈપણ કારણોસર ઉધરસ થઇ ગઈ છે તો જેઠીમધ તેમાં ફાયદો કરે છે. જેઠીમધ નું લાકડું ચુસ્ત રહેવાથી ઉધરસ મટે છે. સુકી ઉધરસ થઇ હોય તો તે પણ તેનાથી મટી જાય છે.
જેઠીમધ નો ઉકાળો બનાવીને પીવાથી પણ ઉધરસમાં રાહત મળે છે. ઉકાળો દિવસમાં બે-ત્રણ વખત પીવો અને તેની માત્રા ૨૦-૨૫ મિલી જ રાખવી.
જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર | jethimadh benefits in gujarati | jethimadh na fayda
હેડકી બંધ કરવા જેઠીમધ નો ઉપયોગ | hedki bandh krva jethi madh no upyog :-
જો હેડકી આવેછે અને બંધ થવાનું નામ જ લેતી નથી તો જેઠીમધનો ટુકડો ચૂસવાથી તરત જ બંધ થઇ જાય છે.
જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર શ્વાસ ના રોગોમાં :-
સ્વાશના લગભગ બધા જ રોગોમાં જેઠીમધ ખુબ જ ફાયદો કરે છે. જેથી મધનો ઉકાળો બનાવીને પીવાથી શ્વાસ રોગોમાં ખુબ જ રાહત મળે છે. માત્રા ૧૦-૧૫ મિલી ની રાખવી.
હૃદય રોગોમાં જેઠીમધ નો ઉપયોગ | hraday rog ma jethi madh no upyog :-
હૃદયરોગોમાં જેઠીમધનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. ૩-૫ ગ્રામ જેઠીમધ અને તેના જેટલુજ કુટકી ચૂર્ણ લઈને બન્ને ને મિક્સ કરી લો. હવે સાકર વાળા પાણી સાથે તે ચૂર્ણ માંથી એક નાની ચમચી ચૂર્ણ લેવાથી હૃદય ની બીમારીમાં ફાયદો થાય છે.
પેટની બળતરા/ પેટના ચાંદા/અલ્સર માં જેઠીમધ નો ઉપયોગ | jethi madh benedits in alsor and stomach issue :-
પેટમાં બળતરા ખુબ જ થતી હોય અથવા પેટમાં ચાંદા થઇ ગયા ચહેત તેની સારવાર તાત્કાલિક કરવી જોઈએ, પ્રારંભિક તબ્બકામાં જેઠીમધ નો દવા તરીકે ઉપયોગ આ રીતે કરી શકાય છે. જેથીમધના એક ચમચી ભૂકાને દૂધ સાથે લેવાથી અલ્સરમાં ખુબ જ રાહત મળે છે.
જેઠીમધ ના ફાયદા પેટમાં થતો દુખાવો મટાડે છે | jethimadh benefits pet na dukhavama:-
પેટમાં દુખાવો થવાના અને ક કારણો હોય છે, ક્યારેક ખોટું ખવાઈ જાય, વધારે ખવાઈ જાય, વધારે મસાલેદાર ભોજન લેવાઈ જાય ત્યારે પેટમાં ચૂક આઅવે, પેટમાં દુખાવાની સમસ્યા થઇ જાય છે. જેઠીમધ ના એક્ચામ્ચી ચૂર્ણમાં મધ નાખીને દિવસમાં ત્રણ વખત ખાવાથી ખુબ જ રાહત મળે છે. સાથે સાથે આતરડા મા થતા દર્દો પણ મટી જાય છે.
પેટ ફૂલી જવાની સમસ્યામાં જેઠીમધ નો ઉપયોગ | petfuli javani samsya ma jethimadh no upyog :-
ખાધેલો ખોરાક જયારે પચો નથી ત્યારે પેટ ફૂલી જવાની અને પેટ દુખવાની સમસ્યા થતી હોય છે. જેઠીમધ ના ચૂર્ણને સાકર વાળા પાણી સાથે મિલાવીને પીવાથી તે સમસ્યા માંથી છુટકારો મળી જાય છે.
લોહીની ઉણપને દુર કરવામાં જેઠીમધ ફાયદેમંદ | jethi madh na fayda te lohi ni unap dur kre che :-
જેઠીમધ નો ભુક્કો એક ચમચી લઈને તેમાં મધ નાખીને નિયમિત ચાટવાથી ફાયદો થાય છે.
જેઠીમધ નો ઉકાળો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. ઉકાળો ૧૦-૨૦ મિલીની માત્રામાં લેવો અને તેમાં ઈચ્છા અનુસાર મધ પણ નાખી શકાય છે.
પેશાબમાં થતી બળતરા રોકવા જેઠીમધ નો ઉપયોગ | jethi madh no upyog peshab ni badatra rokva :-
પેશાબમાં થતી બળતરા અને પેશાબની અન્ય સમસ્યાઓમાં જેઠીમધ ખુબ જ ઉપયોગી છે અને અસરકારક પણ છે. એક નાના ગ્લાસ દુધમાં એક્ચામ્ચી જેઠીમધનો ભુક્કો નાખીને પીવાથી ખુબ જ રાહત થાય છે.
કમજોરી દુર કરવા જેઠીમધ નો ઉપયોગ :-
શરીરમાં કમજોરી જણાય છે અથવા તો કોઈપણ બીમારી પછી શરીર કમજોર થઇ ગયું છે તો દરરજ નિયમિત જેઠીમધ, ઘી અને મધ આ બધું મિક્ષ કરીને દૂધ સાથે લેવાથી જરૂર ફાયદો થાય છે.
પસીનાની દુર્ગંધ દૂર કરવા જેઠીમધ :-
ઘણી વ્યક્તિઓને શરીરમાં પસીના ની દુર્ગંધ વધારે આવતી હોય છે તેવામાં દેશી ઇલાઝ તરીકે જેઠીમધનો ઉપયોગ કરી શકાય છે. જેઠીમધનું લાકડું લઈને તેને પીસીને શરીર પર લગાવવાથી પસીનાની દુર્ગંધ દુર થાય છે.
જેઠીમધ અને મધ નું સેવન કરવાના અન્ય ફાયદાઓ – ઉપયોગો | jethimadh ane madh no upyog –sevan krvana fayda :-
મધ અને જેઠીમધ ને મિક્સ કરીને ખાવાથી/ચાટવાથી હૃદય સ્વસ્થ બને છે. દરરોજ નિયમિત રીતે તેનું સેવન કરવાથી હ્રદય રોગ સબંધિત બીમારીઓ સામે લડવામાં ખુબ જ મદદ મળે છે. મધ અને જેઠીમધના ભુક્કાને દુધ સાથે લેવાથી હાર્ટ એટેક નો ખતરો ઓછો થઇ જાય છે.
જેઠીમધ અને મધને મિક્ષ કરીને ચાટવાથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓને ખુબ જ ફાયદો થાય છે.
અનિયમિત પીરીય્ડ્સ ની સમસ્યા પણ જેઠીમધ નું સેવન કરવાથી દુર થઇ જાય છે. ૨ ચમચી જેઠીમધ નો ભુક્કો, એક ચમચી મધ અને ૪ ગ્રામ ખાંડ અથવા સાકર નાખીને તેનું સેવન કરવાથી માસિકધર્મ દરમિયાન થતી દરેક સમસ્યાઓ દુર થાય છે.
જેઠીમધ નો ભુક્કો એક ચમચી લઈને તેને નિયમિત રીતે પાણી સાથે પીવાથી ત્વચા અને વાળ બન્ને ખુબ જ ચમકદાર બને છે. મધ અને જેઠીમધ થી વાળ ના મુળિયા મજબુત બને છે અને ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.
મધ અને જેઠીમધ નું નિયમિત સેવન કરવાથી નિયમિત ખાવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
જેઠીમધ નો શીરો બનાવવાની રીત | jethimadh no siro banavani rit
જેઠીમધનો શીરો બનાવવા જેઠીમધ ના મૂળ ના વેત વેત જેટલા ટુકડા કરી તેને સારી રીતે ધોયા પછી તેને ખાંડણી કે બીજા કોઈ પાત્ર ની અંદર ખાંડી તેનો ભૂખો.લોટ બનાવી લો , આ લોટ ને એ મોટા વાસણ ની અંદર ૨૪ કલાક સુધી ધીમા તાપે બાફો અને ૨૪ કલાક પછી તે લોટ ને ભારી વસ્તુ નીચે રાખી તેમાંથી તેનો રસ કાઢી અને ગાળી લેવો આ રસ કાઢવાની પ્રક્રિયા ને બે થી ચાર વાર પુનરાવર્તિત કરવી, અંતે ભેગા થયેલ રસ ને ફરી ચુલા પર ચડાવી ગરમ કરી લો જેથી રસ એકદમ ઘટ્ટ થઇ જશે અને તેનો તમે ઉપયોગ કરી શકો છો.
જેઠીમધ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
જેઠીમધની તાસીર ઠંડી હોય છે.
જેઠીમધને અગ્રેજીમાં Liquorice root કહેવામાં આવે છે.
જેઠીમધને ને હિન્દી મા મુલેઠી કહેવામાં આવે છે.
ઉધરસમાં જેઠીમધ અને કાળા મરીને મિક્સ કરીને તેનો ભુક્કો બનાવીને મધ સાથે ખાવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
સાચું જેઠીમધ નું લાકડું અંદરથી પીળું, રેશાદાર અને મધ્યમ સુગંધ વાળું હોય છે. તેનું તાજું લાકડું મીઠું હોય છે અને તે સુકાતા થોડુક કડવું થઇ જાય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | dark circles dur karna upay gujarati
અરીઠા ના ફાયદા | અરીઠા નો ઉપયોગ | aritha na fayda | aritha no upyog
લીમડા ના ફૂલ નો ઉપયોગ | લીમડા ની છાલ નો ઉપયોગ | limda ni chal no upyog | limda na ful no upyog
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે