હાલના સમયમાં કબજિયાતની સમસ્યાએ હાલના સમયમાં દરેક વ્યક્તિને વધારે થતી સમસ્યાઓમાંથી એક છે આ સમસ્યા પાછળ નું મુખ્ય કારણ આપણું રહેણીકરણી અને ખાનપાન છે આજે અમે તમને કબજિયાત વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું ,કબજિયાત થવાના કારણો ,કબજિયાત પરેજી, Kabjiyat na upay in Gujarati.
કબજિયાત થવાના કારણો – Kabjiyat na upay in Gujarati
કબજિયાત થવાના કારણો વિશે વાત કરીએ તો કબજિયાત થવાના કારણો હાલ ની ખાનપાન અને આપણી જીવનશૈલી છે તેમજ ઘણી બધી વ્યક્તિઓને પાચનતંત્ર ધીમુ હોવાને કારણે પણ અપચા કે કબજિયાતની સમસ્યા થતી હોય છે ઘણીવાર કબજિયાત થવા નું કારણ તમારા દ્વારા લેવામાં આવતી દવાઈ, તમારા દ્વારા કરવામાં આવતું ભોજન જે તમારા પાચનતંત્રને ખૂબ જ નુકસાન કરે છે જેના કારણે કબજીયાતની સમસ્યા થાય છે
જો તમે તમારી જીવનશૈલી અને ભોજન માં થોડો ઘણો ફેરફાર કરીને તમે આ કબજિયાતની સમસ્યાથી ખૂબ જ સરળતા પુર્વક છુટકારો મેળવી શકશો.
કબજિયાત થવાના કારણો તો જાણ્યા હવે જાણીશું કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય અથવા તો કબજિયાત પરેજી જેમાં ભોજનમાં શેનું સેવન કરવું જોઇએ તે જાણીશું.
કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો
ડેરી પ્રોડક્ટ ની વાત કરીએ તો તેમાં દૂધ, દહીં, પનીર, દૂધ ની મદદ થી બનતી વાનગીઓ નો સમાવેશ થાય છે એ તમામ વસ્તુઓ આપણે સેવન કરી ડેરી પ્રોડક્ટ ની અંદર રહેલા પ્રોબાયોટીક્સ નામનું એક સૂક્ષ્મ જીવ હોય છે જે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ કરે છે,
તેમજ આ સૂક્ષ્મ જીવ ને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે આપણા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય સૂપનું સેવન
આપણે જયારે સૂપ બનાવીએ છીએ ત્યારે તેની અંદર ખૂબ જ સારા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીએ છીએ આ વેજિટેબલ્સ તે સુપને પૌષ્ટિક બનાવે છે તેમેજ વેજીટેબલ્સ નાખી બનાવેલ ભોજન પાચન કરવા માટે ખૂબ જ સરળ હોય છે,
જે તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ થશે આ સિવાય જો તમે ગરમ પ્રવાહી પદાર્થોનું સેવન કરો છો તો તે તમારી પાચનક્રિયાને ખૂબ જ મદદરૂપ થાય છે
કબજિયાતની સમસ્યા મા નાસ્પતિ અને સફરજનનું નું સેવન કરો
નાસ પતિ અને સફરજન ની અંદર મળતા ઘણા બધા સારા પોષક તત્વો જેમાં ફાઇબર, fructose – ફ્રુક્તોઝ જેવા ઘણા બધા સારા ગુણધર્મ હોય છે તેમજ તેની સાથે સાથે આ ફળો ની અંદર પાણીની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણે પાચનતંત્રમાં પાચનક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે
આ સિવાય જો તમે ઈચ્છો તો કબજિયાતની સમસ્યામાં તમે કીવી, દ્રાક્ષ, ઘઉંની બ્રેડ, પીસ્તા, અળસી નું પણ સેવન કરી શકો છો
કબજિયાતની સમસ્યા મા કરો વિવિધ દાળનું સેવન
આપણા રોજબરોજ મા વાપરવામાં આવતી વિવિધ દાળ અને આપણા ઘરની અંદર વધુ પ્રમાણમાં રોજ રાત્રે મગની ખીચડીનું સેવન કરવામાં આવે છે મગ, વટાણા, બીન્સ, ની અંદર ખૂબ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે જે આપણા પાચનક્રિયાને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે
આ સિવાય વિભિન્ન દાળો ની અંદર આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એવા પોષક તત્વો જેવા કે વિટામિન બી6 અને પોટેશિયમ ઝિંક હોય છે જે આપણને કબજિયાતમાં રાહત અપાવે છે અને આપણા શરીરને વિવિધ ફાયદાઓ કરે છે,Kabjiyat na upay in Gujarati
કબજિયાત દૂર કરવા માટે બ્રોકલી સેવન કરો
હાલમાં ભારતની અંદર ખૂબ જ પ્રચલિત બનતી આ બ્રોકલી ની અંદર sulforaphane-સુલ્ફોરફન નામનો એક ઉત્તમ પદાર્થ હોય છે જે આપણા આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે આપણને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે
કબજિયાતથી બચવા માટે નીચે જણાવેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું
કબજિયાત પરેજી – કબજિયાત થી પરેશાન વ્યક્તિએ કાચા કેળાનું સેવન કરવું જોઈએ નહી
આપણે સૌ જાણીએ છીએ કે કબજિયાતની સમસ્યામાં પાકા કેળા ખૂબ જ સારો ફાયદો કરે છે તેવી જ રીતે તેનાથી વિપરીત કાચા કેળા એ તમને કબજીયાતની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે કાચા કેળા ની અંદર resistant starch ખૂબ જ પ્રમાણમાં હોય છે,
જે આપણા પાચનતંત્ર મા પચવા માટે ખૂબ જ વાર લાગે છે માટે કાચા કેળાનું સેવન કરવું જોઈએ નહી કબજિયાત ની સમસ્યામાં
કબજિયાત થવાના કારણો – તરેલ પદાર્થનું સેવન કરવાનું ટાળવું જોઈએ
જો તમે તરેલ ભોજનનું વધુ સેવન કરો છો તો કબજિયાત થવાની શક્યતા વધે છે તેમજ જો તમે ચિપ્સ કૂકીઝ આઈસક્રીમ ચોકલેટ જેવા ફાસ્ટ ફૂડનું સેવન કરો છો તો પણ તમને કબજીયાતની સમસ્યા થઈ શકે છે
કબજિયાત થવાના કારણો – આલ્કોહોલનું સેવન કરવાથી બચી ને રહેવું જોઈએ
ઘણી બધી વ્યક્તિઓને કબજિયાત થવાના મુખ્ય કારણો ની અંદર આલ્કોહોલ નું સેવન કરવું પણ સમાવેશ થાય છે માટે જો તમે ખૂબ જ વધુ પ્રમાણમાં આલ્કોહોલ નું સેવન કરો છો તો અપચાની સમસ્યા થઈ શકે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ફુદીનો વાળ ખરવા જેવી અનેક નાની મોટી સમસ્યા મા કરે છે
ડાયાબિટીસના દર્દીએ કરે આ 6 શાકભાજીનું સેવન સુગર રહેશે કંટ્રોલમાં
શિયાળામાં ગુંદ નું સેવન કરવાના ફાયદા
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે