નમસ્તે મિત્રો આજે આપણે કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત સાથે પેરી પેરી મસાલા બનાવવાની રીત – Kacha kela na french fries banavani rit શીખીશું, do subscribe My Jain Recipes YouTube channel on YouTube If you like the recipe , અત્યાર સુંધી આપણે કેળા માંથી ચિપ્સ, ચેવડો બનાવી ને તો ખાઈએજ છીએ,પણ આજ એમાંથી ફ્રેંચ ફ્રાઈસ બનાવતા શીખીશું. આપણે અલગ અલગ પ્રકારની ફ્રેંચ ફ્રાઈસ બહાર નાસ્તા માં કે ઘરમાં બનાવી ને ખાધી હસે પણ આજ Banana french fries recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- કાચા કેળા 3-4
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
પેરી પેરી મસાલા બનાવવા માટેની સામગ્રી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સૂંઠ પાઉડર ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- તજ નો પાઉડર ¼ ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- પીસેલી ખાંડ ½ ચમચી
કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | Banana french fries recipe in gujarati
કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ વિથ પેરી પેરી મસાલા બનાવવા માટે સૌ પ્રથમ કેળા ને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ફ્રેંચ ફ્રાઈસ જેવા ને જેટલા જાડા કટકા કરી લ્યો અને ઠંડા બરફ વાળા પાણી માં નાખી ને પંદર વીસ એમજ રહવા દયો.
વીસ મિનિટ પછી ઠંડા પાણી માંથી કાઢી નાખો અને કપડા માં નાખી બિલકુલ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી એના પ્ર કોર્ન ફ્લોર, સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ફ્રેંચ ફ્રાઈસ નાખો ને મીડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ફ્રેંચ ફ્રાઈસ ને ઝારા થી કાઢી લ્યો ને એમાં બીજી ફ્રેંચ ફ્રાઈસ ને તરી લ્યો.
તૈયાર ફ્રેંચ ફ્રાઈસ ને ગોલ્ડન તરી ને કાઢી લીધા બાદ એના પર પેરી પેરી મસાલો છાંટો ને મજા લ્યો કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ વિથ પેરી પેરી મસાલા.
પેરી પેરી મસાલા બનાવવાની રીત
મિક્સર જરમાં , કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સૂંઠ પાઉડર, સંચળ, મરી પાઉડર, તજ નો પાઉડર, ઓરેગાનો, પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે પેરી પેરી મસાલો.
Kacha kela na french fries banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Jain Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બ્રેડ નો નાસ્તો બનાવવાની રીત | Bread no nasto banavani rit
ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit
શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit
રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati
રસમ વડા બનાવવાની રીત | rasam vada banavani rit | rasam vada recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે