Kakdi lassi banavani rit | કાકડી લસ્સી બનાવવાની રીત

Kakdi lassi - કાકડી લસ્સી
Image credit – Youtube/Vidhya's Vegetarian Kitchen
Advertisement

આ લસ્સી તમે બપોરના કે રાત્રિ ના ભોજન સાથે અથવા ઉનાળા માં આવેલ મહેમાન ની ગરમી દૂર કરવા માટે એક ડ્રીંક તરીકે ઠંડી ઠંડી સર્વ કરી શકો છો. બનાવામાં ખૂબ જ સરળ છે અને પીવામાં ખૂબ ટેસ્ટી અને ફ્રેશ છે. તો ચાલો Kakdi lassi – કાકડી લસ્સી બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • દહીં 2 કપ
  • કાકડી 100 ગ્રામ
  • ફુદીના ના પાન 8-10
  • લીલા ધાણા સુધારેલા 2- 3 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5- 7
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાર્ટ મસાલો ¼ છે
  • પાણી ½ કપ

Kakdi lassi banavani rit

કાકડી લસ્સી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી સુધારી એક બાજુ મૂકો. ત્યાર બાદ ફુદીના ના પાંદ ને અલગ કરી એને પણ ધોઈ એક બાજુ મૂકો. હવે મીઠા લીમડા ના પાંદ ને ધોઇ સાફ કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ કાકડી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી કાપી લ્યો અને નાના નાના કટકા કરી લ્યો.

તૈયાર કટકા ને મિક્સર જાર માં નાખો સાથે સુધારેલ લીલા ધાણા, સાફ કરેલ ફુદીના ના પાંદ, ધોઇ રાખેલ મીઠા લીમડા ના પાંદ નાખો સાથે સંચળ, સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો. નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.

Advertisement

તૈયાર પેસ્ટ માં દહીં નાખી ફરીથી એક બે વખત પીસી લ્યો અને ત્યાર બાદ પાણી નાખી પીસી લ્યો. તૈયાર લસ્સી ને બરફ ના કટકા નાખેલ ગ્લાસમાં નાખી ઠંડી ઠંડી સર્વ કરો. તો તૈયાર છે કાકડી લસ્સી.

Lassi recipe notes

  • અહીં તમે એકાદ લીલું મરચું સુધારેલ પણ નાખી શકો છો. જો બાળકો ને આપવાની હોય તો મરચું ન નાખવું.
  • દહીં ખાટું ન હોવું જોઈએ.
  • લસ્સી જે પ્રમાણે ઘટ્ટ કે પાતળી પસંદ હોય એ મુજબ પાણી નાખવું.

નીચે પણ બીજી સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ અચૂક જુઓ

Advertisement