કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

કાકડી નું સલાડ બનાવવાની રીત - kakdi nu salad banavani rit - kakdi nu salad recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કાકડી નું સલાડ બનાવવાની રીત – kakdi nu salad banavani rit શીખીશું. આ સલાડ ખાવા માં જેટલું ટેસ્ટી લાગે છે એટલું જ સ્વાસ્થ્ય વર્ધક પણ છે, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , અને ડાયટ કરનાર ને પણ ખૂબ ફાયદાકારક હોય છે આ કાકડી સલાડ તમે પાર્ટી કે ઘરે આવેલ મહેમાન ને પણ સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ kakdi nu salad recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

કાકડી નું સલાડ બનાવવા જરૂરી સામગ્રી | kakdi nu salad ingredients

  • કાકડી 2
  • શેકેલ દાડિયા દાળ ¼ કપ
  • શેકેલ અને ફોતરા કાઢેલા સીંગદાણા  ¾ કપ
  • લીલા મરચા સુધારેલા 2
  • મીઠા લીમડાના પાન 10-15
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીલું છીણેલું નારિયેળ 3 ચમચી / નારિયળ છીણ
  • લીંબુનો રસ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • દાડમ દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad recipe in gujarati

કાકડી સલાડ બનાવવા માટે સૌ પ્રથમ કાકડી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક બાજુ મૂકો અને સાથે લીલા ધાણા સાફ કરી લ્યો અને મરચા સુધારી લ્યો અને સીંગદાણા ને શેકી ને ફોતરા અલગ કરી લ્યો

હવે મિક્સર જાર માં લીલા મરચા, લીલા ધાણા અને મીઠા લીમડાના પાન નાખી એક વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ દાડિયા દાળ, શેકેલ સીંગદાણા, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ, ચાર્ટ મસાલો, નારિયળ છીણેલું, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બે થી ત્રણ વખત પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો

Advertisement

હવે ઝીણી સમારી કાકડી એક મોટા વાસણમાં લ્યો એમાં પીસી રાખેલ દાડિયા સીંગદાણા વાળુ મિશ્રણ નાખો સાથે લીલા ધાણા સુધારેલા અને દાડમ દાણા નાખી મિક્સ કરી લ્યો ને ટેસ્ટ કરી લ્યો અને જરૂર પડે તો મરી પાઉડર, લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મજા લ્યો કાકડી સલાડ.

kakdi nu salad banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit

જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement