મિત્રો આજે આપણે એક એવું કચુંબર છે જે ભોજન ના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે અને તૈયાર કરી એક બે દિવસ ફ્રીઝ માં મૂકી ખાઈ શકાય છે, do subscribe Sangeeta’s World Gujarati YouTube channel on YouTube If you like the recipe , આ કચુંબર ચટપટું ટેસ્ટી બને છે જેને રોટલી, દાળ ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ કાંદા કેરી નું કચુંબર બનાવવાની રીત – Kanda keri nu kachumbar banavani rit અને તે બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કાંદા કેરી નું કચુંબર બનાવવા જરૂરી સામગ્રી
- કેરી 1 છીણેલી
- ડુંગળી 1 છીણેલી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- છીણેલો ગોળ 1-2 ચમચી (ઓપ્શનલ છે )
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
કાંદા કેરી નું કચુંબર બનાવવાની રીત
કાંદા કેરી નું કચુંબર બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યારબાદ એની દાડી વાળો ભાગ અલગ કરો ( અહી તમે કેરી ને છોલી ને પણ વાપરી શકો છો ) અને હવે મોટા કાણા વાળી છીણી થી છીણી એક વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ કાંદા ને છોલી સાફ કરી ધોઈ ને કોરા કરી છીણી વડે છીણી લ્યો અને એને પણ કેરી સાથે નાખો.
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને છીણેલો ગોળ ( ગોળ નાખવો ઓપ્શનલ છે જો નાખવો હોય તો નાખી ને કેરી અને મસાલા સાથે બરોબર મિક્સ કરી લેવો )નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર કચુંબર ને રોટલી, ભાત સાથે સર્વ કરો કાંદા કેરી નું કચુંબર.
Kanda keri nu kachumbar banavani rit | Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World Gujarati ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દહીં ટોસ્ટ બનાવવાની રીત | dahi toast banavani rit
રાજકોટ ની ચટણી | rajkot ni chutney recipe | rajkot green chutney recipe
ટીફીન માટે પરોઠા બનાવવાની રીત | Tiffin mate parotha banavani rit
જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa banavani rit | Jain samosa recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે