કાંગ નો ઉપમા બનાવવાની રીત | Kang no upma banavani rit | Kang no upma recipe in gujarati

કાંગ નો ઉપમા - કાંગ નો ઉપમા બનાવવાની રીત - Kang no upma banavani rit - Kang no upma recipe in gujarati
Image credit – Youtube/COOK EAT REPEAT
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કાંગ નો ઉપમા બનાવવાની રીત – Kang no upma banavani rit શીખીશું. કાંગ ને અંગ્રજી માં Foxtail millet કહેવાય છે અને હિન્દી માં કાંગણી કહેવાય છે, do subscribe COOK EAT REPEAT YouTube channel on YouTube If you like the recipe , આ કાંગ માંથી પુરી, ભાત, ખીચડી, ઘેંશ બનાવવામાં આવે છે અને ઘણી બધી બીમારીમાં ઔષધિ તરીકે પણ કામ આવે છે હાડકા ને જોડવા, મધુમેહ અને સંધિવા જેવા રોગો માં પણ ખૂબ ગુણકારી છે.  તો ચાલો જાણીએ Kang no upma recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

કાંગ નો ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • કાંગ 1 ½ કપ
  • નારિયળ નું તેલ / તેલ 2-3 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન 8-10
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • બાફેલા વટાણા ¼ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણા સમારેલા ગાજર 1
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

કાંગ નો ઉપમા બનાવવાની રીત | Kang no upma recipe in gujarati

કાંગ નો ઉપમા બનાવવા સૌપ્રથમ કાંગ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં કાંગ નાખી ધીમા તાપે શેકી લ્યો. કાંગ ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને એજ કડાઈમાં નારિયળ નું તેલ અથવા તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે એમાં ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં રાઈ, જીરું નાખી તતડાવો. રાઈ જીરુ તતડી જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.

Advertisement

 હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ને ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.

ટમેટા થોડા નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર નાખો ને મિક્સ કરી ઢાંકી ગાજર નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. હવે એમાં શેકી રાખેલ કાંગ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ત્રણ કપ ગરમ પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે દસ બાર મિનિટ ચડાવી લ્યો.

બાર મિનિટ પછી ઢાંકણ ખોલી ઉપમા ને હલાવી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા વટાણા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી ને ત્રણ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ચટણી સાથે મજા લ્યો કાંગ નો ઉપમા.

Kang no upma banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર COOK EAT REPEAT ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સિંધી મીઠી લોલી બનાવવાની રીત | Sindhi mithi loli banavani rit

ગુલકંદ પેંડા બનાવવાની રીત | Gulkand penda banavani rit

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit

મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત | milk powder na ladoo banavani rit

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement