કરંજ ના ફાયદા | કરંજ નો ઉપયોગ | કરંજ તેલ ના ફાયદા | karanj na fayda

કરંજ ના ફાયદા - કરંજ નો ઉપયોગ - કરંજ તેલ ના ફાયદા - કણજીનું તેલ નો ઉપયોગ - karanj na fayda - Karanj Tree details in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ કરજ વિશે જેને કણજી પણ કહે છે આ સાથે જાણીશું કરંજ ના ફાયદા , કરંજ નો ઉપયોગ, કણજી ના તેલ ના ફાયદા અને કણજીનું તેલ ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, karanj na fayda, latakaranj na fayda.

કરંજ | કણજી | Karanj Tree details in gujarati

કરંજ એક એવું વૃક્ષ છે કે જેનો દરેક અંગ ઔષધીય પ્રયોગ માટે વાપરી શકાય છે. કરંજ ના ત્રણ પ્રકાર હોય છે, જેમાંથી બે પ્રકાર ઝાડ છે અને એક વેલા સ્વરૂપે હોય છે. કરંજ ની નાની ડાળખી દાતણ કરવાના કામ માં લાગે છે. મધ્યમ આકારનું વૃક્ષ નદીના કિનારે વધારે ઉગેલું જોવા મળી જાય છે. તેના પાન એકદમ લીલા રંગના અને કાયમી ચમકતા રહેતા હોય છે. તેમાં સફેદ ગુલાબી કલરના ફૂલ આવે છે. કરંજ જોવામાં જેટલું સારું છે એટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. કરંજ ના બીજ ચપટા અને ઘાટા લીલા રંગ ના હોય છે. તેના બીજ માંથી તેલ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ પણ વિવિધ રોગો દૂર કરવા માટે થાય છે, Karanj Tree details in gujarati.

કણજી – કરંજ અનેક દર્દ માં ઉપયોગી :-

વાયુ વિકાર ને કારણે થતા દર્દોમાં કરંજ નો ઉપયોગ કરી શકાય છે. કરંજ ના બીજ, સિંધા નમક, સુંઠ અને હિંગ આ બધું સરખા ભાગે લઈને ચૂર્ણ તૈયાર કરી લો. ૫૦૦મીલીગ્રામ થી ૧ ગ્રામ ની માત્રામાં આ ચૂર્ણને લઈને નવશેકા પાણી સાથે સેવન કરી લો. શરીર ના કોઈપણ પ્રકાર નો દુખાવો મટી જશે.

Advertisement

ફોડલીઓ થઇ હોય ત્યારે કરંજ ના ફાયદા | karanj na fayda fodilio thay tyare :-

કરંજ ના બીજ, તલ અને સરસીયા બધા ને સરખા ભાગે લઈને પીસીને લેપ જેવું બનાવી લો. આ લેપને ફોડલીઓ થઇ હોય ત્યાં લગાવો. અમુક જ દિવસોમાં આરામાં થઇ જશે.

ઘાવ/જખમ માં કરંજ :-

કરંજ ના પાંદડા ને પીસીને તેની પોટલી બનાવી અથવા તેનો લેપ બનાવીને ઘાવ પર લગાવવાથી ઘાવ મટી જાય છે અને સુજો ઉતરી જાય છે.

વિસર્પિકા રોગમાં કરંજ નો ઉપયોગ :-

વિર્સ્પિકા રોગમાં કરન્જના પાંદડા ના એસ માં લીંબુ નો રસ મિલાવીને સારી રીતે મિક્ષ કરીને સેવન કરવાથી અરમ મળે છે. કરંજ ના ફૂલ ની લુગદી જેવું બનાવીને સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

ત્વચારોગમાં કરંજ નો ઉપયોગ :-

કરંજ ના તેલ માં લીંબુનો રસ મિલાવીને એકદમ સારી રીતે મિક્ષ કરો જયારે તેનો રંગ પીળો થઇ જાય ત્યારે તેનો ઉપયોગ ત્વચા સબંધિત વિકારોમાં કરવાથી ફાયદો થાય છે.

૧૦-૨૦ ગ્રામ કરંજ ના પાંદડા ના સ્વરસમાં ચિત્રકમૂળ, કાળા મરી અને સિંધા નમક નું ચૂર્ણ લઈને તેની બમણી માત્ર માં દહીં માં સેવન કરવાથી ચામડીના રોગો મટે છે.

કરંજ ના ફળ ૧-૨ ગ્રામ અને ઇન્દ્રજવ ના ૧-૨ ગ્રામ લઈને પીસીને લેપ કરવાથી પણ ફાયદો થાય છે.

ચહેરાની કરચલી દૂર કરે છે :-

ચહેરા પરની કરચલીઓ દૂર કરવા કરંજ ના તેલ માં લીંબુનો રસ નાખીને ખુબ જ હલાવો. જયારે તે મિશ્રણ નો રંગ પીળો થઇ જાય ત્યારે તે તેલ ને ચહેરા પર નિયમિત રીતે લગાવવાથી ત્વચા ચમકીલી બને છે અને કરચલીઓ સમયાન્તરે ઓછી થઇ જાય છે.

ખંજવાળ માં કરંજ :-

ખંજવાળ માં કરંજ ના પાંદડા લઇ તેને પીસીને તેમાં લીંબુ નો રસ નાખીને શરીર પર લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે.

કોઢ-ડાઘ-ધબ્બા માં કરંજ નો ઉપયોગ :-

કરંજ ના ૧-૨ ગ્રામ બીજ અને તેના ભાગ જેટલી જ હળદર અને રાઈ લઇ પીસી તેનો લેપ લગાવવાથી માત્ર ૧૦ દિવસમાં જ કોઢ માં સંપૂર્ણ લાભ થશે.

સફેદ દાગ દૂર કરવા કરંજ, લીમડો અને ખેર ના પાંદડા લઇ તેને પીસીને તેનો લેપ કરવો. આ ત્રણેય વસ્તુ ને પાણીમાં ઉકાળીને તે પાણી વડે સ્નાન કરવાથી પણ ફાયદો થાય છે.

ગેસ માં ફાયદેમંદ :-

પેટના ગેસ થી પરેશાન વ્યક્તિ એ કરંજ ના પાંદડા ને ઉકાળીને તે ઉકાળો પીવાથી ગેસ છૂટો થઈને નીકળી જાય છે. પેટમાં થતો દુખાવો મટી જાય છે અને પાચનક્રિયા સારી બને છે.

લીવર માટે ફાયદેમંદ :-

લીવરમાં કીડા થઇ ગયા હોય અથવા લીવર ના વિકારોમાં ૧૦-૧૨ગ્રામ કરંજ ના પાંદડાના રસમાં વાવડીંગ અને નાની પીપરીમૂળ નું ૧૨૫મિલિગ્રામ અથવા ૧ ગ્રામ ચૂર્ણ મિલાવીને સવાર-સાંજ જમ્યા પછી લગાતાર ૮ દિવસ સુધી લેવાથી કીડા મરી જાય છે.

કરંજ ના ફાયદા તે પાચનશક્તિ વધારે છે :-

કરંજ અને ચિત્રકમૂળ ના પાંદડા ૧૦-૧૨ ગ્રામ લઈને તેમાં કાળા મરી અને સિંધા નમક નાખીને પીસીને પીવાથી પાચનશક્તિ સારી બને છે અને આફરો મટી જાય છે તથા અતિસાર માં પણ ફાયદો થાય છે.

દરેક પ્રકારની ઉધરસમાં કરંજ નો ઉપયોગ :-

કરંજ ના બીજ ના ચૂર્ણને મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત મળે છે.

કરંજ ના પાંદડા ના રસમાં કાળા મરીનો ભુક્કો નાખીને ચાર દિવસ સુધી સવાર સાંજ લેવાથી ફાયદો થાય છે.

સુકી ઉધરસમાં કરંજ ની ફળીઓ ને ગળામાં માળા ની જેમ પહેરવાથી ફાયદો થાય છે તથા કરંજ ના બીજ ને પાણીમાં લસોટીને ચાટવાથી પણ ફાયદો થાય છે.

કરંજ ના બીજ નો ઉકાળો બનાવીને પીવાથી પણ સુકી ઉધરસમાં રાહત મળે છે.

દાંત ના રોગ માં કરંજ :-

કરંજ નું દાતણ કરવાથી ખુબ જ ફાયદો થાય છે, નિયમિત કરંજ નું દાતણ કરવું જોઈએ.

કણજીનું તેલ – કરંજ ના તેલ ને દાંત પર ઘસવાથી પણ ફાયદો થાય છે.

કરંજ ના ૭ ગ્રામ બીજ લઇ લો, અને તેમાં ૭ ગ્રામ ખંડ નાખી ને બન્ને ને ભેગું કરી મંજન કરવાથી દાંત માંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

આધાશીશી માં કરંજ ના ફાયદા:-

કરંજ ના બીજ, અને સરગવા ની સિંગના બીજ સરખા ભાગે લઈને તેમાં તજ, વચ અને ખાંડ નાખીને ચૂર્ણ બનાવી લો. આની નાસ લેવાથી એટલેકે ધુમાડો લેવાથી છીંક આવીને નાક માંથી પાણી નીકળશે એટલે અધાશીસી નો દુખાવો મટી જશે.

કરંજ ના બીજ ને પાણીમાં ઉકાળીને તેમાં થોડોક ગોળ નાખી દો. ઘાટું થાય પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લો. હવે જે બાજુ માથું દુખતું હોય તેની વિપરીત કાનમાં ટીપાં નાખવા, આમ કરવાથી આધાશીશી નો દુખાવો મટી જાય છે.

ભગંદરમાં કરંજ ના ફાયદા | karanj na fayda bhagandar ma :-

કરંજ ના મૂળ ની છાલ ૨ ગ્રામ જેટલી લઈને લગાવવાથી ભગન્દરમાં રાહત મળે છે. કીડાયુક્ત ભગંદર માં કરંજ ના પાંદડા ની પોટીશ બનાવીને બાંધતા રહેવાથી ફાયદો થાય છે.

બવાસીરમાં કરંજ નો ઉપયોગ :-

કરંજ ના પાંદડાને ઘી અને તલના તેલમાં શેકીને સત્તુ નો લોટ મિલાવીને જમ્યા પહેલા સેવન કરવું. અવશ્ય ફાયદો થશે.

કરંજ ના કોમળ પાંદડા લઈને તેને પીસીને તેનો લેપ લગાવવાથી હરસમાં લાભ થાય છે.

તેના પાંદડા નો રસ પીવાથી પણ રાહત મળે છે.

ડાયાબીટીશ માં કરંજ ના ફાયદા | karanj na fayda diabetes ma:-

કરંજ ના ફૂલો નો ઉકાળો બનાવીને પીવાથી ડાયાબીટીશ માં અવશ્ય ફાયદો થાય છે.

કરંજ વિશે લોકો ને મુજ્વતા પ્રશ્નો

Karanj Tree in gujarati

karanj ને ગુજરાતી મા કરંજ અને કણજી ના નામે ઓળખવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

દેશી બાવળ ના ફાયદા | બાવળ ના ઉપયોગો | બાવળની શીંગ નો ઉપયોગ | bavad na fayda | babool tree benefits in Gujarati

ફણગાવેલા ચણા ના ફાયદા અને નુકશાન | Fangavela chana na fayda

ફીંડલા ના ફાયદા | હાથલા થોર નો ઉપયોગ | findla na fayda | Findla findla juice benefits in Gujarati | Prickly pear benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement