આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું કરમદા – Karamda વિશે જેમાં કરમદા ના ફાયદા અને વિવિધ સમસ્યા મા ઘરેલું ઉપચારમા કરમદા નો ઉપયોગ કરવાની રીત, કરમદામાં મળતા પોષક તત્વો, કરમદા નું જ્યુસ બનાવવાની રીત,કરમદા ના ગુણધર્મો, જણાવીશું, karmada na fayda, Carissa carandas benefits in Gujarati.
કરમદા | Karmada | Carissa carandas
હમેશા લીલું રહેતું કાંટાળું અને મધ્યમ કદનો આ છોડ જંગલમાં તેમજ વગડામાં જોવા મળે છે. આછી ગુલાબી ઝાખ ધરાવતા સફેદ અને મંદ સુગંધવાળા પુષ્પો પર પહેલા લીલા, અને પાકી જાય ત્યારે ઘેરા જાંબુડિયા અથવા કાળા રંગના ચીક્ક્ટ રસ ધરાવતા ફળો બેસે છે. કરમદા નું શાક, મુરર્બ્બો, ચટણી, અને અથાણું બનાવી શકાય છે. કરમદા સ્વાદની દ્રષ્ટિ એ જ ફક્ત સારા નથી તેના અનેક ઔષધીય ગુણો પણ છે જે અનેક બીમારીઓ મટાડે છે.
કરમદા ના ગુણધર્મો :-
કરમદા એસીડીક, કડવા, બળતરા શાંત કરવા વાળું ફળ છે. તેના મુળિયા કૃમીઓનો નાશ કરનારા છે. તેની છાલ તાસીરમાં કડવી અને ગરમ હોય છે. કફ અને વત્ત-પિત્ત ને ઓછું કરે છે. ઉધરસ મટાડનાર છે. વધારે પડતા પેશાબ ની સમસ્યામાં કરમદા ઉપયોગી છે.
કરમદા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેવી જ રીતે તે અનેક બીમારીઓમાં પણ લાભદાયી છે. તો ચાલો જાણીએ કરમદા ના એવા જ અનેક લાભાલાભ.
કરમદા ના ફાયદા | karmada na fayda | Carissa carandas benefits in Gujarati.
અપસ્માર કે મીર્ગી માં કરમદા નો ઉપયોગ:-
અપસ્માર કે મીર્ગી ની સમસ્યામાં કરમદાના પાંદડા નો ઉપયોગ કરી શકાય છે. ૫ગ્રામ કરમદા ના પાંદડાને પીસીને તેમાં દહીં નાખીને મુકશ કરીને સેવન કરવાથી ફાયદો થાય છે.
પગના ચીરા/વાઢીયા માં કરમદા નો ઉપયોગ :-
જો ઘણી બધી દવાઈ કરવા છતાય પણ પગના ચીરા મટતા નથી તો કરમદા નોં પ્રયોગ અચૂક કરવો જોઈએ. કરમદા ના ફળના બીજડા ને પીસીને તેને વાઢીયા પર લગાવવાથી અચૂક ફાયદો થાય છે.
તાવમાં કરમદા ના ફાયદા અને ઉપયોગ | karmada na fayda Tav ma:-
કરમદા ના પાંદડાનો ઉકાળો બનાવીને તે ઉકાળો ૧૦-૨૦ મિલી માત્રામાં સેવન કરવાથી નાં મટતો તાવ પણ મટી જાય છે.
ત્વચાના રોગોમાં કરમદા નો ઉપયોગ:-
કરમદા ના પાંદડા અને મૂળને પીસીને ત્વચા પર લગાવવાથી ખંજવાળ, બળ્યા ના ડાઘ વગેરે પર ફાયદો થાય છે.
કરમદા ના મૂળને ગૌમૂત્ર, લીંબુનો રસ અને કપૂર સાથે પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે.
માસિકધર્મ ના વિકારોમાં :-
૧-૨ ગ્રામ કરમદા ના મુળિયા ને દૂધ માં પીસીને સેવન કરવાથી માસિક ધર્મ સબંધિત અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે.
જલોધર માં કરમદા ના ફાયદા અને ઉપયોગ :-
જલોધરના રોગીઓએ કરમદા ના પાંદડા નો રસ પહેલા દિવસે ૫ મિલી., બીજા દિવસે ૧૦મિલિ, એવી જ રીતે દરરોજ ૫-૫ મિલી ની માત્રા વધારતા જવી. આમ ૫૦મિલી સુધી જવું. પછી તેને ઘટાડતા જવું, અને ફરી પાછું ૫ મિલી ની માત્રા માં આવી જવું. આવી રીતે પ્રયોગ કરવાથી જલોધાર માં અવશ્ય ફાયદો થાય છે.
પેશાબ સબંધિત સમસ્યાઓમાં :-
જો પેશાબ કરતી વખતે બળતરા થાય છે અથવા તો પેશાબની બીજી કોઈ સમસ્યા છે તો નાના કરમદા ના ૧ગ્રામ મૂળને દૂધ માં નાખીને પીસીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
પેટના રોગોમાં કરમદા ના ફાયદા | karmada na fayda pet na rogoma :-
જો વધારે ખવાઈ ગયું હોય અને પેટ માં ગેસની સમસ્યા થઇ જાય છે તો કરમદા ના ફૂલ ના ચૂર્ણ માં અથવા તેના મૂળ ના ચૂર્ણમાં મધ મિલાવીને ચાટવાથી ગેસની સમસ્યાની સાથે સાથે પેટના દર્દ માં પણ રાહત રહે છે.
વધારે તરસ લાગવાની સમસ્યામાં કરમદા :-
જો કોઈપણ બીમારી પછી વધારે તરસ લાગવાની સમસ્યા રહી ગઈ છે તો કરમદા ના પાકેલા ફળ ને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ નું સેવન કરવાથી પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ વાળા વ્યક્તિઓને તથા વધારે તરસ લાગવાની સમસ્યા દૂર થઇ જાય છે.
અતિસાર/ઝાડા માં કરમદા નો ઉપયોગ :-
કરમદા ના કાચા ફૂલ ને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી ઝાડા માં ફાયદો થાય છે. પેટના કૃમીઓ મરી જાય છે.
સુકી ઉધરસમાં કરમદા નો ઉપયોગ :-
કરમદા ના ફાયદા બદલાતી જતી મૌસમ માં કરમદા ના ૫મિલિ પાંદડા લઈને તેનો રસ કાઢીને તેને મધ સાથે ચાટવાથી સુકી ઉધરસમાં ફાયદો થાય છે.
સ્કર્વી રોગમાં કરમદા :-
કરમદા માં રહેલા ઔષધીય ગુણો સ્કર્વી રોગોમાં ફાયદો કરે છે. નિયમિત કરમદા ના ૧-૨ ફળ ખાવાથી સ્કર્વી રોગમાં ફાયદો થાય છે.
દાંતના રોગોમાં કરમદા :-
કરમદા ના ઔષધીય ગુણો ની મદદથી દાંત ના રોગોમાં ખુબ જ રાહત મળે છે. કરમદા ના ફળ ની ચટણી બનાવીને સેવન કરવાથી પેઢા ની બીમારી મટી જાય છે.
કરમદા ના અન્ય ફાયદાઓ | Carissa carandas benefits in Gujarati :-
કરમદા ના કાચા ફળનું શાક ખાવાથી કબજિયાત દૂર થાય છે.
તાવ માં કરમદા ના પાંદડા નો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
ઉધરસમાં કરમદા ના પાંદડાના રસ સાથે મધ નાખીને પીવાથી ફાયદો થાય છે.
કરમદા ના કાચા ફળ ની ચટણીનું સેવન કરવાથી પેઢામાં આવી ગયેલી સુજન મટી જાય છે.
કરમદા ના બીજના તેલ ને હાથ અને પગ પર માલીશ કરવાથી બવાઈ મટી જાય છે.
ઉનાળામાં તેનો મુરરબો બનાવીને ખાવાથી હૃદય રોગો માં ફાયદો થાય છે.
કરમદા માં લોહતત્વ ની માત્રા સારા એવા પ્રમાણમાં હોવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
કરમદા વાયુનાશક છે તેથી તેના ફળ ને દરરોજ ખાવાથી પેટમાં ગેસ થતો નથી.
કરમદાના પાંદડા નો ઘાટો ઉકાળો બનાવીને માથામાં નાખવાથી માથામાં ઝૂ નથી પડતી.
કરમદામાં મળતા પોષક તત્વો :-
કેલેરી :- ૪૬
પ્રોટીન :- ૦.૪૬ ગ્રામ
ફેટ :- ૦.૧૩ ગ્રામ
કારબોહાઈડ્રેટ :- ૧૧.૯૭ ગ્રામ
ફાઈબર :- ૩.૬ ગ્રામ
શુગર :- ૪.૨૭ ગ્રામ
કેલ્શિયમ :- ૮ મીલીગ્રામ
આયરન :- ૦.૨૩ મીલીગ્રામ
મેગ્નેશિયમ :- ૬ મીલીગ્રામ
ફોસ્ફરસ :- ૧૧ મીલીગ્રામ
પોટેશિયમ :- ૮૦ મીલીગ્રામ
સોડીયમ :- ૨ મીલીગ્રામ
ઝીંક :- ૦.૦૯ મીલીગ્રામ
કોપર :- ૦.૦૬ મીલીગ્રામ
કરમદા નું જ્યુસ બનાવવાની રીત :-
કરમદા નું જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી :-
૨ ક્પ તાજા કરમદા
૨ કપ પાણી
અડધી ચમચી સંતરા નો જ્યુસ
મધ(સ્વાદાનુસાર)
કરમદા નું જ્યુસ બનાવવાની રીત :-
સૌ પ્રથમ કરમાળા અને પાણી બન્ને સાથે મિક્ષ્ચર માં પીસી લો.
પછી તેને ગરણી ની મદદ થી ગાળી લો. અને કાચના ગ્લાસ માં કાઢી લો.
હવે તેમાં લીંબુનો રસ, અથવા સંતરા નો રસ અને મધ નાખીને ચમચી વડે હલાવી લો.
ફરી આ મિશ્રણ ને ગાડી લો. અને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો.
તૈયાર છે કરમદા નું જ્યુસ.
કરમદા ના જ્યુસમાંથી મળતા પોષકતત્વો :-
કરમદા ના જ્યુસમાં એન્ટી ઓક્સીડેંટ અને વિટામિન્સ સારા એવા પ્રમાણ માં મળે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામીન-બી જેવા તત્વો મળી રહે છે.
કરમદા ના નુકસાન :-
કરમદા નું સેવન પથરીની સમસ્યા વાળી વ્યક્તિઓએ કરવું જોઈએ નહિ. પાથરી વધવાની શક્યતા રહેલી છે.
વધારે પડતું સેવન કરવું નહિ આપણા શરીર માં શુગર નું પ્રમાણ વધી શકે છે.
કરમદા ના વધારે પડતા સેવન થી ઝાડા, માથાના દુખાવો, એસીડીટી ની સમસ્યા થઇ શકે છે અથવા વધી શકે છે.
કરમદા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
અંગ્રેજીમાં કરમદા ને carissa carandas, bengal currant ના નામે ઓળખવામાં આવે છે.
હા, કાચા કરમદા ખાઈ શકાય છે. તેનું શાક, અથાણું ચટણી વગેરે બનાવીને પણ ખાઈ શકાય છે.
હા, સુકા કરમદા પણ લીલા કરમદા જેવા જ ઔષધીય ગુણો ધરાવે છે.
carissa carandas ને ગુજરાતી મા કરમદા ના નામે ઓળખવામાં આવે છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
અમરવેલ ના ફાયદા | અમરવેલ નો ઉપયોગ ઉપચારમા | amar vel na fayda in gujarati | amarvel no upyog
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે