કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

કટોરી ચાટ બનાવવાની રીત - katori chaat banavani rit - katori chaat recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube ચાટ નું નામ આવે અને મોંઢા માં પાણી ન આવે એવું તો બને જ નઈ. ચાટ અલગ અલગ પ્રકાર ના બનાવી સકાય.  પાપડી ચાટ, બોમ્બે ચાટ, આલુ ટિક્કી ચાટ વગેરે…પણ આપણે આજે કટોરી ચાટ બનાવવાની રીત – katori chaat banavani rit – katori chaat recipe in gujarati જોસું.

કટોરી માટે સામગ્રી :-

  • મેંદો 2 કપ
  • મીઠું ½ ચમચી
  • 2 ચમચા તેલ (ગરમ)
  • પાણી ¾ કપ
  • તેલ તળવા માટે

ચાટ ની સ્ટફિંગ માટે સામગ્રી:-

  • કાબુલી ચણા (બાફેલા) 3-4 ચમચા
  • બટેટા (બાફેલા અને સમારેલા) 3-4 ચમચા
  • ફણગાવેલા મગ 3-4 ચમચા
  • લીલી ચટણી 3-4 ચમચા
  • ખજૂર આમલીની ચટણી 3-4 ચમચા
  • દહીં 3-4 ચમચા
  • લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
  • જીરું પાઉડર  જરૂર મુજબ
  • મીઠું સ્વાદાનુસાર
  • ડુંગળી સમારેલી 1 નંગ
  • ટામેટું સમારેલું 1 નંગ
  • ઝીણી સેવ 3-4 ચમચા
  • લીલા ધાણા સમારેલા 1-2 ચમચી
  • ચાટ મસાલો સ્વાદ મુજબ

katori chaat ni katori banavani rit :-

સૌ પ્રથમ એક વઘારિયા માં 2 મોટા ચમચા તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે એક બાઉલ માં 2 કપ મેંદો અને ½ ચમચી મીઠું નાખી મિક્સ કરો અને ગરમ કરેલું તેલ નાખી ચમચી ની મદદ થી હલાવી લો

 હાથેથી મસળી સકાય એટલું ઠંડુ થાય એટલે હાથેથી મસળો ત્યાર બાદ લોટ ને મુઠ્ઠી માં દબાવી ને જુવો કે લોટ માં મોં બરાબર છે. ત્યાર બાદ પાણી નાખી ને લોટ બરાબર બાંધી લો.

Advertisement

હવે ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ માંથી એક એક કરી લુવા / ગોળા વારી ને રોટલી ની જેમ વણી લો અને વાટકી ને ઊંધી કરી તેના પર રોટલી ને બરાબર વિટી લો અને વાટકી થી બહાર નો લોટ ચકુ ની મદદ થી કાપી લો. આ કટોરી ને તેલ માં વાટકી સાથે જ તળવા મૂકો. ધીમા તાપે જ બધી કટોરી તળવી.

જ્યારે કટોરી વાટકી ને છોડી દે તો વાટકી બારે નીકાળી કટોરી ને ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન કલર ની તરી લો. આવી જ રીતે બધી કટોરી તરી લો. કટોરી ને 5 મિનિટ ઠંડી થવા દો.

katori chaat banavani rit

હવે એક પ્લેટ માં બધી કટોરી લઈ ને તેમાં એક પછી એક બધી સામગ્રી ઉમેરતા જવું. જેમકે સૌ પ્રથમ કટોરી માં એક એક ચમચી બાફેલા કાબુલી ચણા નાખવા,

ત્યાર બાદ એક એક ચમચી બાફેલા અને સમારેલા બટેટા નાખવા, એક એક ચમચી ફણગાવેલા મગ નાખવા, એક એક ચમચી લીલી ચટણી, ખજૂર આમલીની ચટણીનાખવી,દહીં નાખવું,

ત્યારપછી ચપટી લાલ મરચું પાઉડર ભભરાવવું, ચપટી જીરું પાઉડર ભભરાવવું, ચપટી મીઠું ભભરાવવું, એક એક ચમચી ઝીણી સમારેલી ડુંગળી, સમારેલું ટમેટું નાખવું.

 ત્યાર બાદ ઝીણી સેવ ભભરાવવી  ધાણા થી અને ચટણી નાખી ગારનીસ કરી તેના પર ચાટ મસાલો ભભરાવો.તૈયાર છે સ્વાદિષ્ટ કટોરી ચાટ.

Katori chaat recipe notes

  • તમે તમારા સ્વાદ મુજબ ચાટ બનાવતી વખતે કોઈ પણ સામગ્રી નો માત્રા ઓછી વધુ કરી શકો છો.

કટોરી ચાટ બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement