કેળા ના ફાયદા અને નુકશાન | કેળા ના ઘરગથ્થું ઉપચારો | Kela na fayda

kela na fayda in Gujarati - કેળા ના ફાયદા - કેળા ના નુકશાન - કેળા ના નુસખા - benefits of banana in gujarati
Advertisement

કેળા જે દરેક જગ્યાએ ખુબજ આશાની થી પ્રાપ્ત થતું ફળ છે, ક્યાંક સવાર ના નાસ્તા માં તો ક્યાંક અલગ અલગ ડીશ બનાવી ને અથવાતો ભૂખ લાગે એટલે તેનું સેવન કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કેળા ના ફાયદા ,કેળા ના નુસખા, કેળા ના ઘરગથ્થું ઉપચારો,કેળા ખાવાથી શું થાય ,kela na fayda in Gujarati, Benefits of Banana in Gujarati.

કેળા વિશે માહિતી

ખાવામાં અને પચવામાં કેળા સરળ છે. કેળાની સૌથી સારી જતો ભારતમાં થાય છે. કેળા ની પેદાશમાં ભારત મોખરે છે. ભારત માં કેળા બધી જગ્યા એ થાય છે.

ભારતમાં મુંબઈ, મદ્રાસ, ત્રાવણકોર ,કોચીન, બિહાર, ઓર્રીસ્સા, અને પશ્ચિમ બંગાળમાં કેળા નું ઉત્પાદન વિશેષ થાય છે. ગુજરાતમાં આણંદ, વડોદરા, અને પાદરા માં વધારે થાય છે.

Advertisement

કેળા ની જાતની વાત કરીએ તો કેળા ની ઘણી બધી જાતો થાય છે. જેમકે, લોટણ, ચંપાચીની, રામકલાકેળા, ત્રિકોણ, અને જાડી છાલ વાળા કેળા.

તેના સિવાય પણ અલગ અલગ કલર ની કેળા પણ જોવા મળે છે. પીળા રંગ ની,લાલ રંગની, અને સફેદ. પીળા કેળા પાતળી છાલ વાળા થાય છે,

લીલી છાલ વાળા કેળા પાક્યા પછી પણ લીલા જ રહે છે, એ કેળા કદ માં મોટા, પાતળી છાલ વાળા અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. લાલ કેળા કદ માં મોટા પણ ફિક્કા હોય છે.

જાડી છાલના ત્રિકોણ કેળા ખાવાના ઉપયોગ માં આવતા નથી, પણ તેને બાફીને તેનું શાક બનાવીને ખાઈ શકાય છે.

કેળામાં રહેલી મીઠાશ તેમાં રહેલા ગ્લુકોઝ તત્વ ને આભારી છે. ગ્લુકોઝ એ કુદરતી સાકર છે. ગ્લુકોઝ સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત સ્નાયુઓને પોષણ આપે છે. 

Kela Vishe Mahiti

કેળના મૂળ,થડ, અને પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગ કરાય છે. કેળા સ્ટાર્ચ થી ભરપૂર છે. કેળામાં કાર્બોહાઈડ્રેટ ૨૦ થી ૨૨% છે, જે બીજા ફળોની સરખામણીમાં વધારે છે.

તેમાં વિટામીન A B C D G E H પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં ક્લોરીન, તાંબુ, લોહ, મેગનીઝ, પોટેશિયમ, સોડીયમ, ગંધક, વગેરે અત્યંત ઉપયોગી અને પૌષ્ટિક ખનીજ તત્વો છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ફોસ્ફરસ કરતા વધારે છે.

જે પણ વ્યક્તિ કેળા નું સેવન કરે છે તેના શરીર નું એનર્જી લેવલ સામાન્ય વ્યક્તિ કરતા વધુ હોય છે તેની પાછળ નું કારણ તેની અંદર મળી આવતા આયર્ન, ફાઈબર અને વિટામિન્સ છે.

તમે જોયું હશે કે જીમ, અથવા તો કોઈ પણ ક્ષેત્ર નો રમતવીર હોય તે કેળા નું રોજ સેવન કરે છે. પરંતુ જો તમે તેનો અતિશય સેવન કરો છો તો તમારા શરીર ની ચરબી પણ વધી શકે છે.

કેલા વિશેની પ્રાથમિક માહિતી જાણ્યા પછી ચાલો જાણીએ કેળા વિશેના ઘરગથ્થું ઉપચારો

કેળા ના ઘરગથ્થું ઉપચારો

નોધ : અહી જણાવેલ ૧ તોલા ને આયુર્વેદ ની અંદર ૧ કરસા(Karsa) તરીકે પણ ઓળખવામાં આવે છે અને ૧ કરસા બરાબર ૧૨ ગ્રામ થાય(Source – Pharmaceutical scince textbook)

Kela – કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી ગળાનો સોજો મટે છે અને કાકડા ફૂલ્યા હોય તો ફાયદો થાય છે.

કેળા લીંબૂ સાથે ખાવાથી મરડો મટે છે, અને ખોરાક જલ્દી થી પચી જાય છે. કેળા ને દહીં સાથે ખાવાથી મરડો અને ઝાડા મટે છે.

પાકા કેળા, આમળાનો રસ, અને સાકર એકત્ર કરી સ્ત્રીઓને પીવડાવવાથી સ્ત્રીઓનો પ્રદર અને બહુમુત્ર્ રોગ મટે છે.

કેળા નું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છૂટી જાય છે. કેળા નો રસ ગૌમૂત્ર માં નાખીને પીવાથી પેશાબની ગરમી મટે છે.

કેળા ના નુસખા

એક પાકું કેળું સુકવી ચૂર્ણ બનાવી, અડધો તોલો ચૂર્ણ દૂધ સાથે દરરોજ લેવાથી ડાયાબીટીશ માં ખુબજ જલ્દી ફાયદો થાય છે.

કેળા ના થડ વચ્ચેનો ગોળ ભાગ કાપી, તડકે સુકવી,તેનું ચૂર્ણ કરી, સાકર અને પાણી સાથે પીવાથી શરીરમાં જામેલી ગરમી તેમજ ડાયાબીટીશ મટે છે.

એક પાકું કેળું અડધા તોલા ઘી સાથે સવાર સાંજ અઠવાડિયા સુધી ખાવાથી ધાતુ વિકાર મટે છે. ભોજન કર્યા બાદ ત્રણ પાકા કેળા અમુક મહિનાઔ સુધી ખાવાથી દુર્બળ માનસ નું શરીર સારું બને છે.

કેળાના ડોડા નો કેસરયુક્ત ભાગ કોતરી તેમાં રાત્રે મરીનું ચૂર્ણ ભરી રાખી સ્વરમાં એ ડોડું ઘીમાં તળીને ખાવથી સ્વશ્રોગ જલ્દી મટી જાય છે.

પાકા કેળા અને ઘી ખાવાથી પિત્તરોગ મટે છે. પાકા કેળા ખાવથી તૃશારોગ મટે છે. કેળાનો રસ મધ મિલાવીને પીવાથી ઉલટી મટે છે.

કેળા ના ફાયદા અને ઘરેલું ઉપચારો

હોજરીમાં વધુપડતી ખટાશ ધરાવતા દર્દીઓને પણ કેળા માફક આવે છે. તેમાં સહેલાઇથી પચે તેવા પોષકતત્વો ખુબ જ છે. તેથી માંદગીમાં દવા તરીકે પણ વપરાય છે.

કેળાનું સેવન કરવાથી આતરડામાં અમુક જાત ના જીવાણુઓ વધે છે. આ જીવાણુઓ શરીર માં નુકસાન કરતા બીજા જીવાણુઓનો નાશ કરે છે. આતરડા ના સદા ને અટકાવે છે. તેથી આતરડા ના દર્દો થતા નથી.

આપણા શરીર માં પ્રોટીન ખુબ જ જરૂરી છે. અને કેળાનું સેવન કરવાથી પ્રોટીન ખુબ જ સારી માત્ર માં મળી રહે છે. પ્રોટીન ની ઉણપ દૂર કરવા માટે દૂધ સાથે કેળા નું સેવન કરવું જોઈએ.

કેળા માં વિટામીન A હોય છે જે આંખ માટે ખુબ જ ફાયદેમંદ છે.

Kela na fayda ane Gharelu nushkha

કેળા માં પોટેશિયમની માત્રા વધારે હોય છે, તેથી જ રડ્યરોગ ના દર્દીઓને કેળા નું સેવન કરવું જોઈએ.

મોઢામાં પડેલા ચાંદા માં પણ કેળા નું સેવન કરવાથી ફાયદો થાય છે. કેળા નું સેવન કરવાથી પેટ માં રહેલા અલ્સરના ના કીટાણું નાશ થઇ જાય છે.અલ્સર માં બને તેટલો કાચા કેળા નું સેવન કરવું.

બ્લડપ્રેશર ના રોગીઓએ કેળાનું સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. શરીર નો કોઈપણ ભાગ જો બળી ગયો હોય તો તેના પર કેળા ની છાલ અથવા કેળા ને મેશ કરીને લગાવવાથી તરત જ રાહત થાય છે.

જો તમને અસ્થમાની બીમારી છે, સુકી ઉધરસ થી પરેશાન છો, તો કેળાનો શરબત બનાવીને દિવસમાં બે વાર પીવાથી ફાયદો થાય છે.

કેળા ના પાંદ અને તેના થડ ના ઉપયોગો અને ઘરેલું ઉપચારો

જો શરીર ના કોઈ પણ ભાગ પર વાગ્યું છે અને લોહી બંધ થતું નથી તો કેળાની ડાળખી નો રસ લગાવી લ્યો. તરત જ આરામ મળી જશે.

કેળા ના થડના સફેદ ભાગને કાપીને રસ નીકાળી લો. આ રસ ને દરરોજ પીવાથી ડાયાબીટીશ જડમૂળથી નાશ પામે છે.

કેળાના પાંદડા નો ઉપયોગ સોજા ઓછા કરવામાં અને ત્વચા ના ઘાવ ભરવામાં અને ડ્રેસિંગ કરવામાં ઉપયોગ માં લઇ શકાય છે.

કેળા ના પાંદડા નો ઉપયોગ માથાના દુખાવામાં રાહત મેળવવા કરી શક્ય છે.

કેળા ના પાકેલા ફૂલનો ઉપયોગ હૃદય માં થનારી બળતરા ના ઇલાઝ માં ઉપયોગી છે.

કેળા ના ફાયદા – kela na fayda in Gujarati

કેળા ના ફાયદા તેમાંથી સારા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે.

આપણે એ ખ્યાલ છે કે કેળા દરેક વ્યક્તિ ને સરળતા થી મળી રહે છે અને તે એક એવું ફળ છે જેની અંદર ખુબજ પ્રમાણમાં પોષકતત્વો છે તેમાં વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર હોય છે,

જે આપણા શરીર ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

તેની અંદર ખુબજ સારુ ફાઈબર મળે છે જે આપણા પાચનતંત્ર ને મજબુત કરે છે અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે તેમજ તેની અંદર થોડી ખટાશ હોય છે જે આપણી પાચન શક્તિ ને સારી કરે છે.

કેળા આયર્ન નો સારો સ્ત્રોત

જેના શરીર ની અંદર હિમોગ્લોબીન ની અછત હોય તેને કેળા નું સેવન કરવું જોઈએ કેળા નું સેવન કરવાથી તે સમસ્યા ધીરે ધીરે ઓછી થાય છે.(kela na fayda in Gujarati)

આપણા હાડકા માટે ફાયદાકારક છે

આપણે જાણીએ છીએ કે તેની અંદર કેલ્શિયમ મળી આવે છે આ કેલ્શિયમ આપણા હાડકા ને મજબુત કરવામાં ફાયદો કરે છે.

કેળા ના ફાયદા સારી નિંદ્રા માટે

કેળા ની અંદર ટ્રીપટોફન હોય છે જે પછી સેરોટોનીન નામનું પદાર્થ બને છે તે તમારું મૂળ ને સારું કરે છે તેમજ તમને સારી નિંદ્રા માટે મદદ કરે છે.

કેળા ના ફાયદા સુકી ઉધરસ મા

જો તમને સુકી ઉધારસ ની સમસ્યા છે તો તમારે બે કેળા ને મિક્ષર ની અંદર તેને ફેટી લો અંડા હવે દૂધ અને સફેદ એલચી ઉમેરી તેને પીવાથી રાહત થશે.

પોટેશિયમ નો સારો સ્ત્રોત

આપણા શરીર ને રોજ 100mg પોટેશિયમ ની જરૂરત પડે છે તે કેળા નું સેવન કરવાથી પૂરી થાય છે.

કેળા ના ફાયદા લુઝ મોસન મા

કેળા ની અંદર સારા પ્રમાણ માં ફાયબર હોય છે માટે જો ક્યારેય તમારા ઘર ની અંદર કોઈ વ્યક્તિ ને લુઝ મોસન ની સમસ્યા થાય તોકેળા નું સેવન કરવાથી ફાયદો થશે.

એન્ટી એજિંગ છે કેળા

kela na fayda – કેળા ની અંદર રહેલ વિટામીન સી અને બીજા પોષક તત્વો હોય છે જે તેનું રેગ્યુલર સેવન કરો છો તો એન્ટી એજિંગ નું કાર્ય કરે છે.

કેળા ના નુકસાન

જો આપણે કેળા નું યોગ્ય માત્રા માં સેવન કરીએ છીએ તો તમને કોઈજ પ્રમાણનું નુકશાન કેરતું નથી પરંતુ જો આપણે તેનું વધુ સેવન કરીએ છીએ તો આપણને માથા નો દુખાવો, અનિન્દ્રા ની સમસ્યા, તમારું બ્લડસુગર વધી શકે છે.

જો તમે કેળા નું વધુ સેવન કરો છો તો તમારા શરીર ની અંદર ફાઈબર નું પ્રમાણ વધતા ગેસ થવાની પણ શક્યતા છે.

એલર્જી વાળી વ્યક્તિઓએ કેળા નું સેવન કરવું જોઈએ નહિ.

કેળામાં સ્ટાર્ચ નું પ્રમાણ હોય છે તેથી જો વધારે કેળા ખવાઈ જાય તો કબજીયાત ની સમસ્યા થઇ શકે છે.

કેળા ખાઈને તરત જ ઉપર પાણી પીવું જોઈએ નહિ, તેનાથી શરદી થઇ શકે છે.  

કેળા વિશે કેટલાક મુજ્વતા પ્રશ્નો

કેળા નું સેવન ક્યારે કરવું જોઈએ નહી?

ભૂખ્યા પેટે કેળા નું સેવન કરવું જોઈએ નહી, તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે

દિવસ દરમિયાન કેટલા કેળા ખાઈ શકાય?

દરરોજ ત્રણ કેળા ખાવાથી મગજ ને ફાયદો થાય છે યાદશક્તિ તેજ બેને છે અને તમારું પાચનતંત્ર મજબુત બને છે

વજન વધારવા કેળા નું સેવન કરી શકાય?

દરરોજ સવારે નાસ્તા મા કેળા નો સમાવેશ કરવો, કેળા નું મિલ્કશેક બનાવી ને પણ પી શકાય છે, દૂધ સાથે કેળા નું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે ,એક મહિનો સેવન કરવા માત્ર થી જ અસર દેખાશે તમને

શું કેળા ખાવાથી કબજિયાત થઇ શકે છે?

આમ તો કેળા ખાવાથી પેટ સાફ થઇ જય છે પરંતુ જો કાચી કેળા ખાવામાં આવે તો કબજિયાત થઇ શકે છે

દહીં અને કેળા નું સાથે સેવન કરી શકાય?

દૂધ સાથે તો આપણે કેળા નું સેવન કરીએ છીએ પરંતુ દહીં સાથે કેળા નું સેવન કરવું જોઈએ નહી, તેની શરીર પર આડ અસર થઇ શકે છે.

આશા છે અમારા દ્વાર આપવામાં આવેલ માહિતી કેળા ના ફાયદા, કેળા ના નુકસાન, કેળા ના ઘરગથ્થું ઉપચારો, કેળા ના નુસખા, benefits of banana in gujarati, kela na fayda, પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

સમીસ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | દ્રાક્ષ ના પ્રકાર | દ્રાક્ષ ના નુકસાન | Kismis na fayda

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત | Limbu na Fayda

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement