મિત્રો બજાર માં કેરી આવવા ની શરૂ થઈ ગઈ છે અને વરસ આખા ના અથાણાં અને છુંદા તૈયાર કરવાનો સમય પણ થઈ ગયો છે, તો આપણે પણ બનાવીએ કેરી નો છુંદો બનાવવાની રીત,Keri no chundo banavani rit Gujarati
Table of contents
કેરી નો છુંદો બનાવવાની રીત
કેરી નો છુંદો બનાવવા જરૂરી સામગ્રી
- કાચી કેરી ૧ કિલો
- હળદર પાઉડર ૧/૨ ચમચી
- મીઠું ૧ ચમચો
- સંચળ મીઠું ૧ ચમચી
- પીસેલી ખાંડ ૧ કિલો
- જીરૂ પાઉડર ૧ ચમચી
- કાશ્મીરી લાલ મરચું ૧ ચમચો
keri no chundo banavani rit Gujarati
સૌ પ્રથમ ૧ કિલો કાચી કેરી ને ધોઈ ને બરાબર લૂછી લેવી. હવે કેરી ની છાલ ને છોલી લો પછી કેરી ને એક મોટા બાઉલમાં છીણી નાખો.
બધી કેરી છીણી લીધા પછી તેમાં હરદળ , મીઠું અને સંચળ મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
કેરી પાણી છોડે ત્યારે છીણેલી કેરી ને એના પાણી સાથે અને ૧ કિલો પીસેલી ખાંડ નાખી ને ગેસ પર એક કડાઈ માં ધીમે તાપે ચડવા મૂકો.
ઓછા માં ઓછા ૨૦ મિનિટ લાગશે, છૂંદા માં એક તાર ની ચાસણી થાય ત્યાં સુધી ચડાવો. એક તાર ની ચાસણી થાય એટલે ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા મૂકો.
છુંદો થાય એટલે તેમાં જીરૂ પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી હલાવી લો.
નોટ:- જો તમારે તડકા મા તપાવી ને છુંદો બનાવવો હોય તો ગેસ પર ચડવા ને બદલે તપેલી માં લઈ કપડાં થી ઢાંકી ને તડકા માં મૂકવો.૭-૮ દિવસ માં તૈયાર થઈ જાય છે.
ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jdskitchen Channel ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નારીયલ ના લાડવા બનાવવાની રીત | Topra na ladoo | Nariyal ladoo banavani rit
પાન શોટ્સ શરબત બનાવવાની રીત | Paan Shots Sharbat Recipe
જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati
પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત | Panch dal na pakoda banavani rit
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે