નમસ્તે મિત્રો આજે આપણે કેસર એલચી ની સીરપ બનાવવાની રીત – Kesar elchi ni syrup banavani rit શીખીશું. આ સીરપ તમે એક વખત બનાવી ને તૈયાર કરી રાખો તો તમે આ સીરપ ની મજા શરબત, શેક, ખીર, ગલ્ફી, વગેરે બનાવવા માટે ઉપયોગ કરી શકો છો, do subscribe Poonam Kothari YouTube channel on YouTube If you like the recipe , તો ચાલો જાણીએ Kesar elchi syrup recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કેસર એલચી સીરપ બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 1 કપ
- કેસર ના તાંતણા 20-30
- એલચી પાઉડર ½ ચમચી
- રોઝ એસેંન્સ ½ ચમચી
- પાણી 1 કપ
- દૂધ 1 ચમચી
કેસર એલચી ની સીરપ બનાવવાની રીત | Kesar elchi syrup recipe in gujarati
કેસર એલચી સીરપ બનાવવા સૌપ્રથમ કેસર ના તાંતણા ને ચાર પાંચ ચમચી ગરમ પાણી માં ચાર પાંચ કલાક પહેલા પલાળી ને મૂકી દયો. ખાંડ ને એક કડાઈમાં નાખી કડાઈ ને ગેસ પર મૂકો હવે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ચમચા થી હલાવી ને ઓગળી લ્યો.
ખાંડ ઓગળી જાય એટલે એમાં એક ચમચી દૂધ નાખી ને ખાંડ માં રહેલ કચરો ઉપર આવે એને ચમચા થી કાઢી ને અલગ કરી ખાંડ ને ચોખી કરી લેશું. હવે ખાંડ વાળુ પાણી ઉકળવા લાગે ને બે આંગળી વચ્ચે લઇ ને ફેરવતા ચિકાસ વાળુ લાગે એટલે એમાં કેસર જે પાંચ કલાક પહેલા પલાળી રાખેલ હતું એ નાખો ને મિક્સ કરી લ્યો
હવે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને રોઝ એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને બોટલ માં ભરી લ્યો ( જો સીરપ નો રંગ ગોલ્ડન ના આવે તો તમે એમાં કેસર વાળો ફૂડ કલર નાખી શકો છો ) તો તૈયાર છે કેસર એલચી સીરપ.
કેસર એલચી સીરપ શરબત
કેસર એલચી શરબત બનાવવા એક ગ્લાસ માં બે ત્રણ ચમચી તૈયાર કરેલ સીરપ નાખો એના પ્ર બરફ ના કટકા નાખો ને એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે કેસર એલચી સીરપ શરબત.
કેસર એલચી મિલ્ક શેક બનાવવાની રીત
કેસર એલચી મિલ્ક શેક બનાવવા દૂધ માં બનાવવા મિક્સર જારમાં ઠંડુ કરેલ દૂધ લ્યો એમાં બે ત્રણ ચમચી તૈયાર કરેલ સીરપ નાખો ને પીસી લ્યો ત્યાર બાદ બરફ ના ટુકડા નાખી સર્વ કરી લ્યો તો તૈયાર છે કેસર એલચી મિલ્સ શેક.
Kesar elchi ni syrup banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam Kothari ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સન્નાટા રાયતું બનાવવાની રીત | Sannata raitu banavani rit
તાળગોળા મિલ્કશેક બનાવવાની રીત | Tad gola milk shake banavani rit
ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit
મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે