આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ કેસર વિશે જેમાં કેસર ના ફાયદા નુકશાન અને કેસર નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત જણાવી છે સાથે સાથે કેસર ના પ્રકાર વિશે પણ માહિતી છે, તો ચાલો જાણીએ kesar na fayda ane nukshan, kesar no upyog, Kesar na prakar, benefits of saffron in gujarati.
કેસર |Kesar | Saffron
કેસર કે જેને લાલ સોનું ના ઉપનામ થી ઓળખવામાં આવે છે. આયુર્વેદિક ગ્રંથોમાં કેસર ને ખુબ જ મહત્વ નું માનવામાં આવે છે. કેસર એ નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિઓ બધા સેવન કરી શકે છે. કેસર એ એક ઉત્તમ ઔષધી છે, ઉત્તમ રસાયણ છે. અનેક અસાધ્ય રોગોના ઇલાઝમાં કેસર નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર નું સેવન કરવાથી અનેક રોગ, અનેક બીમારીઓ મટાડી શકાય છે.
કેસરનો છોડ નાનો એવો હોય છે, તે વર્ષો સુધી જીવિત રહેવા વાળો છોડ છે. તેના મુળિયા ડુંગળી ની જેમ જ ગાંઠવાળા શકરકંદ જેવા હોય છે. તેના પાંદડા ઘાસ જેવા લાંબા અને પાતળા હોય છે. કેસરના ફૂલ લીલા, રીંગણી અને લાલ નારંગી આકારના હોય છે. આ ફૂલના માળા કેસર ના આગળના સુકાયેલા રેસા ને કેસર કહેવાય છે.
કેસર ના પ્રકાર | Kesar na prakar
આયુર્વેદમાં કેસરના ત્રણ પ્રકાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બધા ના ગુણ અલગ અલગ હોય છે.
- કાશ્મીરી કેસર
- બાલ્હીકજ કેસર
- પારસી કેસર /પારસ કેસર
1 – કાશ્મીરી કેસર :-
કાશ્મીરી કેસર લાલ રંગની હોય છે આ કેસર ઝીણા-ઝીણા તાંતણા સ્વરૂપે હોય છે. તેની સુગંધ કમળના ફૂલ જેવી હોય છે. કેસર ની આં ત્રણેય પ્રાજાતીમાં કાશ્મીરી કેસર ને સર્વ્શ્રેઠ માનવામાં આવે છે.
2 – બાલ્હીકજ કેસર :-
આ બલખ-બુખારા દેશ ની કેસર છે. આ કેસર પીળા રંગ ની અને તાતણાંયુક્ત હોય છે. તેની સુગંધ મધ જેવી હોય છે. કાશ્મીરી કેસર કરતા ઓચ્છી ગુણો વાળી હોય છે.
3 – પારસી કેસર :-
ઈરાનમાં આ કેસર થાય છે. આ કેસર આછા પીળા રંગની અને મધ જેવી સુગંધ વાળી હોય છે.
કેસર નો પ્રાથમિક પરિચય અને તેના પ્રકાર જાણ્યા બાદ ચાલો જાણીએ તેના અનેકાનેક ફાયદાઓ વિષે.
બાળકોની શરદી માં કેસર નો ઉપયોગ | balko ni sardi ma kesar no upyog :-
નાના બાળકો અલગ અલગ કારણો ને લીધે બીમાર પડી જતા હોય છે. તેમણે શરદી પણ ઝડપ થી થઇ જાતી હોય છે. શિયાળામાં બાળકોને શરદી વારંવાર થઇ જતી હોય છે તેવા માં બાળકોને કેસર વાળી દૂધ પીવડાવવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
કેસર ના ફાયદા તાવ-શરદી માં | tav sardi ma kesar na fayda:-
શરદી અને તાવમાં કેસરનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. ૬૫ મિગ્રા કેસરને પાનમાં નાખીને ખાવાથી શરદી અને તાવમાં રાહત મળે છે.
વાળના ખોળામાં કેસર નો ઉપયોગ | Kesar no upyog khoda ni samsya ma:-
ઘણા લોકોને ખોડાની સમસ્યા બારેમાસ રહેતી હોય છે અને તેવામાં શિયાળામાં તો ખાસ વધી જતી હોય છે. મારીચ અને કેસરને સરખી માત્રામાં લઈને નારીયેલ તેલમાં અથવા તમે જે તેલ વાપરતા હોવ એ તેલમાં નાખીને થોડીક ગરમ કરી એટલે કે પકાવી લો, ઉકાળી લો. પછી તે તેલની માલીશ વાળના રૂટ્સ માં કરવાથી ખોળાની સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે.
પેટની સમસ્યામાં કેસર નો ઉપયોગ | Kesar no upyog Pet ni samsya ma :-
પેટ દર્દ અનેક રીતે થતો હોય છે ક્યારેલ્ક વધારે તો ક્યારેક ઓછો. પેટના દુખાવા ની સમસ્યામાં કેસરનો ઉપયોગ કરવાથી રાહત મેળવી શકાય છે.. ૫૦૦મિગ્રા દાલચીની ચૂર્ણ માં ૬૫મિગ્રા કેસર નાખીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળી દરરોજ ૧-૧ સવાર સાંજ લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
કેસર ના ફાયદા આતરડા ની સમસ્યામાં | Kesar no upyog aatrda ni samsya ma:-
પાચનતંત્ર મજબુત હશે તો આતરડા સ્વસ્થ રહેશે. માટે જો તમને અત્રડા ની કોઈપણ સમસ્યા છે તો ૧૦-૧૫ મિલી કેસર નો ઉકાળો બનાવીને પીવાથી આતરડા ની લગભગ બધી જ પરેશાની માંથી રાહત મળી જશે.
માથાનો દુખાવો – સરદર્દ માં કેસર નો ઉપયોગ | Kesar no upyog mathana dukhavama :-
માથાના દુખાવાની સમસ્યા સતત રહેતી જ હોય છે તો ગાયના ઘીમાં કેસર નું ચૂર્ણ નાખીને તેમાં ખાંડ મિલાવીને પકાવો. હવે આ ઘી ના ૨-૩ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી નો દુખાવો, માથામાં સતત દુખાવો વગેરે જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.
માસિકધર્મ સબધીત સમસ્યાઓમાં કેસર :-
કેસરનો ઉપયોગ કરવાથી માસિક ધર્મ સબંધિત અનેક સમસ્યામાં રાહત મેળવી શકાય છે. અકરકારા અને કેસરને પીસીને તેની ૧૨૫ મિગ્રા જેટલી ગોળીઓ બનાવી લો. આં ગોળીનું સેવન કરવાથી માસિકધર્મ સબંધિત અનેક સમસ્યાઓમાંથી છુત્કારો મળી જાય છે.
કેસર ના ફાયદા પેશાબ સબંધિત સમસ્યામાં | Kesar na fayda pesab ni samsya ma :-
મૂત્રરોગ માં કેસરનો ઉપયોગ કરવો સારો ગણાય છે તેના માટે કેસરને આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી તે પાણીને પીસીને તેમાં મધ નાખીને એટલે કે તે પાણીમાં મધ નાખીને પીવાથી મુત્ર્વીકારમાં ફાયદો થાય છે.
૧૦-૧૫મિલી કેસર લઇ લો હવે તેને પાણીમાં નાખીને ઉકાળીને તેમાં થોડુક મીઠું નાખીને આ પાની પીવાથી પેશબ સબંધિત સમસ્યાઓમાં ખુબ જ ફાયદો થાય છે.
રક્તસ્ત્રાવ માં કેસર નો ઉપયોગ :-
નાક, કાન વગેરેમાંથી ઘણી વખત લોહી નીકળતું હોય છે. ઘણી વખત મોઢામાંથી પણ લોહી નીકળવાની સમસ્યા થતી હોય છે તેવામાં કેસર નો ઉપયોગ કરવો ખુબ જ ફાય્દેમદ સાબિત થાય છે. કેસરને બકરીના દુધમાં નાખીને પીવાથી ખુબ જ લાભ મળે છે.
કેસર ના ફાયદા સાંધાના દુખાવામાં | Kesar na fayda sandha na dukhavama:-
કેસરના પાંદડા ને પીસીને તેને ઘુઅતન કે જ્યાં જ્યાં સાંધા જકડાઈ ગયા હોય ત્યાં લગાવવાથી દુખાવો મતો જાય છે.
કોલેરા માં કેસર નો ઉપયોગ | Kesar no upyog kolerama :-
કેસર નો ઉપયોગ કોલેરા જેવી બીમારીમાંથી છુટકારો અપાવી શકે છે. લીંબુના ૫મિલી રસમાં કેસર મિલાવીને ચાટવાથી કોલેરામાં રાહત મળે છે.
કેસર ના ફાયદા લીવરની સમસ્યામાં કેસર | Kesar na fayda livar ni samsyama :-
લીવર ને લગતી અનેક સમસ્યાઓ ઘણી બધી વ્યક્તિઓને સતાવતી હોય છે. ૧૦મિલી કારેલાના જ્યુસમાં કેસર નું ચૂર્ણ મિલાવીને પીવાથી ફાયદો થાય છે.
હૃદયરોગ માં કેસર નો ઉપયોગ | Kesar no upyog Hraday rogma:-
આજે હૃદય રોગ એ સામાન્ય બીમારી થઇ ગઈ છે નાના નાના વ્યક્તિઓને પણ રદય્રોગ ના હુમલા આવતા હોય છે. હૃદય ને સ્વસ્થ બનાવતી જે કોઈપણ ઔષધી કે આયુર્વેદિક દવા સાથે કેસરને મિક્સ કરીને લેવાથી સારો એવો ફાયદો થાય છે.
કેસર ના ફાયદા તે ત્વચામાં નિખાર લાવે છે | Kesar na fayda skin mate:-
કેસરમાં ત્વચાને ગોરી અને હેલ્ધી બનાવવાનો ગુણ સમાયેલો છે.બે ચમચી દુધમાં કેસરને નાખીને ૧૫ મિનીટ સુધી એમને એમ રાખી દો. ત્યારબાદ તેમાં થોડુક મધ નાખીને ચહેરા પર લગાવો. ૨૦-૩૦ મિનીટ પછી ચહેરો ધોઈ નાખવો. ફરક તમે પોતે જ જોઈ શકશો.
ચંદન પેદ્ર, દૂધ અને કેસર ને મિક્સ કરીને તેનો ફેસ માસ્ક બનાવીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.
કેસર ના નુકસાન | Kesar na nukshan:-
કેસરનું વધારે પડતી માત્રામાં સેવન કરવાથી ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, ભૂખ ઓછી લાગવી વગેરે જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
કેસર નું વધારે સેવન કરવાથી આંખોની સમસ્યા થઇ શકે છે.
જે વ્યક્તિઓને પહેલાથી જ બ્લડપ્રેશર ની સમસ્યા છે તેઓએ કેસર નો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહિ. જો વધારે પડતી કેસર નું સેવન કરવામાં આવે છે તો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઇ જઈ શકે છે.
કેસર ને સંબંધિત લોકોને મુજ્વતા પ્રશ્નો
આપણી બીમાંરીકે કોઈપણ ખાસ સમસ્યા ના આધારે કેસર નું સેવન કરવું જોઈએ.
કેંસર ચિંતા, તણાવ, અને પેટના દર્દ ને દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે.અને તેના ખાસ ગુણો ને લીધે તે ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી માનવામાં આવે છે.
હા, ખવડાવી શકાય બાળકોની ઉમર પ્રમાણે એટલી માત્રામાં. કેસરયુક્ત દૂધ પીવડાવવાથી ખુબ જ ફાયદો થાય છે. શરદી અને તાવ, ઉધરસ માં કેસર નો ઉપયોગ કરી શકાય છે.
કેસર ગરમ તાસીર વારી હોય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
એનર્જી ડ્રિંક પીવાના નુકશાન | એનર્જી ડ્રિંક ના નુકશાન | energy drink na nukshan
દેશી ચણા ખાવાના ફાયદા | દેશી ચણા ના નુકશાન | Deshi chana khava na fayda
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે