આ આર્ટીકલ ની અંદર અમે ખજુર ના ફાયદા, ખજુર અને દૂધ પીવાના ફાયદા, ખજુર નું દૂધ બનાવવાની રીત, સુકી ખજૂર ખાવાના ફાયદાઓ , ખજુર નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, khajur na fayda, health benefits of dates in Gujarati વિશે જણાવશું
Table of contents
ખજૂર ના ફાયદા – Khajur na fayda
પ્રાચીન સમય થી આપણા દેશ માં ખજૂર નો ઉપયોગ થતો આવ્યો છે. સમુદ્ર કિનારા ની રેતાળ જમીન માં આ ઝાડ પુષ્કળ પ્રમાણ માં થાય છે.
આપણે જે ખજૂર ખાઈએ છીએ તે ખજૂર બસરા અને અરબસ્તાન માંથી આવે છે. અરબસ્તાન, ઈરાન, અને ઈજીપ્ત માં ખજૂર પુષ્કળ પ્રમાણ માં થાય છે.
ખજૂરી ના પુરેપુરા પાકેલા લીલા રસદાર ફળો ને ખજૂર કહે છે અને ખજૂરી ના અધકચરા પાકેલા સુકા ફળો ને ખારેક કહે છે અને ગુજરાત માં ખારેક કચ્છમાં પુષ્કળ પ્રમાણ માં થાય છે.
ખજૂર ની અલગ અલગ ઘણી બધી જાતો આવે છે. આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સજાગ થઇ ગયા છે અને એ પણ જાણી ગયા છે કે ખાંડ સેહત માટે કેટલી હાનીકારક છે.
Health benefits of dates in Gujarati
ખાંડ ની અવેજી માં ખજૂર ખાવું બહુ જ સારું માનવામાં આવે છે. અને આજ કાલ તો ખજૂર માંથી બનતો ગોળ પણ બઝાર માં ઉપલબ્ધ્ધ છે.
મુસ્લિમ સમુદાય માં ખજૂર ને ખુબ જ માન્યતા મળેલ છે. રમઝાન ના મહિના માં રોઝા ખોલવા માટે તેઓ ખજૂર નો જ ઉપયોગ કરે છે. કારણ કે ખજૂર ખાવાથી શરીર ને તરત જ ગરમી મળે છે. તે ખાવાથી પેટ ભરેલું લાગે છે.
તાજી ખજૂર બહુ જ પોચી હોય છે જે આરામ થી પચી જાય છે. તેમાં ગ્લુકોઝ ની અને ફાઈબર ની માત્રા ખુબ જ હોય છે.
ખજૂર કાર્બોહાઈડ્રેટ, અને ખનીજ તત્વો થી ભરપૂર હોય છે. ખજૂર માં ૭૦% ભાગ ગ્લુકોઝ નો હોય છે,
ખજૂર ના ફાયદા તેની અંદર વિટામીન- એ,બી,અને સી પુષ્કળ પ્રમાણ માં હોય છે. લોહતત્વ, તાંબુ અને ફોસ્ફરસ હોવાથી આહાર રૂપે ખજૂર ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો જણાવીએ તમને ખજૂર ખાવાના અનેક ફાયદાઓ વિશે.
ચણા અને ખજૂર ખાવાના ફાયદા – Khajur na fayda
રાત્રે એક મુઠ્ઠી ચણા અને પાંચ થી દસ ખજૂરને પલાળી ને સવારે ખાવાથી શરીર માં તાકાત વધે છે.
જે વ્યક્તિઓનો વજન બહુજ ઓછો હોય તેઓએ ખજૂર સાથે ચણા ખાવાથી અમુક જ દિવસો માં વજન વધવા લાગે છે અને ચામડી માં ચમક આવવા લાગે છે.
નાના બાળકો ને પણ આવી રીતે ખજૂર અને ચણા ખવડાવવા થી તેઓનો વિકાસ થાય છે.
સુકી ખજૂર ના ફાયદા
સવાર સાંજ ૩ થી ૪ સુકી ખજૂર ખાવાથી દમ ની બીમારી માં ફાયદો થાય છે સાથે સાથે શુગર ને પણ કંટ્રોલ માં રાખે છે.
સુકી ખજૂર માં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા અને દાંતો ને મજબૂત બનાવે છે.
જે લોકો નું પેટ ખરાબ રહેતું હોય તેઓએ સુકી ખજૂર ખાવાથી ફાયદો થાય છે.
સવાર સાંજ બે થી ત્રણ ખજૂર ચાવી ચાવી ને ખાઈ જવી અને ઉપર થી ગરમ પાણી પીવું. કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે.
પેશાબ સંબંધિત સમસ્યા માં પણ સુકી ખજૂર ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.
દરરોજ સુકી ખજૂર ખાવાથી શરીર માં રહેલી લોહી ની ઉણપ ને પણ દૂર કરે છે,khajur na fayda.
અહી નીચે ખજૂર ના અમુક ઘરગથ્થું ઉપચારો આપવામાં આવેલા છે. જે તમને ખુબ જ ઉપયોગી થશે,health benefits of dates in Gujarati.
ખજુર અને દૂધ પીવાના ફાયદા
Khajur – ખજૂર અને દૂધની અંદર સારી માત્રામાં કેલ્શિયમ હોય છે માટે આ દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવા દૂર થાય છે
ખજૂર અને દૂધ નું સેવન કરવાથી આપણા શરીરની અંદર ખૂબ જલ્દી એનર્જી મળે છે
આ દૂધની અંદર સારી માત્રામાં પ્રોટીન હોય છે જે તમારા શરીરની અંદર મસલ્સ બનાવવામાં મદદરૂપ થાય છે
ખજૂર નું દૂધ બનાવવાની રીત
ખજુર નું દૂધ બનાવવા આપણે જોઇશે ૫૦૦ ગ્રામ દૂધ, ૮ થી ૧૦ નંગ ખજૂર કટકા કરેલી, કાજુ, બાદમ, પીસ્તા જરૂરિયાત અનુસાર,૨ મોટી ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક(ઓપ્સનલ)
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં કટકા કરેલી ખજૂર, બધા ડ્રાય ફ્રુટ્સ નાખી દો અને લગભગ ૧૫ મિનીટ સુધી ઉકાળો.
ઘટ્ટ થવા લાગે અને ખજૂર પોચી થવા લાગે ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખી ને ૫ મિનીટ સુધી ફરી ઉકાળો.
દૂધ ઠંડુ થાય એટલે મીક્ષર અથવા હેન્ડ બ્લેન્ડર ની મદદ થી પીસી લ્યો અને સેર્વિંગ ગ્લાસ માં કાઢી ને ડ્રાય ફ્રુટ્સ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
ક્યારે ખજુર ના દૂધ નું સેવન કરવું?
ખજુર અને દૂધ ને સવારે ભૂખ્યા પેટે પી શકો છો, રાત્રે સુતા પહેલા પણ પી શકાય છે.
ટેસ્ટ માં પણ બેસ્ટ છે અને હેલ્થ માટે પણ બેસ્ટ છે
ખજુર નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી
ખજૂર, જીરું, સિંધા નમક, મરી, સુંઠ, પીપળીમૂળ અને લીંબૂ ના રસ ને સપ્રમાણ માત્રા માં લઇ ને ચટણી જેવું બનાવી લો. જો તમને ગેસ ની સમસ્યા છે તો આ ચટણી દિવસ માં બે-ત્રણ વાર ચાટતા રહો. ગેસ ની સમસ્યા માંથી તરત જ છુટકારો મળશે.
જો તમને ક્ષય રોગ થયો છે અથવા ક્ષય ની ઉધરસ થઇ છે તો, ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપળ સરખે ભાગે લઇ ને મિક્ષ કરી ને ચૂર્ણ બનાવી ને ચાટવાથી ફાયદો થાય છે. બાળકો માટે પણ આ ચૂર્ણ સ્વાદિષ્ટ હોઈ રુચિકારક અને બળ પ્રદાન કરે છે.
દરરોજ 5 થી 7 ખજૂર ખાઈ તેના ઉપર ગરમ દૂધ પીવાથી થોડા દિવસ માં જ શરીર માં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી બને છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે.
દસ તોલા ખજૂર અને પાંચ તોલા દ્રાક્ષ ખાવાથી સુકલકડી શરીર વાળા દર્દીઓના શરીર માં નવું લોહી પેદા થાય છે.
શીયાળા માં સવારે ઠળિયા કાઢેલી ખજૂર ને દેશી ઘી માં સાંતડી ને તેના ઉપર એલચી, સાકર નાખી ગરમ દૂધ પીવાથી પુષ્કળ પ્રમાણ માં આયરન મળે છે.
ભાત ના ઓસમણ ના પાણી માં ખજૂર ને પીસી ને થોડું પાણી નાખી ને પ્રવાહી જેવું બનાવી, બાળક ને બે-ત્રણ વખત આપવાથી દુબળા બાળક માટે બહુ જ સારું ટોનિક નું કામ કરે છે.
ઘરગથ્થું ઉપચાર મા ખજુર નો ઉપયોગ કરવાની રીત
ખજૂર ખાઈ ઉપર ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગવાથી કે ઘા માંથી પુષ્કળ લોહી વહી જવાથી લોહી ઘટવાને લીધે આવતી નબળાઈ દૂર થાય છે.
ખજૂર , સુંઠ, દ્રાક્ષ, સાકર, અને ઘી ને દૂધ માં નાખી ને પીવાથી જીર્ણ જવર માં ફાયદો થાય છે.
મધ સાથે ખજૂર ખાવાથી રક્તપિત્ત મટે છે. પાંચ થી છ ખજૂર ને ઉકાળી તેમાં થોડીક મેથી નાખી પીવાથી કમર ના દુખાવામાં રાહત થાય છે.
ચાર-પાંચ ખજૂર ને રાત્રે પલાળી, સવારે મસળી ને તેમાં મધ નાખી ને સાત દિવસ સુધી પીવાથી લીવર ની બીમારી માં ફાયદો થાય છે.
ખજૂર નો ઠળિયો બાળી કોલસો કરી તેની રાખ દિવસ માં બે-ત્રણ વાર ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
ખારેક કે ખજૂર ના ઠળિયા ને બાળી તેની રાખ કરી કપૂર અને ઘી સાથે મેળવી ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે. તથા રાત્રે પલાળેલી ખજૂર ને સવારે મસળી ને ખાઈ જવાથી મળશુદ્ધિ થાય છે.
આમળા, ખજૂર , પીપળ, શિલાજીત, નાની એલચીના દાણા, જેઠીમધ નું સત્વ, સફેદ ચંદન, કાકડી ના બી નો, મગજ અને ધાણા આ બધા ને સરખે ભાગે લઇ ને તેના બરાબર સાકર મિલાવો. પહેલા ખજૂર અને શિલાજીત સિવાય ની ઔષધી ને બારીક ચૂર્ણ બનાવો પછી ખજૂર ને અલગ થી પીસી ને તેમાં સાકર અને શિલાજીત મિલાવી લો. રોજ સવારે અડધો તોલો આ ચૂર્ણ ગાય ના દૂધ સાથે સેવન કરવાથી પ્રમેહ અને સ્વપ્ન દોષ મટે છે.
ખજૂર ને ખાવાને લગતા અમુક એવા પ્રશ્નો જે વ્યક્તિઓને મુજાવતાં હોય છે, ચાલો જણાવીએ એવા પ્રશ્નો અને તેના જવાબો.
ખજુર નું સેવન કરવાથી કોઈ નુકશાન થતું નથી પરંતુભોજન સમયે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ
ખજુર ની તાસીર ગરમ છે તેથી ઋતુ પ્રમાણે તેનું સેવન કરવાની રીત બદલી જાય છે ઉનાળા મા રાતે પલાડેલ ખજુર નું સવારે સેવન કરવું જોઈએ, શિયાળામાં તેનું સીધું સેવન કરી શકો છો જો ઈચ્છો તો ઘી મા સેકી તેનું સેવન કરી શકો છો
ડાયાબીટીસ ના દર્દીએ તેના ડોક્ટર ની સલાહ લીધા પછી જણાવેલ માત્રમાજ ખજુર નું સેવન કરવું જોઈએ
આમ તો તમે ખજુર દિવસ મા ગમે તે સામે ખાઈ શકો છો પણ સવરે ભૂખ્યા પેટે ખજુર નું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે, જો તમે જીમ કે વર્કઆઉટ કરો છો તો તેના એક કલાક પહેલા ખજુર નું સેવન કરી શકો છો
અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ખજુર ના ફાયદા, ખજૂર અને દૂધ ના ફાયદા , ચણા અને ખજૂર ખાવાના ફાયદા ,ખજૂર ખાવાના ફાયદા ,ખજુર નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, khajur na fayda, health benefits of dates in Gujarati નો અભિપ્રાય આપજો
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
જાંબુ ના ફાયદા | જાંબુ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત | Jambu na fayda
જીરું ના ફાયદા | જીરું નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | jeeru na fayda
શિયાળા નો ખોરાક જે તમારા સ્વાથ્ય માટે ફાયદાકારક છે તેમજ શું ના ખાવું જોઈએ
ગુંદા ના ફાયદા | ગુંદા નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Gunda na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે