મેથી ખાખરા, જીરા ખાખરા, પાવભાજી ખાખરા, પાણીપુરી ખાખરા, આચારી ખાખરા ને સાદા ખાખરા ખાખરા બનાવવાની રીત

ખાખરા બનાવવાની રીત - khakhra banavani rit – khakhra recipe in gujarati
Image credit – Youtube/Bindiya plus Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bindiya plus Kitchen YouTube channel on YouTube ,આજે આપણે મેથી ખાખરા, જીરા ખાખરા, પાવભાજી ખાખરા, પાણીપુરી ખાખરા ને આચારી ખાખરા બનાવવાની રીત – khakhra banavani rit – khakhra recipe in gujarati શીખીશું. જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે

ખાખરાના લોટ બાંધવાની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ ½ કપ
  • જરૂર મુજબ પાણી

મેથી ખાખરા બનાવવા માટેની સામગ્રી

  • કસુરી મેથી 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • તેલ ½ ચમચી

પાવભાજી ખાખરા બનાવવા માટેની સામગ્રી

  • પાઉંભાજી મસાલો ½ ચમચી
  • લસણની પેસ્ટ ¼ ચમચી
  • તેલ ½ ચમચી

જીરા ખાખરા બનાવવા માટેની સામગ્રી

  • જીરું ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ ½ ચમચી

આચારી ખાખરા બનાવવા માટેની સામગ્રી

  • આચાર મસાલો ½ ચમચી
  • તેલ ½ ચમચી

પાણીપુરી ખાખરા બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા, ફુદીનો, મરચા ની પેસ્ટ 1 ચમચી
  • પાણીપુરી મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • તેલ ½ ચમચી
  • કોરો લોટ 1 ચમચી

ખાખરા બનાવવાની રીત |  khakhra banavani rit | khakhra recipe in gujarati

ખાખરા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરી મસળી લ્યો ને ઢાંકી ને અડધો કલાક થી એક કલાક એક બાજુ મૂકો

હવે એકાદ કલાક પછી લોટ ને ફરી થી ચાર પાંચ મિનિટ મસળી લ્યો ને એના એક સરખા છ ભાગ કરી લ્યો ને લોટના લુવા બનાવી લ્યો ને એના પર કોઈ ઢાંકણ કે કપડું ઢાંકી દયો જેથી સુકાય નહિ

Advertisement

સાદો ખાખરો બનાવવાની રીત – sada khakhra banavani rit

એક લુવો લ્યો ને એને મસળી ને બે ગોળ લુવા બનાવો ને એક લુવો લઈ કોરા લોટ લઈ ને પાતળી વણી ને ખાખરો બનાવી લેવો આમ બીજો ખાખરો પણ પાતળો વણી તૈયાર કરવા બને ખાખરા ને કપડા નીચે મુકવા જેથી સુકાઈ ના જાય

હવે ગેસ પર એક તવી ગરમ કરવી ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખવો ને સાદો વાનેલો ખાખરો તવી પર મૂકવો એક બાજુ સેજ ચડે એટલે ઉથલાવી લેવો બીજી બાજુ પણ થોડો ચડાવી લેવો ને તવી પર થી ઉતારી લેવો આમ બધા ખાખરા થોડા ચડાવી  ઉતારી લ્યો ને ઠંડા કરો ત્યાર બાદ ફરી થી ખાખરા ને તવી પર મૂકો ને ખાખરા કપડા ના નેપકીન થી દબાવતા જઈ બધી બાજુ થી ચડાવી લેવો હવે એને ઉથલાવી ને બીજી બાજુ પણ કપડા થી દબાવી લેવા આમ બને બાજુ ગોલ્ડન જેવો દબાવી દબાવી ને શેકી લેવો   

સાદો ખાખરો તૈયાર છે આમ બીજા સાદા ખાખરા તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે ખાખરા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સવાર કે સાંજ ના નાસ્તામાં ચા સાથે ખાઓ કે પ્રવાસમાં લઈ જઈ શકો છો સાદા ખાખરા.

મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhara banavani rit

મેથી ખાખરા બનાવવા બાંધેલા લોટ ના લુવા માંથી એક લુવો લ્યો એમાં કસૂરી મેથી, અજમો ને તેલ નાખી બે ત્રણ મિનિટ મસળી ને પાંચ મિનિટ ઢાંકી મૂકો ત્યાર બાદ એના જે સાઇઝ ના ખાખરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવો કોરા લોટ લઈ પાતળા વણી લ્યો ને વણેલા ખાખરા પર કપડું ઢાંકી રાખવું જેથી સુકાય નહિ

હવે ગેસ પર એક તવી ગરમ કરવી ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખવો ને મેથી ખાખરાનો વાનેલો ખાખરો તવી પર મૂકવો એક બાજુ સેજ ચડે એટલે ઉથલાવી બીજી બાજુ પણ થોડો ચડાવી લેવો ને તવી પર થી ઉતારી લેવો આમ બધા ખાખરા થોડા ચડાવી  ઉતારી લ્યો ને ઠંડા કરો

ત્યાર બાદ ફરી થી ખાખરા ને તવી પર મૂકો ને લેવો ત્યાર બાદ કપડા ના નેપકીનથી દબાવતા જઈ બધી બાજુ થી ચડાવી લેવો હવે એને ઉથલાવી ને બીજી બાજુ પણ કપડા થી દબાવી લેવા આમ બને બાજુ ગોલ્ડન જેવો દબાવી દબાવી ને શેકી લેવો                 

મેથી ખાખરો તૈયાર છે આમ બીજા મેથી ખાખરા તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે ખાખરા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સવાર કે સાંજ ના નાસ્તામાં  ચા સાથે ખાઓ કે પ્રવાસમાં લઈ જઈ શકો છો મેથી ખાખરા.

જીરા ખાખરા બનાવવાની રીત | jira khakhra banavani rit

જીરા ખાખરા બનાવવા બાંધેલા લોટ ના લુવા માંથી એક લુવો લ્યો એમાં જીરું, લાલ મરચાનો પાઉડર,હળદર ને તેલ નાખી બે ત્રણ મિનિટ મસળી ને પાંચ મિનિટ ઢાંકી મૂકો ત્યાર બાદ એના જે સાઇઝ ના ખાખરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવો કોરા લોટ લઈ પાતળા વણી લ્યો ને વણેલા ખાખરા પર કપડું ઢાંકી રાખવું જેથી સુકાય નહિ

હવે ગેસ પર એક તવી ગરમ કરવી ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખવો ને જીરું ખાખરો તવી પર મૂકવો એક બાજુ સેજ ચડે એટલે ઉથલાવી લેવો બીજી બાજુ પણ થોડો ચડાવી લેવો ને તવી પર થી ઉતારી લેવો આમ બધા ખાખરા થોડા ચડાવી  ઉતારી લ્યો ને ઠંડા કરો

ત્યાર બાદ ફરી થી ખાખરા ને તવી પર મૂકો ને ત્યાર બાદ કપડા ના નેપકીન થી દબાવતા જઈ બધી બાજુ થી ચડાવી લેવો હવે એને ઉથલાવી ને બીજી બાજુ પણ કપડા થી દબાવી લેવા આમ બને બાજુ ગોલ્ડન જેવો દબાવી દબાવી ને શેકી લેવો

જીરું ખાખરો તૈયાર છે આમ બીજા જીરું ખાખરા તૈયાર કરી લ્યો ને ઠંડા થાય ત્યાર બાદ ખાખરા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સવાર કે સાંજ ના નાસ્તામાં ચા સાથે ખાઓ કે પ્રવાસમાં લઈ જઈ શકો છો જીરું ખાખરા.

પાઉંભાજી ખાખરા બનાવવાની રીત |pavbhaji khakhra banavani rit

પાઉંભાજી ખાખરા બનાવવા બાંધેલા લોટ ના લુવા માંથી એક લુવો લ્યો એમાં પાઉંભાજી મસાલો, લસણ પેસ્ટ ને તેલ નાખી બે ત્રણ મિનિટ મસળી ને પાંચ મિનિટ ઢાંકી મૂકો ત્યાર બાદ એના જે સાઇઝ ના ખાખરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવો કોરા લોટ લઈ પાતળા વણી લ્યો ને વણેલા ખાખરા પર કપડું ઢાંકી રાખવું જેથી સુકાય નહિ

હવે ગેસ પર એક તવી ગરમ કરવી ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખવો ને પાઉંભાજી ખાખરો તવી પર મૂકવો એક બાજુ સેજ ચડે એટલે ઉથલાવી લેવો બીજી બાજુ પણ થોડો ચડાવી લેવો ને તવી પર થી ઉતારી લેવો આમ બધા ખાખરા થોડા ચડાવી  ઉતારી લ્યો ને ઠંડા કરો ત્યાર બાદ ફરી થી ખાખરા ને તવી પર મૂકો ને ત્યાર બાદ કપડા ના નેપકીન થી દબાવતા જઈ બધી બાજુ થી ચડાવી લેવો હવે એને ઉથલાવી ને બીજી બાજુ પણ કપડા થી દબાવી લેવા આમ બને બાજુ ગોલ્ડન જેવો દબાવી દબાવી ને શેકી લેવો                 

પાઉંભાજી ખાખરો તૈયાર છે આમ બીજા પાઉંભાજી ખાખરા તૈયાર કરી લ્યો ને ઠંડા થાય ત્યાર બાદ ખાખરા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સવાર કે સાંજ ના નાસ્તા ચા સાથે ખાઓ કે પ્રવાસમાં લઈ જઈ શકો છો પાઉંભાજી ખાખરા.

આચારી ખાખરા બનાવવાની રીત |achari khakhra banavani rit

આચારી ખાખરા બનાવવા બાંધેલા લોટ ના લુવા માંથી એક લુવો લ્યો એમાં બજારમાં તૈયાર મળતો આચારી મસાલો ને તેલ નાખી બે ત્રણ મિનિટ મસળી ને પાંચ મિનિટ ઢાંકી મૂકો ત્યાર બાદ એના જે સાઇઝ ના ખાખરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવો કોરા લોટ લઈ પાતળા વણી લ્યો ને વણેલા ખાખરા પર કપડું ઢાંકી રાખવું જેથી સુકાય નહિ

હવે ગેસ પર એક તવી ગરમ કરવી ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખવો ને આચારી ખાખરો તવી પર મૂકવો એક બાજુ સેજ ચડે એટલે ઉથલાવી લેવો બીજી બાજુ પણ થોડો ચડાવી લેવો ને તવી પર થી ઉતારી લેવો આમ બધા ખાખરા થોડા ચડાવી  ઉતારી લ્યો ને ઠંડા કરો ત્યાર બાદ ફરી થી ખાખરા ને તવી પર મૂકો ને ત્યાર બાદ કપડા ના નેપકીન થી દબાવતા જઈ બધી બાજુ થી ચડાવી લેવો હવે એને ઉથલાવી ને બીજી બાજુ પણ કપડા થી દબાવી લેવા આમ બને બાજુ ગોલ્ડન જેવો દબાવી દબાવી ને શેકી લેવો                        

આચારી ખાખરો તૈયાર છે આમ બીજા આચારી ખાખરા તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે ખાખરા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સવાર કે સાંજ ના નાસ્તા  ચા સાથે ખાઓ કે પ્રવાસમાં લઈ જઈ શકો છો આચારી ખાખરા.

પાણીપુરી ખાખરા બનાવવાની રીત | panipuri khakhra banavani rit

પાણીપુરી ખાખરા બનાવવા બાંધેલા લોટ ના લુવા માંથી એક લુવો લ્યો એમાં લીલા ધાણા ફુદીના મરચાની પેસ્ટ, પાણીપુરી મસાલો, આમચૂર પાવડર, તેલ ને કોરો લોટ નાખી બે ત્રણ મિનિટ મસળી ને પાંચ મિનિટ ઢાંકી મૂકો ત્યાર બાદ એના જે સાઇઝ ના ખાખરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવો કોરા લોટ લઈ પાતળા વણી લ્યો ને વણેલા ખાખરા પર કપડું ઢાંકી રાખવું જેથી સુકાય નહિ

હવે ગેસ પર એક તવી ગરમ કરવી ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખવો ને પાણીપુરી ખાખરો તવી પર મૂકવો એક બાજુ સેજ ચડે એટલે ઉથલાવી લેવો બીજી બાજુ પણ થોડો ચડાવી લેવો ને તવી પર થી ઉતારી લેવો આમ બધા ખાખરા થોડા ચડાવી  ઉતારી લ્યો ને ઠંડા કરો

ત્યાર બાદ ફરી થી ખાખરા ને તવી પર મૂકો ને ત્યાર બાદ કપડા ના નેપકીન થી દબાવતા જઈ બધી બાજુ થી ચડાવી લેવો હવે એને ઉથલાવી ને બીજી બાજુ પણ કપડા થી દબાવી લેવા આમ બને બાજુ ગોલ્ડન જેવો દબાવી દબાવી ને શેકી લેવો               

પાણીપુરી ખાખરો તૈયાર છે આમ બીજા પાણીપુરી ખાખરા તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે ખાખરા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સવાર કે સાંજ ના નાસ્તા ચા સાથે ખાઓ કે પ્રવાસમાં લઈ જઈ શકો છો પાણીપુરી ખાખરા.

અહી અમે બે થી ત્રણ ખાખરા બનાવવા માટેની સામગ્રી નું માપ આપેલ છે તમને જે ટેસ્ટ ના ખાખરા બનાવવા હોય એ પ્રમાણે એ ટેસ્ટ નો મસાલા ને લોટ નો ઉપયોગ કરવો

khakhra recipe notes

  • ખાખરા ના લોટ ને વણેલા ખાખરા ને હમેશા ઢાંકી રાખવા જેથી સુકાય નહિ સુકાયેલા ખાખરા શેકતી વખતે જાડપથી બરી જસે ને સ્વાદમાં મજા નહિ આવે
  • ખાખરા ને કપડાના નેપકીન કે લાકડાના ડટટા થી દબાવી ને શેકવા
  • જ્યારે પણ ખાખરા શેકો શેકવામાં ગેસ સાવ ધીમો રાખવો

Khakhara recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bindiya plus Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પંજાબી રાજમા બનાવવાની રીત | panjabi rajma banavani rit | panjabi rajma recipe in gujarati

ઓટ્સ રવા ઢોસા રેસીપી | Rava dosa banavani rit | Rava Dosa recipe in Gujarati

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

ગુલાબ જામુન રેસિપી | ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun recipe in gujarati | gulab jambu banavani rit

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement