
નમસ્તે મિત્રો આજ અમે લાવ્યા છીએ રૂ જેવા સોફ્ટ ખમણ ઢોકળા બનાવવાની રીત , khaman dhokla recipe in Gujarati.
khaman dhokla recipe in Gujarati
ખમણ ઢોકળા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- બેસન ૧ કપ
- સ્વાદ મુજબ મીઠું
- પા ચમચી હળદર
- ઇનો ૧ ચમચી
- ખાંડ ૩-૪
- રાઈ જીરું ૧ ચમચી
- પા ચમચી હિંગ
- મીઠો લીમડો ૧ દાડી
- લીલા મરચા ૨-૩
- નારિયળ નું છીણ ૨-૩ ચમચી
- લીલા ઘણા ૪-૫ ચમચી
- ૧ લીંબુ નો રસ
- તેલ ૧-૨ ચમચી
- પાણી જરૂર મુજબ
ખમણ ઢોકળા બનાવવાની રીત
ખમણ ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસન લ્યો તેમાં પા ચમચી હળદર ,સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી બધું બરોબર મિક્સ કરો,
ત્યાર બાદ ગાંઠા ના પડે તેમ થોડું થોડું પાણી નાખી ને મીડીયમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી ને ૧૫-૨૦ મિનિટ એક બાજુ મૂકો
હવે ઢોકળા બનાવવા માટે ગેસ પર ફૂલ તાપે ઢોકરિયા મા પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ને ગરમ મૂકો,
પાણી ગરમ થઇ ઉકળે ત્યાં સુંધી એક થાળી કે ડબ્બા માં બધી બાજુ તેલ લગાડી ગ્રીસ કરી લ્યો
ત્યાર બાદ બેસન ના મિશ્રણ માં એક ચમચી ઇનો નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખી થાળી ધોકરીયા માં મૂકી ઢાંકણ ઢાંકી ૧૫-૨૦ મિનિટ બાફવા દેવું,
૧૫-૨૦ મિનિટ પછી બાફેલા ઢોકળા ને કાઢી લઈ ઠંડા થવા દેવા ને બીજા વાસણ માં કાઢી લેવા ને ત્યાર બાદ તેના કટકા કરી લેવા
હવે ગેસ પર એક કડાઇ માં ૧-૨ ચમચી તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી હિંગ નાખવી ત્યાર બાદ તેમાં મીઠો લીમડો,લીલા મરચા સુધારેલા નાખી તેમાં અડધો કપ પાણી નાખો,
ત્યાર બાદ તેમાં ખાંડ ને એક બે ચપટી મીઠું નાખી ઉકાળો છેલ્લે તેમાં લીલા ઘણા ને લીંબુ નાખી ગેસ બંધ કરી વાઘાર ને કટકા કરેલા ઢોકળા પર રેડી નાખો ને ફરી લીલા ઘણા ને ટોપરા નો છીણ થી ગાર્નિશ કરી લીલી ચટણી સાથે પીરસો ખમણ ઢોકળા,
khaman dhokla recipe
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી ઢોકરા બનાવવાની રીત – Faradi Dhokra Recipe in Gujarati
ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા – Instant Rava Masala Dhosa(Opens in a new browser tab)
ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત -Dal dhokri recipe in Gujarati
લીલા ચણા નું શાક બનાવવાની રીત – Lila chana nu shaak
લીલા વટાણા ના ઉત્તપમ બનાવવાની રીત – Lila vatana na uttam
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે