નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે ખમંગ કાકડી બનાવવાની રીત – khamang kakdi banavani rit gujarati ma શીખીશું. ખમંગ કાકડી એ એક મહારાષ્ટ્રીયન કચુંબર વાનગી છે જે પ્રોટીન, વિટામીન્સ અને કેલેરી થી ભરપુર છે અને ખૂબ ઓછી મહેનતે અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ khamang kakdi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ખમંગ કાકડી બનાવવા જરૂરી સામગ્રી | khamang kakdi ingredients
- સાવ ઝીણી સુધારેલી કાકડી 2
- શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલું નારિયળ છીણેલું 2-3 ચમચી
- ખાંડ 1 ચપટી
- લીંબુ નો રસ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ખમંગ કાકડી વઘાર માટેની સામગ્રી
- ઘી 2 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ 1 ચપટી
- મીઠા લીમડાના પાન 2-3 ઝીણા સુધારેલા ( ઓપ્શનલ છે )
ખમંગ કાકડી બનાવવાની રીત | khamang kakdi recipe in gujarati
ખમંગ કાકડી બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અને સુધારેલ કાકડી ને એક વાસણમાં નાખી એના પર સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ બાદ હાથ વડે કે કપડા માં કાકડી લઈ ને નીચોવી એનું બધું જ પાણી કાઢી નાખો અને બીજા વાસણમાં નાખો ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા ને ધસ્તા વડે અધ કચરા ખાંડી લ્યો અને એને કાકડી માં નાખો
ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, છીણેલું લીલું નારિયળ, ખાંડ અને ચપટી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખી (અહી તમે બે ત્રણ ઝીણા સુધારેલ મીઠા લીમડાના પાન નાખી તતડાવી ને પણ નાખી શકો છો) ગેસ બંધ કરી નાખો અને તૈયાર વઘાર ને કચુંબર પર નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ખમંગ કાકડી.
khamang kakdi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit
ભાતના વડા બનાવવાની રીત | bhaat na vada banavani rit | bhaat vada recipe in gujarati
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati
રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati
ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે