નમસ્તે મિત્રો આજે આપણે ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત – Khari lassi ane mithi lassi banavani rit શીખીશું, do subscribe Raj Ki Recipes YouTube channel on YouTube If you like the recipe , લસ્સી ખારી અને મીઠી બને રીત ની બનતી હોય છે દહીં માંથી બનતી લસ્સી પંજાબ માં ખુબ પ્રખ્યાત હોય છે પણ હવે તો આખા ભારત માં લસ્સી પ્રખ્યાત છે એમ કઈ એ કે ભારત બહાર પણ લસ્સી પ્રખ્યાત છે તો આજ એજ કોઈ પણ ફ્લેવર્સ વગર સાદી ખારી અને મીઠી લસ્સી બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ખારી લસ્સી બનાવવા માટેની સામગ્રી
- ઠંડુ દહીં 1 કપ
- દૂધ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ફ્રેશ મલાઈ 1-2 ચમચી
- બરફ ના ટુકડા જરૂર મુજબ
મીઠી લસ્સી બનાવવા માટેની સામગ્રી
- ઠંડુ દહીં 1 કપ
- કેસર ના તાંતણા 8-10
- દૂધ ¼ કપ
- ખાંડ 2 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- ફ્રેશ મલાઈ 1-2 ચમચી
- ડ્રાય ફ્રુટ ની કતરણ 1-2 ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત
સૌપ્રથમ આપણે ખારી લસ્સી બનાવતા શીખીશું ત્યારબાદ મીઠી લસ્સી બનાવતા શીખીશું
ખારી લસ્સી બનાવવાની રીત
ખારી લસ્સી બનાવવા મિક્સર જારમાં ઠંડુ દહી નાખો સાથે પા કપ ઠંડુ દૂધ નાખો ને સ્વાદ મુજબ મીઠું અને બરફ ના કટકા નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી એક બે વખત બરોબર ફેરવી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં કાઢી લ્યો ને એના ઉપર ફ્રેશ મલાઈ મૂકી ઉપર શેકેલ જીરું નો પાઉડર છાંટી મજા લ્યો ખારી લસ્સી
અથવા જો મિક્સર માં ના બનાવી હોય તો એક તપેલી માં ઠંડુ દહીં નાખો સાથે ઠંડુ દૂધ અને મીઠું નાખી જેણી વડે બરોબર મિક્સ કરી જેરી લ્યો ત્યાર બાદ એમાં બરફ ના કટકા નાખી ફરીથી જેરી લ્યો ને ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં સર્વ કરી ઉપર ફ્રેશ મલાઈ મૂકી શેકેલ જીરું પાઉડર છાંટી ઠંડી ઠંડી સર્વ કરો ખારી લસ્સી.
મીઠી લસ્સી બનાવવા માટેની સામગ્રી
મીઠી લસ્સી બનાવવા સૌ પ્રથમ ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી દૂધ ને ઠંડુ કરી લ્યો અને ડ્રાય ફ્રુટ ની કતરણ તૈયાર કરી લ્યો
હવે મિક્સર જારમાં ઠંડુ દહીં , કેસર વાળુ દૂધ, ખાંડ ( ખાંડ ની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો ) , એલચી પાઉડર અને બરફ ના કટકા નાખી મિક્સર બંધ કરી દહી ને બરોબર પીસી લ્યો દહી બરોબર પીસી લીધા બાદ સર્વિંગ ગ્લાસ માં તૈયાર લસ્સી નાખો ઉપર ફ્રેશ મલાઈ મૂકો એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ઠંડી ઠંડી સર્વ કરો મીઠી લસ્સી.
Khari lassi ane mithi lassi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Raj Ki Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
એબીસી સલાડ બનાવવાની રીત | ABC salad banavani rit | ABC salad recipe in gujarati
ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe
દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit
કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે