આજે આપણે ઘરે ટેસ્ટી અને ચટપટી ખાટી મીઠી આમળાની કેન્ડી બનાવવાની રીત – Khati mithi aamla candy banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, do subscribe NishaMadhulika YouTube channel on YouTube If you like the recipe , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આમળા માં ઘણા બધા પોષક તત્વ હોય છે. બાળકો એમ જ આમળા ખાવાનું ટાળતા હોય છે પણ જો એને આમળા ની કેન્ડી બનાવી ને આપશો તો તે પણ હસતા હસતા ખાસે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ખાટી મીઠી આમળા ની કેન્ડી બનાવતા શીખીએ.
ખાટી મીઠી આમળાની કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી
- આમળા 300 ગ્રામ
- પાણી 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- આદુ ની પેસ્ટ 2 ચમચી
- ખાંડ 300 ગ્રામ
- કોર્ન ફ્લોર 1 ચમચી
- પાણી 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ઘી 1 ચમચી
- સુગર પાવડર 2 ચમચી
Khati mithi aamla candy banavani rit
આમળા ની કેન્ડી બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણી વાળી સ્ટીલ ની પ્લેટ મૂકો. હવે તેની ઉપર આમળા ને રાખો. હવે તેને ઢાંકી ને દસ થી બાર મિનિટ સુધી બાફી લ્યો.
આમળા ઠંડા થાય ત્યારે તેની એક એક કડી અલગ કરી તેના બીજ અલગ કરી દયો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પીસી ને રાખેલા આમળા નાખો. હવે તેને ધીમા તાપે પાંચ થી સાત મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી કેન્ડી ને સેકી લ્યો.
એક કટોરી માં કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ પેસ્ટ ને કેન્ડી માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં લીંબુ નો રસ અને ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી કેન્ડી ને સેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે એક બટર પેપર ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર કેન્ડી નું મિશ્રણ નાખો. હવે તેને ચોરસ સેપ માં બટર પેપર ને ફોલ્ડ કરતા વણી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં ચોરસ પીસ કરી લ્યો. હવે તેને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
અડધી કલાક પછી આમળા ની કેન્ડી નો એક પીસ કાઢો અને તેને સુગર પાવડર થી કોટ કરતા જાવ અને એક પ્લેટ માં રાખતા જાવ.
તૈયાર છે આપણી ટેસ્ટી અને ખાટી મીઠી આમળા ની કેન્ડી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Amla candy recipe gujarati notes
- આમળા ને પાણી મા નાખી ને બાફવા ની જગ્યા એ સ્ટિમ કરી ને બાફવા થી તેના પોષક તત્વો તેમાં જ રહે છે અને કેન્ડી ટેસ્ટી લાગે છે
ખાટી મીઠી આમળાની કેન્ડી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું | Dhaba stayle masaledar dum aalu
ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit
મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે