ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit

ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત - Khichu staffing ball banavani rit
Image credit – Youtube/Herina's Cooking Lab
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Herina’s Cooking Lab  YouTube channel on YouTube આજે આપણે ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત – Khichu staffing ball banavani rit શીખીશું. જે તમે સવાર સાંજ ના નાસ્તામાં કે સાઈડ ડીશ તરીકે બનાવી ને ખાઈ શકો છો ચાલો જોઈએ ખીચું સ્ટફિંગ બોલ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે

ખીચું બનાવવા માટેની સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • પાણી 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા મરચા પેસ્ટ 1-2
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તલ 1 ચમચી

ખીચું સ્ટફિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • બટેકા/ કેળા બાફેલા 1-2
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તેલ જરૂર મુજબ

ખીચું વઘાર માટેની જરૂરી સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • તલ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball recipe in gujarati

ખીચું બનાવવાની રીત | khichu banavani rit

ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી નાખી ગરમ કરો એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું, અજમો ને મરચાની પેસ્ટ નાખી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં ચારેલ ચોખાનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને થાળીમાં કાઢી ને ઠંડો કરવા મૂકો

ખીચું નું સ્ટફિંગ બનાવવાની રીત | Khichu nu stuffing banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા કેળા /બટેકા લ્યો એમાં સુધારેલ લીલા મરચાં, લીલા ધાણા, આમચૂર પાઉડર, હળદર, ચાર્ટ મસાલો સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એના જે સાઇઝ ના ખીચું બોલ બનાવવા હોય એ સાઇઝ ના બોલ બનાવી લ્યો

Advertisement

ખીચું બોલ બનાવવાની રીત | khichu ball banavani rit

જે ખીચું ઠંડુ કરવા રાખેલ એ લ્યો એક ચારણીમાં તેલ લગાવી ને રાખો બને હાથ માં તેલ લગાવો ને થોડું ખીચું લઈ એને ફેલાવી લ્યો ને વચ્ચે કેળા/બટેકા નો બોલ મૂકી ગોળ વારી લ્યો ને વારેલ બોલ ને તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ આમ બધા બોલ તૈયાર કરી લેવા ને ચારણીમાં મૂકતા જાઓ

જો તમારે સ્ટફિંગ વગર સાદા બોલ બનાવવા હોય તો એ પણ બનાવી ને ચારણી માં મૂકી દેવા

ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી એના પર ખીચું બોલ વારી ચારણી મૂકી આઠ દસ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો દસ મિનિટ પછી ચારણી કાઢી બોલ ને ઠંડા થવા દયો થોડા ઠંડા થાય પછી વઘાર કરવો

આમજ સાદા બોલ ને પણ બાફી ને ઠંડા કરી લ્યો ને વઘારી શકાય

ખીચું સ્ટફિંગ બોલ વઘરવાની રીત | khichu stuffing ball vagharvani rit

એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને તલ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો

 ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી ગેસ બંધ કરી એમાં ઠંડા થયેલા ખીચું સ્ટફિંગ બોલ નાખી મિક્સ કરો ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ ચટણી સોસ સાથે સર્વ કરો ખીચું સ્ટફિંગ બોલ

આ જ વઘારમાં તમે સાદા બાફેલા ખીચું બોલ ને પણ વઘારી ને તૈયાર કરી શકો છો

Khichu staffing ball banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Herina’s Cooking Lab ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચાટ મસાલો બનાવવાની રીત | chat masala banavani rit | chaat masala recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

પાન શોટ્સ શરબત બનાવવાની રીત | Paan Shots Sharbat Recipe

કેરી નો છુંદો બનાવવાની રીત | Keri no chundo banavani rit Gujarati

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Mango ice cream recipe in Gujarati

શક્કરીયા નો ચેવડો બનાવવાની રીત | Sakariya no chevdo banavani rit

ઠંડાઈ બનાવવા ની રીત | ઠંડાઈ નો મસાલો બનાવવાની સરળ રીત | Thandai banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement