આજ ના આર્ટીકલ ની અંદર ઘણા બધા વ્યક્તિઓ ને સતાવતી સમસ્યા ખીલ – khil – pimple ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો જેવાકે ખીલ થવાના કારણો – khil thavana karan – khil thavanu karan , ખીલ દૂર કરવાના ઉપાયો – khil dur karvana upay, ખીલ કાઢવાના ઉપાય, ખીલ દૂર કરવા માટે શું કરવું, ખીલ ની દવા – khil ni dava – khil matadava ni dava, ખીલ નો ઉપચાર – khil na gharelu upchar, ખીલ માટે દવા – khil ni dava desi , ખીલ ના ડાઘ દૂર કરવાના ઉપાય – khil na dag dur karvana upay, આ તમામ પ્રશ્નો ને આવરી લેવાય તેવી માહિતી રજુ કરી રહ્યા છીએ
ખીલ | khil | pimple
ખીલ-મુંહાસા-પિમ્પલ એક એવી સમસ્યા છે જે દરેક વ્યક્તિને પરેશાન કરતી હોય છે. ખાસ કરીને ૧૭-૨૧ વર્ષની વય ના વ્યક્તિઓને. આ ઉમર માં ખીલ થવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે. ખીલ ની સમસ્યા થી છુટકારો મેળવવાના અનેક ઘરેલું નુસખા છે જેના ઉપયોગ દ્વારા આપને તેમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. આ ઘરેલું ઉપચારની જાણકારી મેળવ્યા પહેલા એ જાણીએ કે ખીલ છે શું, તે શેના કારણે થાય છે, તેના લક્ષણો શું છે વગેરે બાબતોની જાણકારી મેળવવી જરુરીબની જાય છે. તો ચાલો જાણીએ એ બધી માહિતી વિષે.
ખીલ – પિમ્પલ શું છે :-
આપણા શરીરમાં વાત્ત-પિત્ત અને કફ ના અસંતુલન ને કારણે અનેક બીમારીઓ થતી હોય છે. એવી જ રીતે ખીલ પણ આપના શરીરમાં પિત્ત અને કફ દોષ ના અસંતુલન ને કારણે થતા હોય છે. જયારે આપણી ત્વચા માં રહેલા નાના નાના રોમ છિદ્રો પુરાઈ જાય છે અને તવા માં પેદા થતું તેલ તે રોમ છિદ્રો માં ભેગું થઇ જાય છે જેના કારણે ચહેરા પર નાના નાના ગોળ દાણા નીકળી આવે છે તેને આપણે ખીલ કહીએ છીએ.
હકીકતમાં પિમ્પલ આપણા શરીરમાં વાત્ત અને પિત્તના અસંતુલનને કારણે જ થાય છે, આપણી પાચન શક્તિ નબળી પડી જાય છે, આરોગેલો ખોરાક સારી રીતે પચતો નથી અને પેટ સારી રીતે સાફ થતું નથી, જો આપણું પેટ સારી રીતે સાફ થતું નથી તો પેટમાં મળ સ્વરૂપે જે કચરો જમા થાય છે તે આપના લોહીને ખરાબ કરે છે અને તેના લીધે જ ચહેરા પરના રોમ છિદ્રો પુરાઈ જાય છે. અને પરિણામ સ્વરૂપે આપણને ખીલ થાય છે.
ખીલ થવાના કારણો | khil thavana karan | khil thavanu karan :-
આમ તો પિમ્પલ થવાના અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ મુખ્યત્વે જે કારણ જવાબદાર છે એ છે, આપણી ખાવા પીવાની આદતો અને આપણી જીવનશૈલી. ચાલો જાણીએ કે આ બે કારણો સિવાય બીજા કયા કારણો હોઈ શકે છે.
ખીલ થવાનું કારણ તમારું ભોજન- ડાયેટ :-
વધારે પડતી તેલ મસાલા વાળી વસ્તુઓ ખાવી, મસાલેદાર ખાવાનું ખાવું, પિઝ્ઝા, બર્ગર, પેસ્ટ્રી, કેક, વગેરે જેવા ફાસ્ટ ફૂડ નું સેવન કરવું, વિરુદ્ધ આહાર લેવો, જેમકે, દૂધ સાથે નમક, દહીં સાથે ડુંગળી, મૈદાની બનાવટો ખાવી વગેરે.
ખીલ થવાનું કારણ તે વારસાગત પણ હોઈ શકે છે :-
જો ઘરમાં માતા-પિતા કોઈ ને પણ જો ખીલ ની સમસ્યા હશે તો તમને પણ તે વારસાગત થઇ શકે છે, પરંતુ ૧૨-૧૮ વર્ષ ની ઉમરની વચ્ચે એ થશે, એ સમય સાથે મટી જાય છે.
ખીલ થવાનું કારણ માનસિક તણાવ :-
ચહેરા પર ખીલ થવાનું એક મુખ્ય કારણ માનસિક તનાવ પણ છે. વધારે પડતો માનસિક તણાવને કારણે આપના શરીરમાં હોર્મોન્સ માં ફેરફાર થવા લાગે છે અને તે અસંતુલિત થવાને કારણે સ્ટ્રેસ હોર્મોન્સ નો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે પણ પિમ્પલ થાય છે.
ખીલ થવાનું કારણ ઓછું પાણી પીવાની આદત :-
આપણા શરીર માં પાણી ઓછું હોય તો અથવાતો એમ કહીએ કે ઓચ્ચું પાણી પીવાને લીધે શરીરમાં રહેલા હોર્મોન્સ શરીર માં સારી રીતે ભળતા નથી અને આપણા શરીરમાં પહેચતા નથી જેને કારણે ત્વચા હાઈડ્રેટ થતી નથી અને પીપલ થાય છે.
ખીલ થવાના લક્ષણો | ખીલ ના લક્ષણો :-
આમ તો પિમ્પલ થાય એ જ તેનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. પરંતુ તેના સિવાય પણ અમુક લક્ષણ છે જે જાણવા જરૂરી છે જેમકે,
રોમ છિદ્રો બંધ થવા-પુરાઈ જવા.
નાના નાના લાલ રંગના દાણા નીકળવા.
દાણા માં રસી-પરું ભરાઈ જવું.
ખીલ ના પ્રકાર :-
પેપુલ્યસ(papules):- આ ગુલાબી રંગના એક કઠોર દાણા જેવા હોય છે. જેનાથી ક્યારેક ક્યારેક દુખાવો પણ થાય છે.
ફૂન્સી અથવા દાણા(pustules):- નાના નાના દાણા થતા હોય છે.
નોડ્યુંલસ(nodules):- આ પ્રકાર ના ખીલ ચહેરા પર અંદર થી નીકળે છે, તે આકારમાં મોટા હોય છે, દુખાવો પણ બહુ જ કરે છે.
સિસ્ટ(cyst):- આ પ્રકારના ખીલ પણ ત્વચાની અંદર થી થતા હોય છે, જેનાથી ચહેરા પર ખુબ જ દુખાવો થતો હોય છે અને તે મટી જાય તો પણ ચહેરા પર ડાઘા છોડી ને જાય છે.
વાઈટહેડ્સ :- આ ત્વચામાં નાના નાના સફેદ દાણા જેવું થાય છે, અને તે ત્વચાની નીચે થતા હોય છે.
બ્લેકહેડ્સ :- બ્લેકહેડ્સ ત્વચા પર નરીઆંખે જોઈએ સકતા હોય છે. તે કાળા રંગના અને ત્વચા ની ઉપર થતા હોય છે જો કે વાઈટહેડ્સ અને બ્લેકહેડ્સ ને સરળતા થી દૂર કરી શકાય છે.
ખાવા–પીવામાં બદલાવ લાવવો જરૂરી :-
ખાવા-પીવાની આદતો માં ફેરફાર લાવીને ખીલ ની સમસ્યામાંથી મહદઅંશે છુટકારો મેળવી શકાય છે.
માંસ નું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમે ખીલ અને દાગ ધબ્બા થી છુટકારો મેળવવા ઈચ્છો છો તો માંસાહાર છોડી દેવો જોઈએ અથવા તો તેની માત્રા રોજીંદા ખોરાકમાં ઓછી કરી નાખવી જોઈએ. કારણકે માંસ વધારે પડતું એસીડીક હોય છે. જે શરીરના પી.એચ.લેવલને અસંતુલિત કરે છે. માંસ માં ખુબ જ પ્રોટીન હોય છે અને ક્યારેક તે પચતું નથી અને કબજીયાત ખીલ નું મુખ્ય કારણ છે.
જીવનશૈલી માં બદલાવ લાવવો :-
દરરોજ સવારે ખાલી પેટે ૧-૨ ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ.
રાત્રે સાદો અને હલકો ખોરાક્લેવો જેમકે, દડિયું, ખીચડી, ઓટ્સ, મગની દાદ, વગેરે.
રાત્રિનું ભોજન કર્યા પછી વોક પર જવું.
આખા દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ.
ફાસ્ટ ફૂડ નું સેવન ઓછું કરવું.
ખીલ દૂર કરવાના ઉપાયો – khil dur karvana upay
ગુલાબજળ ના ઉપયોગથી ખીલ કાઢવાના ઉપાય :-
૧૦૦મિલિ ગુલાબજળ, ૫૦મિલિ લીંબુનો રસ, ૨૦મિલિ ગ્લીસરીન અને ૨૦મિલિ કાકડીના રસને ભેગું કરીને એક કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. દરરોજ રાત્રે સાદા પાણીથી ચહેરો ધોઈને પછી આ મિશ્રણ ને ચહેરા પર લગાવી લો. સવારે ચહેરો ધોવો. લગાતાર ૩ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ચહેરા પરના દાગ,ધબ્બા, ખીલ વગેરે મટી જાય છે.
લીમળા નો ઉપયોગ થી ખીલ કાઢવાના ઉપાય :-
૧૦ થી ૧૫ લીમડાના પાંદડા, ૧ ચમચી ચંદન નો પાવડર અને ૧/૪ ચમચી હળદર લઈને બધું ભેગું કરી પીસીને એક ફાઈન પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ચહેરા પર ફેસ માસ્ક ની જેમ લગાવી લો. લગભગ અડધા કલાક સુધી રહેવા દઈને ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.
બે અઠવાડિયા સુધી લગાતાર લગાવવાથી ચહેરા પરના ખીલ અને તેના દાગ કાયમ માટે નીકળી જાય છે. લીમડામાં રહેલા એન્ટી બેકટેરીયલ ગુણ પિમ્પલ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ખીલ ની દવા હળદર – khil ni dava haldar – khil matadava ni dava haldar :
સૌથી જુનો નુસકો છે હળદર દ્વારા ખીલ ને દૂર કરવાનો. અડધી અથવા પા ચમચી હળદર અને અડધી ચમચી ચંદન પાવડર માં ગુલાબજળ અથવા સાદું પાણી મિક્સ કરીને પેક બનાવીને ચહેરા પર લગાવી લો.
જો તમારી ત્વચા સુકી છે તો ચહેરો સાફ કરતી વખતે પહેલા ગુલાબજળ લગાવી લેવું. અને પછી ચહેરો સાદા પાણી થી ધોવો.
દરરોજ આ પ્રયોગ કરવાથી ખીલ અને તેના ડાઘા દૂર કરવામાં લાભ થાય છે. હળદરમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી ઈમ્ફ્લામેન્ટ્રી ગુણો રહેલા હોય છે જે ત્વચા ને રક્ષણ અને પોષણ પૂરું પડે છે.
ખીલ નો ઉપચાર તજના ઉપયોગ દ્વારા – khil na gharelu upchar taj :
khil dur karva – ખીલ દૂર કરવા માટે તજના ઉપયોગ કરી શકાય છે. તજના ભુક્કાને અડધી ચમચી જેટલો લઈને તેમાં મધ નાખીને પેસ્ટ બનાવી લો. હવે ચહેરા પર જ્યાં પિમ્પલ થયા છે ત્યાં જ આ પેસ્ટ આખી રાત લગાવી રાખો. સવારે સાદા પાણી વડે ચહેરો સાફ કરી લો. તજ ચહેરા પરના રોમ છિદ્રો ખોલવામાં મદદ કરે છે.
ખીલ નો ઉપચાર ટુથપેસ્ટ ના ઉપયોગથી :-
રૂ માં થોડું ટૂથપેસ્ટ લઈને ખીલ પર લગાવી રાખવાથી ખીલ ઓછા થઇ શકે છે. પરંતુ ધ્યાન રહે કે હમેશા સફેદ ટૂથપેસ્ટ નો જ ઉપયોગ કરવો.
ખીલ માટે દવા એલોવેરા જેલ નો ઉપયોગ – khil ni dava desi aloe vera gel
એલોવેરા જેલ ને ખીલ પર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. ૧૦-૧૫ મિનીટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો સાફ કરી લેવો.
ખીલ માટે દવા ટી-ટ્રી ઓઈલ અને ઓલીવ ઓઈલ :-
ટી-ટ્રી ઓઈલ અને ઓલીવ ઓઇલના ઉપયોગ અને તેના દ્વારા થોડી માલીશ કરવાથી ખીલ ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. એક નાના વાટકામાં બન્ને તેલને ભેગા કરી લો. હવે તેને રૂ અથવા આંગળી ની મદદ થી ખીલ પર લગાવી લો.
બેકિંગ સોડાના ઉપયોગ દ્વારા ખીલ નો ઉપચાર :-
બેકિંગ સોડા માં જરૂરિયાત મુજબ પાણી નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ખીલ હોય ત્યાં ૧૦-૧૫ મિનીટ સુધી લગાવી રાખો અને પછી સાદા પાણી વડે તેને ધોઈ લો.
મધનો ઉપયોગ પીમ્પલ ના ઉપચારમા :-
ફક્ત મધના ઉપયોગ દ્વારા પણ ખીલ મટાડી શકાય છે. આંગળીના ટેરવા પર મધ લઈને પિમ્પલ પર લગાવી લો. તેને ૨૦-૨૫ મિનીટ સુધી રહેવા દઈને સુકાવા દો. પછી પાણી વડે ધોઈ લો.
ખીલ દૂર કરવા માટે કેસ્ટર ઓઈલના ઉપયોગ :-
ચહેરા ને સાદા પાણી વડે સાફ કરીને કેસ્ટર ઓઈલ વડે પિમ્પલ પર ધીમે ધીમે મસાજ કરવાથી ફાયદો થાય છે.
ખીલ દૂર કરવા માટે ગ્લીસરીન નો ઉપયોગ :-
ગ્લીસરીન ના ઉપયોગ દ્વારા પિમ્પલ મટાડી શકાય છે. દિવસમાં ૧-૨ વાર ગ્લીસરીન ચહેરા પર અથવા પિમ્પલ પર લગાવવાથી અચૂક ફાયદો થાય છે.
ખીલ કાઢવાના ઉપાય મા પપૈયાનો ઉપયોગ :-
પપૈયા ની પેસ્ટ બનાવીને ચહેરા પર માલીશ કરવાથી અને ૧૫-૨૦ મિનીટ રાખી ને સાદા પાણી વડે ધોઈ લેવું. આમ કરવાથી પિમ્પલ માંથી ઝડપ થી છુટકારો મળી રહે છે.
ખીલ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
ખીલ – પિમ્પલ થયા હોય ત્યારે શું ખાવું જોઈએ નહિ?
આહારમાં માંસ- માછલી, ફાસ્ટફૂડ, મસાલેદાર ભોજન, દુધની બનાવટો કે જેમાંથી પ્રોટીન વધારે પ્રમાણમાં મળતું હોય તેવી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ.
બટાટા અને ટામેટાનો રસ કાઢીને તેને ચહેરા પર લગાવવાથી ડગ ધબ્બા દૂર કરી શકાય છે ,એલોવેરા જેલ નો ઉપયોગ પણ કરી શકાય છે.
નાં, દહીં ખાવાથી પીમ્પલ્સ થતા નથી, ચહેરા પર નીખર લાવવા માટે દહીં થી બેસ્ટ વિકલ્પ બીજો કોઈ છે જ નહિ. સ્કીનને લગતી તમામ સમસ્યામાં દહીંનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે.
સવારે ચહેરા ને સારી રીતે સાફ કરીને મોશ્ચ્યુંરાઈઝ કરી લો અને પછી ગુલાબજળ લગાવવું. ગુલાબજળ એક ઉત્તમ ટોનર માનવામાં આવે છે, જે open pores બંધ કરવામાં અને ત્વચા ને ફ્રેશ રાખવામાં મદદ કરે છે.
ખીલ થવાના કારણો અનેક હોઈ શકે છે જેમકે, તે વારસાગત હોય, જીવનશૈલી હોઈ શકે, ચહેરા ની નિયમિત અને સારી રીતે સફાઈ થતી ના હોય, પ્રદુષણ , વધારે કોફી પીવાથી પણ પીમ્પલ્સ થાય છે, વગેરે.
સામાન્ય રીતે પીમ્પલ્સ ને ટીનએજ માં વધારે પડતા થતા હોય છે, કારણકે તે વયમાં શરીરમાં હોર્મોનાલ્સ ફેરફાર ઝડપ થી થતા હોય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ગુંદ નું સેવન કરવાના ફાયદા | ગુંદ ના ફાયદા | Gund na fayda in Gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે