નમસ્તે મિત્રો આજે આપણે પાનકોબીના પકોડા બનાવવાની રીત – કોબી ના ભજીયા બનાવવાની રીત – kobi na bhajiya banavani rit gujarati ma શીખીશું. જે ડુંગળી લસણ ના ખાતા હોય એમના માટે ક્રિસ્પી પકોડા જે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ kobi na bhajiya recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કોબી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- પાનકોબી 1 નાની સાઇઝની
- બેસન 1 કપ
- ચોખાનો લોટ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ 1-2 ચમચી
- તરવા માટે તેલ
કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya recipe in gujarati
પાનકોબીના પકોડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ને લાંબી સુધારેલ પાનકોબી લ્યો એમાં લીલા ધાણા સુધારેલા, બેસન, ચોખાનો લોટ, હિંગ, ખાંડ 1 ચમચી, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ અને તેલ નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જાઓ ને પકોડા જેવું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી ને થોડી થોડી માત્રા માં તૈયાર કરેલ મિશ્રણ ગરમ તેલમાં નાખતા જાઓ કડાઈ માં સમાય એટલા નાખો
ત્યારબાદ ઝારા થી એક મિનિટ પછી પકોડાને ઉથલાવી નાખો અને પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા વડે કાઢી લ્યો ને બાકી રહેલ મિશ્રણ માંથી બીજા પકોડા તરવા નાખો આમ બધા પકોડા તરી લ્યો ને ગરમ ગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો પાનકોબીના પકોડા
kobi na bhajiya recipe in gujarati notes
- અહી પાનકોબી સાથે તમે ગાજર છીણેલું નાખી શકો છો
- અને જો ડુંગરી લસણ ખાતા હો તો એ પણ નાખી શકો છો
- મકાઈ નો લોટ કે મકાઈ ના દાણા પણ નાખી શકાય
- પકોડા મોટા મોટા ના કરવા નહિતર અંદર થી સોફ્ટ થશે જો નાના નાના કરશો તો અંદર બારે બનેથી ક્રિસ્પી બનશે
kobi na bhajiya banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit
લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત | dungri lasan vagar ni pav bhaji banavani rit
પાલક ના ભજીયા બનાવવાની રીત | palak na bhajiya banavani rit | palak na bhajiya recipe in gujarati
ઠંડી ઠંડી મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત | Mango Iced Tea Recipe in Gujarati
મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની સરળ રીત | Malai Ice Cream Cake Recipe
ઘઉં ના લોટ ના જીરા બિસ્કિટ બનાવવાની રીત | Jeera Biscuit recipe in Gujarati
કુલ્લકી શરબત બનાવવાની રીત | Kuluki Sarbar recipe in Gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે