આજ ના આ આર્ટીકલ મા વાંચો કોકમ વિશે માહિતી જેમાં કોકમ ના ફાયદા, કોકમ ના નુકશાન, કોકમ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, કોકમ નો શરબત બનાવવાની રીત, કોકમ નું ઘી વિશે માહિતી,kokam na fayda ,kokam na phool na fayda, Garcinia indica benefits in Gujarati.
કોકમ વિશે માહિતી
આદિકાળ થી કોકમ નો ઉપયોગ ભારતમાં થતો આવ્યો છે. તેના સુંદર ઝાડ કેરલા અને કર્નાટક માં પુષ્કળ થાય છે.
દાળ શાક માં ખટાશ લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આંબલી કરતા કોકમ વધુ પાચક છે.
કોકમ ના પાંદ ત્રણ-સાડા ત્રણ ઇંચ લાંબા અને ઘાટા લીલા રંગ ના હોય છે. તેને નારંગી જેવા લાલ ફળો આવે છે.
જેને ‘રાતાંબા” પણ કહે છે. ફળ નો મગજ ખાવામાં અને અંદર નું પાણી પીવામાં વપરાય છે. તેના ફળો ને “કોકમ” કહે છે,તેના ઉપર ની સુકવી નાખેલી છાલ ને પણ “કોકમ’ કહે છે.
ગોવા અને કેરળમાંથી સેંકડો મણ કોકમ વેચાણ માટે બહાર જાય છે.
ગુજરાત અને મહારષ્ટ્ર ના લોકો દાળ-શાક માં કોકમ બહુ વાપરે છે. કોકમ ના બીજ માંથી તેલ નીકળે છે, તે મીણ જેવું ઘાટું અને સફેદ રંગ નું હોય છે.
તેને કોકમ નું ઘી તરીકે ઓળખવામાં આવે છે. કોકમ નું તેલ ખાવામાં અને ઔષધ માં વાપરવામાં આવે છે.
કોકમ ના ફાયદા ના ઘરેલું ઉપચારમા
શીયાળામાં જયારે હોઠ ફાટે છે ત્યારે કે હાથ પગ ની ચામડી ફાટીને ચીરા પડે ત્યારે કોકમનું તેલ ગરમ કરીને વપરાય તો ઘણો ફાયદો થાય છે.
રોજીંદા ભોજન માં કોકમ નો ઉપયોગ કરવો ખુબ જ હિતકારી છે. તેનાથી ખોરાક નું પાચન થાય છે. મળ નો સડો અટકે છે. અને આતરડા કાર્યક્ષમ રહે છે.
કાચું કોકમ ખાટું, ગરમ, વાયુને હરનાર તેમજ કફ અને પિત્ત ને શાંત કરનાર છે,Garcinia indica benefits Gujarati.
Garcinia indica benefits in Gujarati
કોકમ નું તેલ ક્ષય , ફેફસાના રોગો, ગળા ના રોગ, મરડો અને સંગ્રહણી માં ફાયદો કરે છે.
કોકમ, એલચી અને સાકર ની ચટણી બનાવીને ખાવાથી એસીડીટી અને પિત્ત મટે છે.
કોકમ ને ચટણી ની માફક પીસીને, પાણી સાથે મિલાવી ગાળી, તેમાં સાકર નાખીને તેનું શરબત બનાવીને પીવાથી પિત્તનો દાહ, તરસ, વ્યાકુળતા, મટે છે.
પાકું કોકમ ભારે, ઝાડાને સુક્વનાર, તીખું, રૂચી ઉત્પન કરનાર, કફ અને વાયુ કરનાર છે. તેના સેવન થી હૃદય રોગ અને પેટનું શૂળ તથા પેટ ના કૃમીઓ નાશ પામે છે.
કોકમ ના ફાયદા ઘરગથ્થું ઉપચારમા
કોકમ નો ઉકાળો કરીને તેમાં ઘી નાખીને પીવાથી થયેલું અજીર્ણ મટે છે.
થોડીક કોકમ ને પાણીમાં ભીંજવી રાખી ગાળી તેમાં જીરું અને ખાંડ નાખીને પીવાથી શીળસ મટે છે.
કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની મલાઈમાં મેળવીને તેનું સેવન કરવાથી હરસ અને મસા માં ખુબ જ ફાયદો થાય છે.
કોકમ નું તેલ ગરમ કરીને હાથ પગ માં લગાવવાથી હાથ પગ ની બળતરા શાંત થાય છે.
kokam કોકમ ને માખણ અથવા કોઈ પણ પ્રકાર ના એન્ટીઓક્સીડેન્ટ ક્રીમ સાથે મિક્ષ કરીને ચહેરા પર લગાવો છો તો ચહેરા પર કરચલીઓ પડતી નથી અને તેના નિશાન પણ રહેતા નથી.
Kokam na fayda gharelu upcharma
કોકમ નો ઉપયોગ પગ ના ચીરા દૂર કરવામાં પણ થાય છે.
વાળ માટે પણ કોકમ ખુબ જ લાભકારી સાબિત થાય છે. ખરતા વાળ ની સમસ્યા, વાળ રુક્ષ થઇ જવાની સમસ્યામાં કોકમ ખુબ જ ઉપયોગી છે.
કોકમ નો શેમ્પૂ પણ મળે છે. તેનો ઉપયોગ તમે કરીને વાળ ને મજબૂત બનાવી શકો છો. તેની સાથે સાથે વાળ ના રંગ ને પણ ગહેરો બનાવે છે. અને ચમકદાર બનાવે છે.
પેટનું ફૂલી જવું, ગેસ થઇ જવો, વધારે પ્રમાણ માં કબજીયાત તી જવી, આ બધી સમસ્યાઓમાં કોકમ નું સેવન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે.
પેટ ફૂલી જવાનું એક કારણ છે કે અસ્વસ્થ ભોજન. અથવા તો આતરડા નું સરખી રીતે કામ ના કરવું. લાંબા સમયની કબજીયાત ને દૂર કરવામાં પણ કોકમ ઉપયોગી સાબિત થયું છે.
kokam na phool na fayda | Kokam na fayda upcharma
એલર્જીની સમસ્યામાં કોકમ ખુબ જ ઉપયોગી થાય છે. જો તમે ડાયરેક્ટ એલર્જી વાળી ત્વચા પર કોકમ ની પેસ્ટ લગાવો છો તો તેનામાં રહેલોગુન તે જગ્યા ને શાંત કરવામાં અને સોજા ખંજવાળ ને ઓછી કરવામાં મદદ કરે છે.
કોકમ માં હાઈડ્રોકસાઈટ્રીક એસીડ નામનું તત્વ હોય છે, જે ખુબ જ શક્તિશાળી કેમિકલ છે, જે ભૂખ ને દબાવવાનું કામ કરે છે.
કોકમ માં ફાઈબર ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે. જેના કારણે ભૂખ જલ્દી લગતી નથી.
kokam – કોકમ નું સેવન હૃદય માટે પણ ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. હૃદય રોગ ને વધારવા વાળા તત્વો ને કોકમ દબાવી દે છે.
કોકમ ના નુકશાન
જો તમે ત્વચાની સમસ્યાના ઇલાઝ માટે કોકમ નો ઉપયોગ કરો છો તો, વધારે પડતો કરવો નહિ, કારણકે, તેનાથી ત્વચા માં બળતરા થવાનો સંભવ રહે છે.
કોકમ નો વધારે સેવન કરવાથી મેટાબોલિક એસીડોસિસ ની સમસ્યા થઇ શકે છે.
જો તમે બ્લડ પ્રેશર ની દવાઈ લઇ રહ્યા છો તો કોકમ નો ઉપયોગ ભોજન માં કે બીજે રીતે કરવો નહિ.
કોકમ નો શરબત બનાવવાની રીત
કોકમ નું શરબત બનાવવા જરૂરી સામગ્રી
- ૧૫૦ ગ્રામ કોકમ
- ૨ કપ ગરમ પાણી
- ૨ કપ સાકર/ખાંડ
- ૧ ચમચી જીરુંનો પાવડર
- સિંધા નમક સ્વાદાનુસાર
- કાળા મરી નો પાવડર સ્વાદાનુસાર
કોકમ નો શરબત બનાવવાની રીત
સૌથી પહેલા કોકમ ને સારી રીતે સાફ કરીને લગભગ ૪-૫ કલાક પલાળી રાખો.
ત્યારબાદ તેને કૂકર માં અથવા કોઈ એક વાસણ માં બાફી લેવી. ઠંડી થઇ જાય એટલે તને પીસીને એક બીજા વસં માં ધીમા તાપે પકાવો.
થોડીવાર રહીને તેમાં ખાંડ અથવા સાકર અને પાણી નાખીને સારી રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવો.
ત્યારબાદ તેમાં જીરું પાવડર, મીઠું, સિંધા નમક, કાળા મરીનો પાવડર, નાખીને સારી રીતે મિક્ષ કરી લ્યો. ઠંડુ થઇ જાય એટલે ગરણી ની મદદ થી ગાળી લ્યો. અને એક બોટલ માં ભરી લો.
આ સીરપ નો ઉપયોગ શરબત બનાવીને પીવામાં કરવો. એક ગ્લાસ ઠંડા પાણીમાં ૨ ચમચી સીરપ નાખીને સારી રીતે હલાવીને તેને સર્વ કરો તૈયાર છે કોકમ નું શરબત.
કોકમ ને લગતા કેટલાક મુજવતા પ્રશ્નો
કોકમ ને અંગ્રેજીમાં ગર્સીનિયા ઈન્ડીકા ( Garcinia Indica ) થી ઓળખવામાં આવે છે
હા, સ્વાસ્થ્ય માટે કોકમ નું શરબત ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે, કારણકે કોકમ નો શરબત પીવાથી શરીર મા અને પેટમાં ઠંડક મળે છે, કોકમ મા એન્ટી ઇન્ફ્લીમેન્ત્રી ગુણો હોવાને કારણે પેટ મા થતી બળતરા મા રાહત અપાવે છે , ગરમીની સીઝન મા કોકમ નો શરબત પીવો ખુબજ ફાયદાકારક છે
કોકમ બ્લડ શુગર લેવલમાં રાખવાનું કામ કરે છે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ નું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટર ની સલાહ લીધા પછી સેવન કરવું
કોકમ નો શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે પરંતુ જો કોકમ ના શરબત મા વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરી બનાવવામા આવે તો ગેસ ની સમસ્યા થઇ શકે છે.
હા, કોકમ વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે કોકમ નું સેવન કરવાથી મેટાબોલીસમ વધે છે જેના કારણે ફેટ ઓગાળવામાં મદદ મળે છે
કોકમ ના ફાયદા | Kokam na fayda
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી કોકમ ના ફાયદા,કોકમ ના નુકશાન, કોકમ નો શરબત બનાવવાની રીત, કોકમ નું ઘી વિશે માહિતી,
kokam na fayda ,kokam na phool na fayda, Garcinia indica benefits in Gujarati.
આ તમામ માહિતી પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
દાડમ ના ફાયદા | દાડમ નો ઉપયોગ | દાડમ ની છાલ અને પાંદના ઘરેલું ઉપચારો
ફુદીના ના ફાયદા | ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | ફુદીના ના તેલ ના ફાયદાઓ
ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી
આંબા ના ફાયદા | આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | કેરીની ગોટલી ના ફાયદા
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે