Kola ni barfi banavani rit | કોળા ની બરફી બનાવવાની રીત

Kola ni barfi - કોળા ની બરફી
Image credit – Youtube/Anita's Dream Kitchen and Lifestyle
Advertisement

નમસ્તે મિત્રો કોળા ને પત્તરગાલું અને પંમકીન પણ કહે છે. જેમાં પણ બે ત્રણ પ્રકારના કોળા જોવા મળે છે જે અલગ અલગ રીતે વાપરતા હોય છે. જેનો પોતાનો કોઈ ખાસ સ્વાદ નથી હોતો પણ સેહત માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. જેનો આપણે અત્યાર સુંધી સંભાર, શાક તરીકે જ ઉપયોગ કર્યો હસે પણ આજ આપણે Kola ni barfi – કોળા ની બરફી બનાવતા શીખીશું. જેને એમજ અથવા વ્રત પણ ખાઈ શકો છો.

Ingredients list

  • કોળું 1 કિલો
  • ખાંડ 250 ગ્રામ
  • મોરો માવો 250 ગ્રામ
  • બદામ 10-12 ની કતરણ
  • કાજુ 10-12 ની કતરણ
  • પિસ્તા 8-10 ની કતરણ
  • ઘી 4-5 ચમચી
  • એલચી ½ ચમચી

 Kola ni barfi banavani rit

કોળા ની બરફી બનાવવા સૌપ્રથમ કોળા ને છોલી સાફ કરી લેશું અને અંદર રહેલા બીજ પણ અલગ કરી લેશું. ત્યાર બાદ પાણીથી ધોઈ કોળા ને સાફ કરી લઈ કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ છીણી વડે કોળા ને છીણી લ્યો. આમ આખા કોળા ને છીણી લઈ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ગરમ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલું કોળું નાખી દસ મિનિટ મિડીયમ તાપે શેકી લ્યો. દસ મિનિટ પછી એમાં છીણેલો માવો નાખી માવા ને પણ મિશ્રણ માંથી ઘી અલગ થાય ત્યાં સુંધી અથવા ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી ને મિશ્રણ ફરીથી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

Advertisement

મિશ્રણ માંથી ખાંડ નું પાણી બરી જાય અને કડાઈ મૂકવા લાગે એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી બાકી માં થોડા ડ્રાયફ્રુટ ને ગાર્નિશ માટે રાખો. ડ્રાય ફ્રુટ  ની સાથે એલચી પાઉડર પણ નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકી લેવા. હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં તૈયાર મિશ્રણ નાખો અને બરફી મિડીયમ જાડી થાય એટલું એક સરખું ફેલાવી લ્યો.

ઉપર બાકી રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટો અને થોડા દબાવી દયો જેથી ડ્રાય ફ્રુટ અલગ ના થઈ જાય. હવે તૈયાર બરફી ને બે ત્રણ કલાક ઠંડી થવા દયો અને બરફી બિલકુલ ઠંડી થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો તો મજા લ્યો કોળા ની બરફી.

નીચે પણ બીજી રેસીપી આપેલ છે તે પણ અચૂક જુઓ

Advertisement