નમસ્તે મિત્રો આજે આપણે કોળા ની ખીર બનાવવાની રીત – kola ni kheer banavani rit શીખીશું. do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe કોળા ને પમકીન, કદ્દુ કહેવાય છે ખીર તો આપણે બધાએ ઘણા પ્રકારની ખાધી છે પણ આજ આપણે એક એવા શાક માંથી ખીર બનાવશું જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો જાણીએ kola ni kheer recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કોળા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલું કોળુ 400 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
- ઘી 1-2 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ¼ કપ
- જાયફળ પાવડર ⅛ ચમચી
- પાણી ¼ કપ
કોળા ની ખીર બનાવવાની રીત | kola ni kheer recipe in gujarati
કોળા ની ખીર બનાવવા માટે ગેસ પર એક વાસણમાં મિડીયમ તાપે દૂધ ગરમ કરવા મૂકો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને બીજી બાજુ કોળા ને ધોઇ ને છોલી લ્યો અને ઝીણું ઝીણું છીણી લ્યો ત્યાર બાદ બીજા ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું કોળુ નાખી મિક્સ કરો
હવે કોળા ને હલાવી ને પાંચ સાત મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને સાત આઠ મિનિટ ચડવા દયો અને દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખીફરી ઉકળવા મૂકો
કોળુ બરોબર ચડી જાય એટલે એને થોડું મેસ કરી લ્યો અને દૂધ ઉકળી ને પોણા ભાગ નું રહે એટલે એને શેકેલ કોળા માં નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે હલાવતા રહી ઉકળવા દયો
ખીર ઉકળવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરો ત્યાં બાદ કાજુ કતરણ ની બે ચમચી, બદામ કતરણ ની બે ચમચી, પિસ્તા કતરણ ની બે ચમચી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડી કરી કાજુ, બદામ, પિસ્તાની કતરણ છાંટી સર્વ કરો કોળા ની ખીર
kola ni kheer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit | chinese samosa recipe in gujarati
પાલક ના પુડલા બનાવવાની રીત | palak na pudla banavani rit | palak na pudla recipe in gujarati
બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit | besan na pudla recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે