નમસ્તે મિત્રો આજે આપણે કોળા નો સૂપ બનાવવાની રીત – kola nu soup banavani rit શીખીશું. do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe શિયાળા માં ગરમ ગરમ ખાવા પીવા ની ખૂબ મજા આવે છે એમાં સાંજ ના ભાગમાં લાગતી ભૂખ માં જો કઈક ગરમ ગરમ ને હેલ્થી મળે તો ખૂબ મજા આવે છે તો ચાલો જાણીએ kola nu soup recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કોળા નો સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- કોળુ 500 ગ્રામ
- સુધારેલી ડુંગળી 1
- લસણ ની કણી 2-3
- મરી પાઉડર ½ કપ
- પાણી 500 એમ. એલ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઓલિવ ઓઈલ 1-2 ચમચી
- ક્રીમ જરૂર મુજબ
કોળા નો સૂપ બનાવવાની રીત | kola nu soup recipe in gujarati
કોળા નો સૂપ બનાવવા માટે સૌ પ્રથમ કોળા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી પાતળા પાતળા કટકા કરી લ્યો અને સાથે ડુંગળી છોલી ધોઈ એને પણ સુધારી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી ત્રણ ચાર મિનિટ શેકો ડુંગળી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં કોળા ના કટકા નાખી મિક્સ કરો
હવે કોળા ને થોડી વાર ફૂલ તાપે હલાવતા રહી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી શેકો એક બે મિનિટ શેકી લીધા બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરો ને ઢાંકી ને મિડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો
ત્યારબાદ વીસ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો અને ગરણી વડે ગાળી ને ફરી એક વખત થોડો ગરમ કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સૂપ ના વાટકા માં સૂપ ઉપર ક્રીમ નાખી સર્વ કરો કોળા નો સૂપ.
kola nu soup banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા બનાવવાની રીત | Mulit grain lot na methi na parotha banavani rit
આમળાની કેન્ડી બનાવવાની રીત | aamla ni candy banavani rit | aamla ni candy recipe in gujarati
પાલક ના પરોઠા બનાવવાની રીત | palak na paratha banavani rit | palak paratha recipe in gujarati
મમરા ની ટીક્કી બનાવવાની રીત | mamara ni tikki banavani rit | mamara ni tikki recipe in gujarati
જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit | jowar noodles recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે