નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કેરેલા નો ગરમી સ્પેશિયલ ફેમસ કુલ્લકી શરબત બનાવવાની રીત, Kulukki Sarbat recipe in Gujarati.
કુલ્લકી શરબત બનાવવાની રીત
કુલ્લકી શરબત બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- લીંબુ ૧
- ખાંડ ૨-૩ ચમચી / મધ
- મીઠું ૧-૨ ચપટી
- તકમરી બીજ ૨ ચમચી
- પાણી ૧ ગ્લાસ
- ફુદીના ની પાંદ ૬-૭ નંગ
- લીલા મરચા આખા ૧-૨ નંગ
- બરફ ૨-૩ કટકા
Kulukki Sarbat recipe in Gujarati
કુલ્લકી શરબત બનાવવા સૌ પ્રથમ એક વાટકા માં બે ચમચી તકમરી માં બીજ લ્યો તેમાં એક કપ પાણી નાખી ૫-૭ મિનિટ પલાળી મુકો
હવે એક ગ્લાસ માં લીંબુ નો નાનો કટકો નાખો તેમાં બે ચમચી ખાંડ અથવા મધ નાખી (તમારા સ્વાદ પ્રમાણે મીઠાસ ઓછી વધુ કરી સકો)
ત્યાર બાદ તેમાં બે ચપટી મીઠું ને ફુદીના ના પાંદ ને લીલું મરચું વચ્ચે થી કાપો કરેલ નાખો
ત્યાં બાદ એક લીંબુ નો રસ નાખો ને પલાળી રાખેલ તકમરી ના બીજ ને જરૂર મુજબ પાણી ને એક બે કટકા બરફ ના નાખી
ઉપર થી બીજા ગ્લાસ વડે બંધ કરી ૨-૪ વાર બરોબર હલાવો ને ઠંડા ઠંડા શરબત ની મજા માણો કુલ્લકી શરબત
કુલ્લકી શરબત બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
આશા છે અમારા દ્વારા આપવામાં આવલે કેરેલા ની ગરમી સ્પેશિયલ ફેમસ કુલ્લકી શરબત બનાવવાની રીત તમને પસંદ આવી હશે.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કાળજાળ ગરમી માં ઠંડક આપતું પીણું આમ પન્ના | aam panna recipe
ઈંડા અને વેફલ મેકર વગર બજાર જેવીજ સ્વાદિષ્ટ વેફલ ઘરે બનાવો
નારીયલ ના લાડવા | Topra na ladoo | Nariyal ladoo banavani rit
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે