નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ઘરે સરળ રીતે ક્રીશ્પી કુરકુરે બનાવવાની રીત, જે ફક્ત ૩૦ મિનીટ મા મેદા વગર ફક્ત ચોખાનો લોટ વડે બનાવતા શીખીશું, Kurkure banavani rit ,Kurkure recipe in Gujarati.
Kurkure recipe in Gujarati
ક્રીશ્પી કુરકુરે બનવાવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- ચોખા નો લોટ ૧ કપ
- બેસન/ ચણા નો લોટ પા કપ
- ઘઉં નો લોટ ૨-૩ ચમચી
- કોર્ન ફ્લોર ૧ ચમચી
- લાલ મરચા નો ભૂકો ૧ ચમચી
- ગરમ મસાલો અડધી ચમચી
- ચાર્ટ મસાલો ૧ ચમચી
- ખાંડ પીસેલી ૧ ચમચી
- બેકિંગ સોડા પા ચમચી
- માખણ ૧ ચમચી
- પાણી ૨ કપ
- સ્વાદ મુજબ મીઠું
ક્રીશ્પી કુરકુરે બનાવવાની રીત
ઘરે સરળ રીતે ક્રીશ્પી કુરકુરે બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં ચોખાનો લોટ, બેસન, ઘઉંનો લોટ તેમજ સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરો,
ત્યારબાદ તેમાં ૨ કપ પાણી નાખી ગંઠા ન પડે તે રીતે હલાવતા રહો ને મિશ્રણ તૈયાર કરો
ગેસ પર એક કડાઈ મૂકી તેમાં તૈયાર કરેલ ચોખા વાળું મિશ્રણ નાખી મીડીયમ તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી ૫-૭ મિનિટ હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં માખણ ઉમેરી ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવો,
ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો.
હવે ચોખાના લોટના કૂરકૂરે બનાવવા મિશ્રણને બીજા વાસણમાં કાઢી ઠંડુ પાડવા દેવું મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં કોર્ન ફ્લોર નાખી બરોબર મોક્ષ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો,
ત્યાર બાદ તેમાંથી થોડું થોડું મિશ્રણ લઇ બન્ને હાથની આંગળીઓ ના આગળ ના આગડા વડે તને નાના મોટા કૂરકૂરે ના લાંબા આકાર આપી બધા જ કૂરકૂરે તૈયાર કરી લો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચોખાના લોટના કૂરકૂરે નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો ,
તળેલા ચોખાના લોટના કૂરકૂરે એક વાસણમાં ઠંડા થવા મૂકો
હવે ઠંડા થયેલા ચોખાના લોટના કૂરકૂરે પર લાલ મરચાનો ભૂકો, ગરમ મસાલો ,ચાર્ટ મસાલો ,બે-ત્રણ ચપટી મીઠું, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લો તો તૈયાર છે ઘરે ક્રીશ્પી કુરકુરે,Kurkure banavani rit .
kurkure recipe in Gujarati | Kurkure banavani rit
આશા છે અમારા દ્વારા જણાવેલ ક્રીશ્પી કુરકુરે બનાવવાની રીત,Kurkure banavani rit ,Kurkure recipe in Gujarati, પસંદ આવી હશે.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રેડ વેલવેટ કેક બનાવવાની રીત |Red Velvet cake Recipe in Gujarati
સોજી ના લાડવા | રવા ના લડવા બનાવવાની રીત |Ravana Ladu banavani rit
ઘઉં ના લોટ ની પોચી અને ક્રીશ્પી ચકરી બનાવવાની રીત |Chakri recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે