Lacchedar Rabdi banavani rit | લછેદાર રબડી બનાવવાની રીત

Lacchedar Rabdi - લછેદાર રબડી
Image credit – Youtube/Your Food Lab
Advertisement

ત્યોહાર નજીક આવી રહ્યા છે અને તેમાં પણ હોળી નજીક આવે છે તો મીઠાઈ બનવી તો જરૂરી છે . રબડી તો ઘણા ના ઘરમાં બનતી હશે પણ ઘણા લોકો શૉર્ટકટ રીતે એટલે કે બ્રેડ ને પીસી ને નાખી દીધી કે મિલ્ક પાવડર નાખી , દહીં કે પછી સાઇટ્રિક એસિડ પણ નાખતાં હોય છે જેનાથી રબડી દાણેદાર બનતી હોય છે .પરંતુ આજે આપડે જે Lacchedar Rabdi – લછેદાર રબડી બનાવીએ છીએ જેમ હલવાઈ બનાવતા હોય ખાલી દૂધ અને ખાંડ નો ઉપયોગ કરીને.

INGREDIENTS

  • દૂધ 1.5 લિટર
  • ખાંડ 50 ગ્રામ

Lacchedar Rabdi banavani rit

લછેદાર રબડી બનાવવા માટે સૌ પ્રથમ રબડીને મોટી કડાઈ માં અથવા તો  જાડા તળિયા વાળી કડાઈ માં બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમને તેમાં વધારે મોટી અને પક્તિ જગ્યા મળે છે અને હલવાઈઓ જે રીતે બનાવે છે તેજ  રીતે આપડે ઘરે બનાવી શકીશું. અને ધ્યાન રાખવું કે જાડા તળિયા વાળું વાસણ હોવું જરૂરી છે જેથી દૂધ નીચેથી બળી ન જાય.

હવે રબડી બનાવવા માટે આપડે ફૂલ ફેટ વાળું ભેંસ નું 1.5 લિટર દૂધ લેશું અને તે બધું દૂધ આપડે કડાઈ માં નાખી દેશું અને કડાઈ માં દૂધ નાખ્યા પછી  ગેસની ની ફ્લેમ ને વધારી નાખશું નિયમિત વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રેશુ અને તેને ઉકળવા દેશું દૂધ ઉકળ્યા પછી, ગેસ ને મીડીયમ કરી અને થોડીવાર રાહ જોશું  જ્યાં સુધી દૂધની સપાટી પર મલાઈ નું સ્તર ન બને ત્યાર સુધી રાહ જોશું .એકવાર મલાઈનું પડ બની જાય એટલે તેને લાકડા જેવી સ્ટીક વડે કે કાંટા ચમચી નો  ઉપયોગ કરીને કડાઈ ની ચારે બાજુ ખેંચી ને તેને કડાઈ ની ચારે બાજુ ચોંટાડશું.

Advertisement

ત્યાર બાદ આપડે ધ્યાન રાખશું કે આપડે દૂધ ને બિલકુલ પણ હલાવવું નહીં જ્યાં સુધી દૂધ તેની માત્રા ના ⅓ ભાગ જેટલું ન થઈ જાય ત્યાં સુધી તમારે બાજુ પર રાખેલી મલાઈ ને ચોંટાડવાની ની જરૂર નથી ત્યાં સુધી આપડે આ પ્રોસેસ ને ચાલુ રાખીશું . કોઈ પણ સ્ટેજ પર તમને લાગે કે તમારી મલાઈ ઝડપથી નથી બનતી તો તમે તેના માટે દૂધ ને ઉપર થી હવા આપવા માટે હાથ પંખા અથવા સપાટ પ્લેટનો કે થાળી નો ઉપયોગ કરીશું જેથી આપડી મલાઈ નું પડ ઝડપથી બની જશે.

લગભગ 25-30 મિનિટ જેવી લાગશે આ પ્રોસેસ ને અને આપડે ધ્યાન રાખશું કે થોડું દૂધ આપડે રેવા દેશું કારણકે. રબડી બનાવવા માટે પણ આપડે દૂધ ની જરૂર પડશે તો આપડે દૂધ 1/3 ભાગ થઈ જાય પછી આપડે તેમાં 50 ગ્રામ ખાંડ નાખશું અને પછી ખાંડ ને વચ્ચે વચ્ચે  3-4 મિનિટ સુધી હલાવી ને ખાંડ ને ઓગાળી લેશું જેથી આપડી ખાંડ દૂધ માં બરાબર મિક્સ થઈ જાય એટલે એક તવીથો લઈ ને આપડે જે બધી મલાઈ સાઇડ માં લગાવી હતી તે બધી મલાઈ ને કાઢી ને દૂધ ની અંદર નાખી દેશું .અને ધ્યાન રાખવું કે જે સાઇડ નો બ્રાઉન ભાગ છે તેને આપડે દૂધ માં નઈ નાખીએ .

ત્યાર બાદ મલાઈને દૂધમાં ખૂબ જ હળવા હાથે મિક્સ કરશું અને ૨-૩ મિનિટ સુધી ફુલ તાપ ઉપર ચડાવી લેશું. આ તબક્કે તમને એવું લાગશે કે રબડી ખૂબ પાતળી છે. પરંતુ ઠંડી થઈ ગયા બાદ તે સારી રીતે જાડી થઈ જશે, હવે રબડી ને એક બાઉલ માં રૂમ ટેમ્પ્રેચર પર ઠંડી થવા દેશું અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ને એકદમ ચીલ ઠંડી કરી લેશું .

તો તૈયાર છે આપડી લચ્છેદાર રબડી ઠંડી થઈ ગયા પછી તેને એક મસ્ત સર્વિંગ ડીશ માં નાખી અને તેના પર થોડી બદામ અને સૂકા ગુલાબની પાંદડીઓ થી ગાર્નિસ કરશું. તમે તેને જેમ છે તેમજ ખાઈ શકો છો અથવા તો તેને ગરમ અને ક્રિસ્પી જલેબી કે ગુલાબ જાંબુ સાથે પણ ખાઈ શકો છો અથવા રબડી ફાલુદા પણ  બનાવી શકો છો.

નીચે આવીજ બીજી સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ

Advertisement