નમસ્તે મિત્રો આજે આપણે ગાજર ની ખીર બનાવવાની રીત – gajar ni kheer banavani rit શીખીશું. do subscribe Cooking Recipe with Meena YouTube channel on YouTube If you like the recipe ખીર તો તમે ઘણી પ્રકારની બનાવી હસે આજ આપણે શિયાળા માં મળતા હેલ્થી ને લાલ ગાજર માંથી ખીર બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ gajar ni kheer recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગાજર ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલું ગાજર 1 -2
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ઘી 1-2 ચમચી
- કસ્ટર્ડ પાઉડર 2 ચમચી
- કાજુ, બદામ, પિસ્તા ની કતરણ 4-5 ચમચી
- ચારવડી 1-2 ચમચી
- ખાંડ 1 કપ
ગાજર ની ખીર બનાવવાની રીત | gajar ni kheer recipe in gujarati
ગાજર ની ખીર બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ એક કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને અને ડ્રાય ફ્રુટ ની કતરણ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ગાજર બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે એક બાજુ મૂકી બીજા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો
હવે એમાં કસ્ટર્ડ વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાકી નું દૂધ નાખી મિક્સ કરી ખીર ને ઉકાળો ખીર ઉકળી ને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી લેશું (અહી તમે કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ મોરો માવો કે પછી મિલ્ક પાઉડર પણ નાખી શકો છો)
ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવી ને ચડાવી લ્યો ખાંડ ઓગળે એટલે એમાં ચારવડી નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ખીર બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી એક બાજુ રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને સર્વ કરો ગાજર ની ખીર
gajar ni kheer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Recipe with Meena ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit
લીલા ચણા ની ચાટ બનાવવાની રીત | Lila chana ni chat banavani rit
બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત | Bachela bhaat ane soji no nasto banavani rit
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani rit
ચાર્ટ ચટણી બનાવવાની રીત | chaat chutney banavani rit | chaat chutney recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે