લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત | lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit

લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત - lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit
Image credit – Youtube/Anukriti Cooking Recipes
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Anukriti Cooking Recipes YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે લસણ ડુંગળી વગરના ભરેલ રીંગણનું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે જે તમે રોટલી, રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત – lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • રીંગણ 5-6
  • ધાણા નો પાઉડર 5-6 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • સૂકી મેથી 2 ચમચી
  • રાઈ નું તેલ / તેલ 2+3 ચમચી
  • બેસન 1-2 ચમચી
  • દહીં 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું પાણી જરૂર મુજબ

લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત

લસણ ડુંગળી વગરના ભરેલ રીંગણનું શાક બનાવવા માટે સૌ પ્રથમ રીંગણ ને ધોઇ લ્યો ત્યાર બાદ એના વધારા ના કવર ને દુર કરી દાડી ને ટૂંકી કરો ને બે ઊભા કાપા પાડી ચેક કરી પાણી માં મૂકતા જાઓ આમ બધા રીંગણ ને કાપા પાડી પાણીમાં નાખી દયો જેથી કાળા ના પડે

હવે એક વાસણમાં ધાણા નો પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, જીરું પાઉડર, હળદર, હિંગ, વરિયાળી પાઉડર, હાથ થી મસળી ને સૂકી મેથી , રાઈ નું તેલ / તેલ બે ચમચી,બેસન, દહીં નાખી ને બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

ત્યારબાદ રીંગણ ને પાણી માંથી કાઢી એમાં પાડેલ કાપા માં તૈયાર કરેલ મસાલા ને ભરી લ્યો ને થોડો બચેલ મસાલો એક બાજુ મૂકો અને એક તપેલી માં બે કપ ગરમ પાણી કરી ને મૂકો અને જો પાણી અલગથી ગરમ ના કરવું હોય તો રીંગણ પર ઢાંકી રાખેલ વાસણમાં પાણી નાખી દયો ને એ પાણી ગરમ થાય એ જરૂર મુજબ નાખતા જાઓ

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બચેલ મસાલો નાખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં ભરેલ રીંગણ નાખી મિક્સ કરી લ્યો ને એમાં અડધા કપ જેટલું ગરમ પાણી નાખી ને ઢાંકી દયો ને પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી રીંગણ હલાવી ને એની સાઈડ બદલો

હવે પછી અડધો કપ ગરમ પાણી નાખો ને પાછું પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ખોલી મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખો ને ફરી ઢાંકી ને ચડાવો આમ ત્રણ ચાર મિનિટ રીંગણ ની સાઈડ બદલાવી બધી બાજુથી રીંગણ ને ચડાવી લ્યો અને જરૂર પડે તો ગરમ પાણી નાખો

તમેને જે પ્રમાણે  ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી વધુ કે ઓછું માત્રામાં નાખી ને રીંગણ ને ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો લસણ ડુંગળી વગરના ભરેલ રીંગણનું શાક.

lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement