હવે ધીરે ધીરે શિયાળો આવી રહ્યો છે અને સવારના ભાગે ઠંડી નો અનુભવ થઇ રહ્યો છે ત્યારે ઘણી બધી વ્યક્તિઓને શરદી ઉધરસની સમસ્યા થશે તો ચાલો જાણીએ આ શરદી ઉધરસ માટે રામબાણ એવા લસણ નો કેવી રીતે ઉપયોગ કરવો અને લસણ ના ફાયદા – Lasan na Fayda In Gujarati , Garlic health benefits in Gujarati,આ આર્ટીકલ ની અંદર અમે લાવ્યા છીએ
લસણ ના ફાયદા
સર્વત્ર મળી આવનાર લસણ એક ઉત્તમ ખાદ્ય અને પ્રસિદ્ધ રસાયણ છે. પ્રાચિનકાળ થી ભારતમાં લસણ નો ખાવામાં ઉપયોગ થતો આવ્યો છે અને ઔષધી તરીકે પણ વપરાતું આવ્યું છે.
ગ્રીસ અને અરબસ્તાન માં પણ ઘણા જુના સમય થી લસણ વપરાતું આવ્યું છે. લસણ એક એવી વસ્તુ છે ભોજન માં સ્વાદ નો તડકો લગાડી દે છે.
શિયાળા માં મળતું લીલા લસણ નું શાક બનાવીને ખવાય છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લસણ ની લાલ મરચા સાથે ની ચટણી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
Lasan na Fayda In Gujarati
સામાન્ય રીતે જે વ્યક્તિની immune system નબળી હોય તેવા વ્યક્તિઓને જલ્દીથી શરદી ઉધરસ ની સમસ્યાઓ થતી હોય છે તો આ સમસ્યા ના નિરાકરણ માટે આપણે લસણ કે જેની અંદર એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલ છે તેમજ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે તેનું સેવન કરવું જોઈએ.
આ સિવાય લસણ ની અંદર એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટીરિયલ એન્ટી ફંગલ ગુણો રહેલા છે જે લસણને ખૂબ જ ફાયદાકારક ઔષધિ બનાવે છે અને તે આપણને શરદી ઉધરસ થતાં બચાવે છે. લસણ ના ફાયદા , Lasan na Fayda In Gujarati.
નાના બાળકોને બે ત્રણ લસણની કળી ફોલી દોરામાં પરોવી ગળામાં પહેરવાથી કફ ની સમસ્યા દૂર થાય છે અને શરદી મટી જાય છે. Garlic health benefits in Gujarati.
આપણે સૌ જાણીએ છીએ કે white blood cells એ આપણા શરીરની અંદર એક રક્ષક નું કામ કરે છે ત્યારે લસણ એ આપણા શરીરની અંદર રહેલ વાઇટ બ્લડ સેલ ને વધારવામાં લસણ ફાયદાકારક છે અને તે આપણા શરીરની અંદર ફ્રી રેડિકલ્સ ના પ્રભાવને પણ ઓછું કરવામાં મદદ કરે છે.
હૃદય માટે ફાયદાકારક – Lasan na Fayda
જે વ્યક્તિઓને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધી જવાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ શિયાળામાં નિયમિત લસણનું સેવન કરવું જોઈએ,
લસણ ની અંદર રહેલ એલિસિન ( Allicin ) જે એન્ટી ઓક્સીડંટ છે તે આપણા શરીરની અંદર રહેલ વધારાના કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે તેમજ તે હાઇ બીપી અને સુગર ની સમસ્યા માં પણ ફાયદો કરે છે
સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક – Lasan na Fayda
શિયાળાની અંદર ઘણી બધી વ્યક્તિઓને સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે જો તમે લસણનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર બ્લડ સરકયુલેશન સારુ થાય છે અને તેની અંદર રહેલ કાર્બોહાઈડ્રેડ જે આપણા શરીરને જરૂરી એવી ઊર્જા પૂરી પાડે છે
તેમજ જો તમે રોજ બેથી ત્રણ લસણની કણીનું સેવન કરો છો તો તમને સંધિવા મા ફાયદો થાય છે તેમજ તમારા હાડકા મજબુત કરવામાં પણ મદદરૂપ થાય છે.
લગભગ દરેક ગુજરાતી ના ઘર માં લસણ ની ચટણી સ્ટોર કરેલી હોય જ છે. ચાલો વધારે વાત ના કરતા જણાવીએ લસણ ના ઘરગથ્થું ઉપચારો.
લસણ ક્ષય નો રોગ થી બચાવે છે
લસણમાનું એલાયલ સલફાઈડ ફેફસાનો ક્ષય, ગ્રંથીક્ષય, અસ્થીક્ષય, ઉદરક્ષય, ત્વ્ચાક્ષય વગેરે માટે અમૃત સમાન માનવામાં આવે છે.
લસણ ક્ષય ના અણુઓની વૃદ્ધિને રોકનાર એક પ્રબળ જંતુનાશક દ્રવ્ય છે જે શરીર માં પ્રવેશી ને પ્રાણ વાયુમાં સલ્ફ્યુરિક એસીડ નામના તત્વને ઉત્તપન્ન કરે છે,
જે ફેફસાં તથા કાળજા વગેરેની ક્રિયાઓને સુધારીને શરીર ની બહાર નીકળી જાય છે એજ કારણે નિયમિત લસણ ખાનારને ભાગ્યેજ ક્ષય નો રોગ થાય છે.
લસણ ના ઘરગથ્થું ઉપચારો
સર્વત્ર મળી આવનાર લસણ એક ઉત્તમ ખાદ્ય અને પ્રસિદ્ધ રસાયણ છે. પ્રાચિનકાળ થી ભારતમાં લસણ નો ખાવામાં ઉપયોગ થતો આવ્યો છે અને ઔષધી તરીકે પણ વપરાતું આવ્યું છે.
ગ્રીસ અને અરબસ્તાન માં પણ ઘણા જુના સમય થી લસણ વપરાતું આવ્યું છે. લસણ એક એવી વસ્તુ છે ભોજન માં સ્વાદ નો તડકો લગાડી દે છે.
શિયાળા માં મળતું લીલા લસણ નું શાક બનાવીને ખવાય છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લસણ ની લાલ મરચા સાથે ની ચટણી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
લગભગ દરેક ગુજરાતી ના ઘર માં લસણ ની ચટણી સ્ટોર કરેલી હોય જ છે. ચાલો વધારે વાત ના કરતા જણાવીએ લસણ ના ઘરગથ્થું ઉપચારો.
લસણ કેલ્શિયમ, પોટેશિયમ, અને ફોસ્ફરસ જેવા ઉત્તમ ખનીજ તત્વો ધરાવે છે. તેમાં આયોડીન અને અલ્ક્લીનો પણ અંશ હોય છે. વિટામીન-બી, સી,તથા થોડા પ્રમાણ માં વિટામીન-એ પણ હોય છે.
Lasan na ghargathu upchar
લાંબા સમય સુધી રોગ રહેવાથી કે વૃદ્ધાવસ્થાની શારીરિક નબળાઈ ના લીધે કામ કરવાની શક્તિ મંદ થઇ ગઈ હોય ત્યારે શિયાળાની ઋતુ માં લસણ કે લસણપાક નું સેવન કરાય તો શરીર બળવાન, નીરોગી અને તેજસ્વી બને છે.
લસણ નું એન્ટીસેપ્ટિક તત્વ જંતુઓનો નાશ કરે છે, તેથી લસણ ખાવાથી શ્વાસનળી તથા ફેફસાના રોગ અને ક્ષય જેવા રોગો મટે છે. લસણ માં રહેલું એલાયલ દ્રવ્ય શ્વાસનળી માં કફ ને છૂટો પાડી સરળતા થી બહાર કાઢે છે.
Lasan na gharelu upay
લસણ વાત્ત, પિત્ત અને કફ થી ઉત્પન્ન થતા મોટા ભાગ ના રોગો ને મટાડે છે. પોષક તત્વો ની ખામી ને લીધે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઈ હોય તેમના માટે લસણ નો ઉપયોગ અત્યંત હિતકારી છે.
લસણ ની કડીઓ તેલ માં કકડાવીને એ તેલ ના ટીપાં કાન માં નાખવાથી કાન ના સણકા મટે છે તેમજ કાન પાકતો હોય તો પણ તેમાં ફાયદો કરે છે.
કાળી ખાસી(હૂપીંગ કફ) થઇ હોય તો લસણ ની કડીઓને બારીક પીસી, કપડા પર પાથરી, પગના તળીયે તેલ ચોપડી, તેનો પાટો બાંધવાથી અને સવાર સાંજ પાટો બદલતા રહેવાથી જલ્દીથી મટી જાય છે.
Lasan na Fayda જો લસણ ની કડીઓ વાટી તેનો રસ ત્રણ દિવસ દાદર પર ચોપડવાથી દાદર મટે છે.
લસણ, હળદર અને ગોળ ને મેળવીને વાગેલા મૂઢ માર પર લેપ કરવાથી ફાયદો થાય છે.
ફુદીનો, જીરું, મરી, ધાણા, લસણ અને સિંધા નમક ને ભેગું કરી ચટણી બનાવીને ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
Garlic home remedies in Gujarati
લસણ ને ખુબ લસોટી, મલમ જેવું કરી, કપડા પર લગાડી, પટ્ટી બનાવીને કંઠમાળ જેવી ગળા ની ગાંઠો પર ચોટાળતા રેવાથી ગળાની અસાધ્ય લાગતી ગાંઠો મટે છે.
લસણ ની કડીઓ વાટી, તેની લુગદી બનાવીને ખરજવા પર મુકવાથી ભીંગડા પોચા પડી ઉખડી જાય છે, તથા ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.
આધાશીશી ની તકલીફ માં લસણ ની કડીઓને પીસીને કાનપટ્ટી પર લેપ કરવાથી તાત્કાલિક રાહત મળે છે.
લસણ, મધ, લાખ, અને સાકરને ચટણી માફક પીસી, ઘીમાં મેળવી, રોજ ખાવાથી ભાંગેલું કે ઉતરી ગયેલું હાડકું સંધાય છે., Lasan na Fayda In Gujarati.
લસણ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત
કોલેરા માટે લસણ બહુજ ઉપયોગી છે. બી વગરના લાલ મરચા, કાચી હિંગ, કપૂર અને લસણ આ બધા ને સરખા ભાગે મેળવી થોડા પાણીમાં પીસી નાની નાની ગોળીઓ બનાવી ને અડધા અડધા કલાકે એક ગોળી આપવાથી પ્રબળ વેગ વારો કોલેરા મટી જાય છે.
જીરું, સિંધા નમક, હિંગ, સુંઠ, મરી, પીપરીમૂળ અને લસણ સરખે ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવવું. પછી એ ચૂર્ણ ને લીંબૂ ના રસ માં ઘૂંટી, નાની ગોળીઓ બનાવવી જરૂર પ્રમાણે એકથી બે ગોળીઓનું સેવન કરવાથી કોલેરા, મટે છે, પાચનશક્તિ સતેજ થાય છે અને સર્વ પ્રકાર ના વાયુરોગ નાશ પામે છે.
૧૦ ગ્રામ જેટલું લસણ લઇ તેમાં હિંગ, જીરું, સિંધા નમક, સંચળ, સુંઠ, મરી, અને પીપરીમૂળ નું ચૂર્ણ નાખી પીસીને નાની નાની ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડમૂળ નો ઉકાળો પીવાથી કમરનો દુખાવો, કુખનો દુખાવો, પેટનો વાયુ, તથા સંધી વા વગેર જેવા તમામ પ્રકાર ના વાયુરોગ મટી જાય છે.
લસણ ના ફાયદા ( Lasan na Fayda ) તેની કળી ને ગાયના ઘી માં તળીને રોજ ભોજન પહેલા ખાવાથી આમવાત મટે છે.
પીપરીમૂળ, હરડે અને લસણ ત્રણે સરખે ભાગે લઇ ને ખાવથી અને ઉપર એક ઘુટડો ગાયનું મૂત્ર પીવાથી બરોળ વૃદ્ધિ મટે છે.
લસણ ના ઘરેલું ઉપચારો
લસણ ની કડીઓ એક ભાગ, સિંધા નમક ચોથો ભાગ, ઘીમાં સેકેલી હિંગ ચોથો ભાગ, અને આદું નો રસ દોઢ ગણો મેળવીને તેનું સેવન કરવાથી ઉદરરોગ નો નાશ થાય છે, પેટની વધેલી ચરબી ઓછી થાય છે અને દસ્ત પણ સાફ આવે છે.
અરડુસી ના પાન નો રસ અને લસણ નો રસ ગાયના ઘી અને ગરમ દૂધમાં મિલાવીને પીવાથી ક્ષય રોગ મટે છે.
લસણ નો રસ એક તોલા, વાવડીંગનુ ચૂર્ણ, આદુનો રસ અને સિંધા નમક લઇ આ બધી વસ્તુ ને ભેગી કરીને એક મહીના સુધી ગરમ પાણી સાથે પીવાથી શરદી, દમ અને શ્વાસના રોગીઓને ફાયદો થાય છે.
તુલસીનો રસ અને લસણ લઇ તેમાં સુઠનું ચૂર્ણ અને મરી નું ચૂર્ણ મેળવી ગાયના દૂધ સાથે સવાર સાંજ પીવાથી શરદીમાં આશ્ચર્યજનક ફાયદો થાય છે.
લસણ ખાવાથી થતા નુકસાન
લસણ ને વધારે માત્રા માં લેવાથી હોજરી અને આતરડા માં નુકસાન થઇ શકે છે.
દૂધ અને લસણ ને એકીસાથે ક્યારેય ખાવું જોઈએ નહિ.
અતિસાર ના રોગીઓએ અને સગર્ભા સ્ત્રીઓએ લસણ નું સેવન કરવું જોઈએ નહિ.
લસણ ના ફાયદા અને લસણ ના નુકશાન જોયા પરંતુ અમુક પ્રશ્નો જેને લઇ ને વ્યક્તિઓના મન મા મુજવણ હોય છે તેના વિશે પણ જાણીએ.
લસણ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
હા , લઇ શકાય છે, બંને કફ માટે ઉપયોગી છે
તમે લસણ નું દરેક ઋતુ મા સેવન કરી શકો છો પરંતુ શિયાળા ની ઋતુ મા લસણ નું સેવન વધુ કરવું જોઈએ કેમ કે તેની તાસીર ગરમ છે
હા થોડા પ્રમાણમાં તમે લસણ નું સેવન કરી શકો છો, પેટ ને લગતી બીમારીઓ અને કબજિયાત માટે ખુબજ ફાયદાકારક છે
આયુર્વેદ મા લસણ અને દુષ ને વિરુધ આહાર માનવામાં આવે છે તેથી રાતના સમયે જો તમે જો દૂધ પિતા હોવ તો લસણ ખાવું નહી.
તમારા શરીર ની તાસીર પ્રમાણે અને શરીર ના રોગ ને અનુલક્ષી ને લસણ નું સેવન કરવું જોઈએ
ના કાચું લસણ ખાવા થી કોઈ પણ પ્રકાર નું નુકશાન થતું નથી, કાચું લસણ હ્રદય રોગ ના દર્દી ઓ માટે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
નાનકડી લવિંગ ના ફાયદા – Laving na Fayda
અલગ અલગ સમસ્યા માટે બેસ્ટ ઘરેલું આયુર્વેદિક કાળા – Aayurvedic Kado
શિયાળા માં આંબા હળદર નું સેવન કરવાના ફાયદા – Aamba Haldar na fayda
તમાલ પત્ર નું સેવન કરવાના 6 ફાયદા – Tamal Patra
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
અમારા દ્વાર આપવામાં આવેલ માહિતી લસણ ના ફાયદા,લસણ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, Lasan na Fayda In Gujarati, Garlic health benefits in Gujarati વિશે તમારો અભિપ્રાય અચૂક જણાવજો
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે