Lasan nu athanu banavani rit | લસણ નું અથાણું બનાવવાની રીત

Lasan nu athanu - લસણ નું અથાણું
Image credit – Youtube/Kabita's Kitchen
Advertisement

હવે લસણ નવું બજાર મા આવવા નું છે તો નવા લસણ નું આપણે સ્વાદિષ્ટ અને જલ્દી બની જતું Lasan nu athanu – લસણ નું અથાણું બનાવતા શીખીશું જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને મહેમાન આવશે તમારા ઘરે તેને ખુબજ પસંદ આવશે.

Ingredients list

  • લસણની કળી – ૫૦૦ ગ્રામ
  • પીળા સરસવના દાણા 4 ચમચી
  • કાળી સરસવ 2ચમચી
  • અજમો  1 ચમચી
  • વરિયાળીના 2ચમચી
  • આખા સૂકા ધાણા  2 ચમચી
  • જીરું 1 ચમચી
  • મેથીના દાણા 1 ચમચી
  • હળદર પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • આમચુર પાવડર 2 ચમચી
  • અજમો 1 ચમચી
  • કલોનજી 1 ચમચી
  •  તેલ ½ કપ ( સરસવ નું તેલ )
  • સ્વાદ પ્રમાણે મીઠું

Lasan nu athanu banavani rit

 લસણ નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 500 ગરમ લસણ લેશું જેને સારી રીતે છોલી અને પાણી માં ધોઈ લેશું ત્યાર બાદ સૂકા કપડાં થી એકદમ સારી રીતે બધા લસણ ને કોરૂ કરી નાખશું . ત્યાર બાદ એક પ્લેટ માં બધા લસણ ની કણી ને સારી રીતે ફેલાવી અને 1 દિવસ માટે આપડે તડકા માં મૂકી દેશું અને સાંજે આપડે પાછી પ્લેટ ને ઘરમાં લઈ લેશું અને બીજા દિવસે ખાલી 2 કલાક જેવું ફરીથી તડકા માં રેવા દેશું  જેથી આપડું અથાણું લાંબો ટાઈમ સુધી સ્ટોર થઈ શકશે.

ત્યાર બાદ હવે મસાલો તૈયાર કરવા ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં પીળા સરસવના દાણા 4 ચમચી , કાળી સરસવ 2 ચમચી , વરિયાળી 2 ચમચી , સૂકી મેથી ના દાણા 1 ચમચી , આખા સૂકા ધાણા 2 ચમચી , જીરું 1 ચમચી આ બધી વસ્તુ ને ધીમા તાપે 1 મિનિટ જેવું સેકી લેશું જો તમને પીળી સરસો ભાવતી હોય તો હજી 1 ચમચી પણ તમે તેમાં વધારે નાખી શકો છો. સરસો વધારે નાખવું ઈ બિલકુલ ઓપ્શનલ છે . થોડો કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી દેશું .

Advertisement

હવે મસાલા ને આપડે વધારે ઠંડો નઈ કરી આપડે હાથે થી અડી શકીએ એટલુ જ ઠંડું થવા દેશું . ત્યાર બાદ બધા મસાલા ને મિક્ષ્ચર જાર માં નાખી અને મિક્ષ્ચર જાર ને 2-3 વખત ચાલુ બંધ કરી અને દરદરૂ પીસી લેશું . હવે ગેસ પર એક કડાઈ ને ફરીથી ગરમ કરવા મૂકીશું અને ત્યાર બાદ તેમાં સરસવ નું ½ કપ જેવું તેલ નાખશું અને ત્યાર બાદ તેલ એક દમ ગરમ થાય એટલે તેમાં લસણ નાખી અને ફ્રાય કરી લેશું અને બધું લસણ એક થાળી માં કાઢી લેશું .

ત્યાર બાદ ફરીથી ઇજ કડાઈ માં ¼ જેવું પાછું તેલ નાખી દેશું અને તેલ ને ગરમ થવા દેશું . તેલ ગરમ થાય એટલે તેને સાઇડ માં મૂકી અને બીજા એક બાઉલ માં કે કોઈ મોટા વાસણ માં બીજો એક મસાલો તૈયાર કરી લેશું બાઉલ માં હળદર 1 ચમચી , લાલ મરચું 2 ચમચી , અજમો 1 ચમચી , કલોનજી 1 ચમચી , આમચૂર પાવડર 2 ચમચી ત્યાર બાદ જે મસાલો પીસી ને રાખ્યો હતો ઈ પણ નાખી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ સ્વાદ મુજબ મીઠું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું.

હવે એક મોટા વાસણ માં તૈયાર મસાલા ને નાખી દેશું અને તેના પર આપડે ગરમ તેલ નાખી દેશું . ગરમ તેલ નાખવાથી આપડા બધા મસાલા સારી રીતે શેકાઈ જાય છે અને છેલે હવે આપડે ફ્રાય કરેલું લસણ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેશું .

તો તૈયાર છે આપણું લસણ નું મસ્ત અથાણું જેને તમે તરતજ ખાઈ સકો છો .

Athana recipe notes

  •  જો પીળી રાઈ ન મળે તો રેગ્યુલર રાઈ ને મિક્સર જાર માં પ્લસ મોડ માં એક બે વખત ફેરવી લઈ ફોતરા અલગ કરી વાપરી શકો છો.
  • તમે છેલે આમાં વિનેગર નો પણ ઉપયોગ કરી શકો છો.
  • અથાણાં ne ફ્રીઝ માં રાખવાની જરૂર નથી તમે બારે પણ રાખી શકો છો.

નીચે પણ આવીજ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ

Advertisement