નમસ્તે મિત્રો આજે આપણે બચેલા ભાત નો નાસ્તો બનાવવાની રીત – bachela bhaat no nasto banavani rit સાથે ચટણી બનાવવાની રીત શીખીશું, do subscribe YouTube channel on YouTube If you like the recipe , ઘણી વખત બપોર ના જમણ પછી ભાત વધી પડે છે જે ફેંકવા નું મન નથી થતું અને વારંવાર વઘારેલા ભાત બનાવવા પણ નથી ગમતા તો આજ આપણે બચેલ ભાત માંથી નવો નાસ્તો બનાવશું જે તમે સવાર ના નાસ્તામાં કે પછી સાંજ ના નાસ્તામાં તૈયાર કરી ઘરના k e આવેલ મહેમાન ને સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ leftover rice recipe in gujarati સાથે ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બચેલા ભાત નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- બચેલા ભાત 2 કપ
- ચોખા નો લોટ / પીસેલી સોજી 1 ¼ કપ
- નારિયળ નું છીણ ½ કપ
- દહી ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
ચટણી બનાવવા માટેની સામગ્રી
- ચટણી ના વઘાર માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- ચણા દાળ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 5-7
- સૂકા લાલ મરચા 1-2
બચેલા ભાત નો નાસ્તો બનાવવાની રીત | leftover rice recipe in gujarati
બચેલા ભાત નો નાસ્તા બનાવવા સૌપ્રથમ એક મિકસર જાર માં બચેલા ભાત, નારિયળ નું છીણ ( જો સૂકું નારિયળ હોય તો થોડા પાણી માં પંદર વીસ મિનિટ પલાળી નાખવું), દહી, સ્વાદ મુજબ મીઠું અને અડધો કપ પાણી નાખી પીસી લ્યો
હવે મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો ને એમાં ચોખા નો લોટ / સોજી પીસેલી સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો પંદર મિનિટ પછી હાથ માં તેલ લગાવી ને લોટ ને મસળી મસળી ને મિક્સ કરી લોટ બાંધી લ્યો લોટ સોફ્ટ બાંધવો ( જરૂરી લાગે તો જરૂર મુજબ પાણી લેવું)
ત્યાર બાદ ગેસ પર એક કડાઈ કે ઢોકરીયા માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને સેવ મશીન લઈ મશીન ને તેલથી ગ્રીસ કરી લ્યો અને ગ્રીસ કરેલ સેવ મશીન માં ગાંઠિયા ની જારી મૂકી તૈયાર મિશ્રણ ને એમાં નાખી બંધ કરી લ્યો હવે ગ્રીસ કરેલ ચારણી માં કે ઈડલી સ્ટેન્ડ માં ગોળ ગોળ ફેરવી મેગી જેમ અથવા નાના નાના ગોલ બનાવી લ્યો
હવે ઈડલી સ્ટેન્ડ કે ચારણી ને કડાઈ માં મૂકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો બાર મિનિટ પછી સ્ટેન્ડ કે ચારણી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને લીલા ધાણા ઝીણા સુધારેલા નાખી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો
ચટણી બનાવવાની રીત
chutney banavan – ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં નારિયળ ના કટકા,શેકેલ સફેદ તલ / શેકેલ સીંગદાણા લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લીંબુ નો રસ,સ્વાદ મુજબ મીઠું અને પાણી જરૂર મુજબ નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
ચટણી નો વઘાર કરવાની રીત
ચટણી નો વઘાર કરવા માટે વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ચણા દાળ, અડદ દાળ, નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા પાન, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ચટણી પર નાખી મિક્સ કરી તૈયાર કરો ચટણી ને સર્વ કરો બચેલા ભાત નો નાસ્તા સાથે ચટણી
bachela bhaat no nasto banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઓટ્સ રવા ઢોસા રેસીપી | Rava dosa banavani rit | Rava Dosa recipe in Gujarati
પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati
ભાજી કોન બનાવવાની રીત | Bhaji cone recipe in Gujarati | bhaji cone banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે