નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું લીલા ચણા ની વાનગી જેનું નું નામ છે લીલા ચણા ના કબાબ, Lila chana na kabab recipe in Gujarati.
લીલા ચણા ના કબાબ રેસીપી
લીલા ચણા ના કબાબ બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
- ૧ -૨ કપ લીલા ચણા
- લીલા મરચા ૨-૩
- અડધી ચમચી લીંબુ નો રસ
- છીણેલું આદુ ૧ ચમચી
- લીલા ઘણા ફુદીના ની ચટણી ૨-૩ ચમચી
- લીલા ઘણા ૨-૩ ચમચી
- તલ ૨-૩ ચમચી
- બ્રેડ ક્રમ (બ્રેડ નો ભૂકો ) ૧-૨ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Lila chana na kabab recipe in Gujarati
લીલા ચણા ના કબાબ બનાવવા સૌ પ્રથમ લીલા ચણા ને એક મિકસચર જાર માં લઇ તેમાં લીલા મરચા નાખી અઘ્ધ કચરા પીસી લઈ એક વાસણ માં કાઢી લ્યો,
પીસેલા ચણા માં લીલા ધાણા ફુદીના ની ચટણી, છીણેલું આદુ, લીલા ધાણા ,તલ, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ તેમાં તાજી ૩-૪ બ્રેડ ને મીકસચેર જાર માં પીસી ને નાખીને છેલ્લે તેમાં લીંબુ નો રસ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી તેના મનગમતા આકાર ના કબાબ બનાવો.
હવે કબાબ ને તરવા માટે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા તૈયાર કરેલ કબાબ ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી ને કઢીલ્યો ગરમ ગરમ ચાય કે ચટણી સાથે પીરસો.
Lila chana na kabab recipe Video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીલા ચણાનું શાક બનાવવાની રીત | Lila chna nu shaak Recipe in Gujarati
લીલા વટાણા ના ઉત્તપમ બનાવવાની રીત – Lila Vatana na uttapam Recipe
સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in Gujarati
તલ નો ગજક બનાવવાની રીત | Tal no gajak recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે