નમસ્તે મિત્રો આજે આપણે લીલા ચણા ની ચાટ બનાવવાની રીત – Lila chana ni chat banavani rit શીખીશું. ચાર્ટ તો બધા ને ખૂબ પસંદ આવતા હોય છે do subscribe YouTube channel on YouTube If you like the recipe ઠંડી ની સીઝન માં જો સાંજે ગરમ ગરમ ચાર્ટ ખવડાવે તો ખૂબ મજા આવી જાય તો ચાલો આજ આપણે ઘરે સાંજે બનાવી ખાઈ શકાય એવો ચાર્ટ બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ lila chana ni chat recipe in gujarati – લીલા ચણા ચાર્ટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
લીલા ચણા ની ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- લીલા ચણા બાફેલા 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- લીલા મરચા સુધારેલા 2-3
- ઝીણું સુધારેલ આદુ 1 ચમચી
- સંચળ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ¼ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
લીલા ચણા ની ચાટ બનાવવાની રીત | lila chana ni chat recipe in gujarati
લીલા ચણા ચાર્ટ બનાવવા સૌપ્રથમ ચણા ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ કુકર મા નાખી એમાં જરૂર મુજબ પાણી ને મીઠું નાંખી મિક્સ કરી કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો (આ ચાર્ટ માં ચણા ગરમ ગરમ વધારે સારા લાગે છે તો બને ત્યાં સુંધી ચણા ને જરૂર પડે ત્યારે ખોલી ને કાઢવા )
હવે એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટા, આદુ, લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ, ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો જ્યારે સર્વ કરવા ના હોવ ત્યારે ગરમ ગરમ ચણા પાણી નિતારી ને નાખી સાથે લીબું નો રસ જરૂર મુજબ નાખી બરોબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો લીલા ચણા ચાર્ટ.
Lila chana ni chat banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Payal’s kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati
તવા મસાલા ઈડલી બનાવવાની રીત | tawa masala idli banavani rit | tawa masala idli recipe in gujarati
જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati
ગ્રીન ચીલી સોસ બનાવવાની રીત | green chilli sauce banavani rit | green chilli sauce recipe gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે