નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત – Lili dungri na parotha banavani rit શીખીશું, do subscribe Creative class @ SARIKA YouTube channel on YouTube If you like the recipe પરોઠા તો તમે અલગ અલગ પ્રકારના બનાવતા હોઈએ પણ આજ આપણે એક અલગ પ્રકારના પરોઠા બનાવવાની રીત શીખીશું જે એકદમ સ્વાદિષ્ટ લાગશે તો એક વખત તો ચોક્કસ બનાવો આ રીતે પરોઠા તો ચાલો Lili dungri na paratha recipe in gujarati શીખીએ.
પરોઠા નો લોટ બાંધવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- બેસન 2-3 ચમચી
- દહીં 1-2 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- અજમો ½ ચમચી
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
પરોઠા ની સ્ટફિંગ ની સામગ્રી
- લીલી ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- તેલ 1-2 ચમચી
- શેકેલ બેસન 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કસુરી મેથી 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
ડુંગળી ના પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત
લીલી ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો અને ચાકુ થી સફેદ ભાગ અલગ સુધારી લ્યો અને પાંદડા અલગ સુધારી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સફેદ ભાગ નાખી ને મિક્સ કરી ને નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો અને ડુંગળી નરમ થાય પછી ડુંગળી ને એક બાજુ કરી વચ્ચે એમાં શેકેલ બેસન નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
બેસન શેકાઈ જાય એટલે ધીમા તાપે કરો એમાં લીલી ડુંગળી ના પાંદડા નાખી સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, કસુરી મેથી મસળી ને નાખો અને ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
લીલી ડુંગળી ના પરોઠા નો લોટ બાંધવાની રીત
એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો સાથે એમાં બેસન પણ ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી ને મેથી નાખો સાથે અને અજમો મસળી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ દહી અને પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને ઉપર એક બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી દસ મિનિટ એક બાજુ મૂકો
લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | Lili dungri na paratha recipe in gujarati
લીલી ડુંગળી ના પરોઠા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે એજ એક લુવો લ્યો એને મસળી ને ગોળ કરી એમાં વાટકા જેવો આકાર આપો હવે એમાં એક બે ચમચી તૈયાર સ્ટફિંગ નાખી પેક કરી લ્યો આમ બધા લુવા માં સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો અને એક લુવો લ્યો એની સાથે કોરો લોટ લઈ હલકા હાથે વણી લ્યો ને વણેલા પરોઠા ને તવી પર નાખો ને બને બાજુ શેકી લ્યો,
ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા જ પરોઠા વણી ને શેકી લ્યો ને ગરમ ગરમ ચટણી, સોસ કે અથાણાં સાથે મજા લ્યો લીલી ડુંગળી ના પરોઠા
Lili dungri na parotha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Creative class @ SARIKA ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit
શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit
મોઝરેલા ચીઝ બનાવવાની રીત | mozzarella cheese banavani rit
શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે