હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને એમાં પણ શિયાળા દરમ્યાન જ્યારે કાચી લીલી હળદર મળતી હોય ત્યાં સુંધી એમાંથી બનેલી વાનગીઓ ખાવા ની ખૂબ મજા આવે છે અને કહેવાય છે કે શિયાળા દરમ્યાન હળદર નું સેવન બાર મહિના સુંધી સ્વાસ્થ્ય સારું કરે છે તો આ વખતે આપણે શિયાળા પૂરતું નહિ પણ એના પછી પણ હળદર ખાઈ શકીએ એ માટે એમાંથી Lili haldar nu athanu – લીલી હળદર નું અથાણું બનાવી ને રાખી છ થી આઠ મહિના સુંધી મજા લઈ શકીશું.
લીલી હળદર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- લીલી હળદર 100 ગ્રામ
- આદુનો 25 ગ્રામ
- લીલા મરચા સુધારેલા 8-10
- સરસો તેલ / તેલ 1 કપ
- વરિયાળી 2 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- મરી 10-12
- લવિંગ 5-7
- રાઈ ના કુરિયા 3 ચમચી
- હિંગ ½ ચમચી
- કલોંજી 1 ચમચી
- આચાર મસાલો 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- વિનેગર 1-2 ચમચી
Lili haldar nu athanu banavani rit
લીલી હળદર નું અથાણું બનાવવા સૌપ્રથમ લીલી હળદર, આદુ અને લીલા મરચા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ હળદર અને આદુ ને છોલી સાફ કરી ફરી ધોઇ લ્યો અને કપડા થી હળદર. આદુ અને મરચા ને લૂછી કોરા કરી લ્યો ત્યાર બાદ હળદર ને ગોળ ગોળ કે ઝીણી ઝીણી ચોરસ કટકા કરી લ્યો અને આદુ ના પણ એ પ્રમાણે કટકા કરી લ્યો.
હવે લીલા મરચા ને પણ ને ભાગ કરી ઝીણા ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં જીરું, આખા ધાણા, મરી, વરિયાળી, મેથી દાણા, લવિંગ, બે ચમચી રાઈ ના કુરિયા નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી ઠંડા કરવા મૂકો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી લ્યો. અને વઘાસિયા માં સરસો તેલ / તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ થવા દયો.
હવે સુધારેલ હળદર , આદુ અને લીલા મરચા માં પીસી રાખેલ મસાલો, લાલ મરચાનો પાઉડર, આચાર મસાલો, કલોંજી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમ ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખો સાથે વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી બરણી માં ભરી લ્યો અને ને ત્રણ દિવસ ઉથલાવી ને મજા લ્યો તો તૈયાર છે લીલી હળદર નું અથાણું.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
Bajra lila lasan no churmo | બાજરા લીલા લસણ નો ચુરમો
Veg Kofta Curry banavani rit | વેજ કોફતા કરી બનાવવાની રીત
Vadheli rotili na patra banavani rit | વધેલી રોટલી ના પાત્રા બનાવવાની રીત