લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત | lili makai na dhokla banavani rit recipe

લીલી મકાઈ ના ઢોકળા ની રેસીપી - લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત - lili makai na dhokla recipe - lili makai na dhokla banavani rit gujarati ma - lili makai na dhokla recipe in gujarati
Image credit – Youtube/Magic of Indian Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત – lili makai na dhokla banavani rit શીખીશું. do subscribe Magic of Indian Rasoi YouTube channel on YouTube  If you like the recipe આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ lili makai na dhokla recipe in gujarati – લીલી મકાઈ ના ઢોકળા ની રેસીપી માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લીલી મકાઈ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • મકાઈ ના દાણા 1 ½ કપ
  • આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
  • તેલ 1 +1+2-3 ચમચી
  • હિંગ ¼+¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • ઇનો 1 ચમચી
  • મરી પાઉડર ⅛ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ⅛ ચમચી
  • રાઈ ½  ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-6
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

lili makai na dhokla banavani rit gujarati ma | lili makai na dhokla recipe in gujarati

લીલી મકાઈ ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને મકાઈ ના દાણા લ્યો એને પા કપ પાણી સાથે પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો

ત્યાર બાદ એક વાસણમાં સાફ કરેલ સોજી, ખાટું દહીં, મકાઈ ની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ, તેલ અને હિંગ નાખી બરોબર મિક્સ કરો

Advertisement

હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખવું ને મિશ્રણ ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં (અહી તમે ઢોકરિયું પણ વાપરી શકો છો) કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ને ગરમ કરવા મૂકો હવે એક ચમચી તેલ થી એક થાળી ને ગ્રીસ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી ને કડાઈ માં મૂકો

ત્યારબાદ  મકાઈ ના મિશ્રણ માં ઇનો નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને કડાઈમાં મુકેલ થાળી માં નાખી દયો ને ઉપર એક બે ચપટી લાલ મરચા નો પાઉડર અને મરી પાઉડર છાંટી દયો અને ઢાંકી ને દસ થી પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ માં ઢોકળા ચડી જસે

ઢોકળા પંદર મિનિટ ચડી જય એટલે થાળી ને બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એના ચાકુ થી કટકા કરી લ્યો અને થાળી એક બાજુ મૂકો

હવે એક વઘારિયા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો અને ઉપર લીલા ધાણા છાંટો તો તૈયાર છે લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો લીલી મકાઈ ના ઢોકળા.

લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત | લીલી મકાઈ ના ઢોકળા ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley banavani rit | bataka ni smiley recipe in gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

ફરાળી બટાકા ના પરોઠા બનાવવાની રીત | farali batata na paratha banavani rit | farali batata na paratha recipe gujarati

ચીઝ બોલ્સ બનાવવાની રીત | cheese balls banavani rit | cheese balls recipe in gujarati

મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement