લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

લીંબુ ના ફાયદા - લીંબુ નો ઉપયોગ - લીંબુ ના ઘરેલું ઉપચાર - Limbu na fayda in Gujarati - Limbu na fayda - lemon health benefits in Gujarati
Advertisement

આજ ના આ આર્ટીકલ ની અંદર અમે તમને વિવિધ રીતે લીંબુ નું સેવન કરવાના ફાયદા,લીંબુ ના નાના નાના પણ અત્યંત અગત્યના ઘરગથ્થું ઉપચારો,લીંબુ ની છાલ ના ફાયદા,લીંબુના રસ ના ફાયદા ,લીંબુ ના ફાયદા,લીંબુ નો ઉપયોગ વિવિધ સમસ્યામાં , Limbu na fayda in Gujarati,lemon health benefits in gujarati,વિશે વિસ્તૃત મા માહિતી આપીશું

Table of contents

લીંબુ | Limbu

આજ આપને વાત કરશું સ્વાદ માં ખાટા પણ શરીર માટે ફાયદેમંદ અને નાના થી લઇ ને મોટા સૌ કોઈને ભાવે એવા લીંબુની, લીંબૂ થી આપણે બધા પરિચિત જ હોઈએ છીએ.

પુરાતનકાળ થી અસ્તિત્વ ધરાવતું આ ફળ આયુર્વેદમાં  મોખરું સ્થાન ધરાવે છે. તેની ઉપયોગિતાનું આયુર્વેદિક ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. લીંબૂ ઘણી જાતના થાય છે જેમાં કાગદી લીંબૂ, જ્મ્મીરી લીંબૂ, બીજોરા, કન્ના લીંબૂ, ગધ્ધા લીંબૂ, જંગલી લીંબૂ આ સર્વે જાતો ખાટી છે.

Advertisement

સંતરા, ચકોત્રા, પપનસ, મોસંબી, નારંગી વગેરે પણ લીંબૂ કુળના જ ફળ છે પણ તેમાં ખટાશ ઓછી અને મીઠાશ વધારે હોય છે.

આ તમામ પ્રકારમાંથી કાગદી લીંબૂ સૌથી વધારે ઔષધીય ગુણો ધરાવે છે. તે સર્વોત્કૃષ્ટ અને વધારે ગુણકારી પણ છે. સામાન્ય વપરાશમાં કાગદી લીંબૂ જ લીંબૂ તરીકે ઓળખાય છે. કાગદી લીંબૂ બે પ્રકાર ના હોય છે.

૧- પાતળી ઘેર રંગની પીડી ચકચકિત છાલવાળા

૨- જાડી પીળા રંગની છાલવાળા.

આ બન્ને માં પાતળી ઘેર રાગ ની છાલવાળા લીંબૂ સૌથી ઉત્તમ છે. તેમાંથી સારા પ્રમાણ માં રસ નીકળે છે.

લીંબુના આપને વિવિધ વ્યંજન બનાવતા હોઈએ છીએ. વિટામીન-સી નો આધારભૂત સ્ત્રોત છે લીંબૂ, આપણે જાણીએ છીએ કે બીજા બધા ફળો પાકવાથી મીઠા થાય છે, જયારે લીંબૂ પાકી જાય તો ખાટું થઇ જાય છે એજ તેની વિશેષતા છે.

લીંબુ ના ફાયદા 

વૈજ્ઞાનિક મત પ્રમાણે લીંબૂ સાયટ્રીક એસીડ ની માત્રા વધારે હોય છે. તેમાં ૭.૫% જેટલું એસીડ નું પ્રમાણ હોય છે. પરંતુ તેનું પાચન થતા તેનું ક્ષાર માં રૂપાંતર થઇ જાય છે અને તે લોહીમાં આહાર થી ઉત્તપન્ન થતી ખટાશ દૂર કરી ને લોહીને શુધ્ધ કરે છે.

તે ઉપરાંત લીંબૂમાં પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું, શર્કરા, કેલ્શિયમ, પોટાસ, ફોસ્ફરસ અને આયરન પણ હોય છે.

લીંબુ એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ આપણે સૌ જાણીએ છીએ જો લીંબુ નું સેવન આપણે લીંબુ પાણી બનાવી,સલાડ સાથે,દાળ માં ઉમેરીએ છીએ જેથી તે વાનગી સ્વાદિષ્ટ બને તો છે સાથે સાથે ફાયદા પણ કરેછે

જો તેનું ખાલી સેવન કરીએ તો તે ખુબજ સારું પરિણામ આપે છે 

લીંબુ નો ઉપયોગ વિવિધ સમસ્યામાં ઘરેલું ઉપચાર તરીકે

લીંબુ નો ઉપયોગ આફરો, પેટમાં ગેસ ની સમસ્યામાં

આ સમસ્યા થવાથી પેટ અને છાતીમાં બળતરા થાય છે. લીવરની કામગીરી ધીમી પડે છે. બેચેની અને અરુચિ વધી જાય છે. પેટમાં ગેસ ચડવાથી સખ્ત દર્દ થાય છે. તેને દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે.

જામફળનો રસ અડધો કપ લઇ તેમાં એક લીંબુ નીચોવીને જમ્યા પછી સેવન કરવાથી ફાયદો થાય છે.

મેથીની ભાજી બનાવી તેમાં અડધું લીંબૂ નીચોવીને ખાવાથી લાભ થાય છે.

કોબીનો રસ અડધો કપ લઇ તેમાં અડધું લીંબૂ નીચોવી તે રસ પીવાથી પણ ફાયદો થાય છે.

અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી લીંબુનો રસ મિલાવી સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે.

પેટમાં દુખાવા મા લીંબુ નો ઉપયોગ

પેટ ભારે લાગે, પેટમાં દુખાવો થાય, પેટ ફૂલી જાય, ભૂખ ના લાગે કબજીયાત થવાથી, અતિશય ઝાડા થઇ જવાથી પેટમાં દર્દ થાય છે. કોઈકવાર ચક્કર પણ આવે છે. તેને દૂર કરવાના ઉપાયો નીચે છે.

થોડી હિંગ, થોડી સુંઠ અને ચપટી એક સિંધા નમક ભેગા કરીને તેમાં અડધું લીંબૂ  નીચોવી ખાવાથી દર્દ મટે છે.

થોડુક મીઠું, અજમો, જીરું, કાળા મરી, હિંગ અને લીંડી પીપરનું ચૂર્ણ લઇ તેમાં એક લીંબૂ નીચોવીને લેવાથી પેટનું દર્દ મટે છે.

લીંબૂના અડધા કટકા કરી તેમાં કાળા મરી, જીરું, અજમો, અને સંચળનું ચૂર્ણ ભરી ચૂસવાથી આરામ થાય છે.

નાની હરડેનું ચૂર્ણ એક ચપટી ફાકીને ઉપર એક લીંબુના રસમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીને પી જવાથી પણ રાહત મળે છે.

એસીડીટી માં લીંબૂ

આ રોગમાં ખાટા ઓડકાર આવે છે, છાતીમાં બળતરા થાય છે, બેચેની લાગે, મોઢું ખાતું ખાટું જ રહે છે. આ રોગમાં આમાશયમાં અધિક પ્રમાણ માં એસીડ ઉત્તપન્ન થાય છે. વધારે ચરબી વાળો ખોરાક ખાવથી, મેંદા ની વસ્તુ ખાવાથી, મરચું વધારે પ્રમાણમાં ખાઈ લેવાથી આ સમસ્યા થતી હોય છે.

એક હમચી લીંબૂ નો રસ, એક ચમચી આદુનો રસ, થોડાક લીલા ધાના, થોડા કાળા મરી, જીરું, લસણ, સંચળ આ બધાને ભેગું કરીને પીસીને ચટણી બનાવી તેને ભોજન સાથે લેવાથી એસીડીટી થતી નથી.

એસીડીટી દુર કરવા એક ચમચી આદુનો રસ, એક ચપટી સિંધા નમક, અને બે ચમચી લીંબુ ન રસ મિલાવીને લેવાથી લાભ થાય છે.

એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નો રસ, ચાર પાંચ ટીપા અજમાના પાન ના રસના અને એક ચમચી આદુનો રસ આ બધું મિક્ષ કરી હલાવીને પીવાથી એસીડીટી માં અવશ્ય ફાયદો થાય છે.

પેટના કૃમીઓ દૂર કરવા લીંબુ નો ઉપયોગ

આ સમસ્યામાં પાચનક્રિયા સાથે સંકળાયેલ વિકારો પેદા થાય છે. ચામડી પીળી પડવા માંડે છે. ઉલટી થાય છે, પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. પેટમાં નાના નાના જીવાણુઓ ઉત્તપન્ન થઇ ધીમે ધીમે મોટા કૃમિ બને છે.

કારેલાનો રસ ૫ ગ્રામ, લીમડાના પણ નો રસ એક ચમચી, લસણ નો રસ અડધી ચમચી, એક ચમચી વાવડીંગ નું ચૂર્ણ, લીંબુનો રસ બે ચમચી આ બધું મિક્ષ કરીને બાળક ને દિવસમાં ચાર વાર તેનો એક-એક ભાગ આપવો. મળની સાથે બાળકના પેટમાંથી કૃમિ બહાર નીકળી જશે.

દાડમના છોડના મૂળ ૫૦ ગ્રામ લઇ અડધા લીટર પાણીમાં ઉકાળવા, ૧૦૦ ગ્રામ પાણી બાકી રહે ત્યારે તેમાં એક લીંબૂ નીચોવી તે ઉકાળો. તેમાંથી બે-બે ચમચી દિવસમાં ત્રણથી ચાર વાર આપવાથી કૃમીઓ મરી જશે.

૨ લીંબુના રસમાં ૩૦ ગ્રામ ફુદીનાના પાન અને પાંચ દાણા કાળા મરી નાખી ચટણી બનાવવી. આં ચટણી નું સેવન કરવાથી કૃમિ મરી જશે અને મળ સાથે બહાર નીકળી જશે.

ઉલટી/વમન ની સમસ્યા મા લીંબુ

એક ચમચી લીંબુના રસમાં બે ચમચી દાડમના દાણાનો રસ મિલાવીને પીવાથી ઉલટી મટે છે.

લીલા ધાણા નો રસ અડધી ચમચી, એક ચમચી મધ, અને બે ચમચી લીંબુના રસમાં તેને મેળવી પીવાથી ઉલટી મટે છે.

લીંબુના ઝાડના મૂળને પાણીમાં અતિશય ઉકાળી તે ઉકાળો પીવાથી ઉલટી બંધ થાય છે.

લીંબુના રસમાં સફેદ જીરું, શેકીને તેમાં લવિંગ અને કાળા મરીનું ચૂર્ણ મિલાવીને પીવાથી ઉલટી મટે છે.

લીંડી પીપરનું ચૂર્ણ બે ચપટી, બીજોરાનો રસ અડધી ચમચી, અને મધ એક ચમચી લઈને બધું મિક્ષ કરીને ચાટવાથી રાહત થાય છે.

પેચીશ/મરોડ માં લીંબુ

મળત્યાગ કરતી વખતે કે મળત્યાગ પહેલા આતરડામાં દર્દ થાય છે. આ રોગને મરોડ કહે છે. ખાટા અને વધારે પડતા મરચા ખાવાથી આ રોગ થાય છે. તેના ઉપાય તરીકે નીચે મુજબ ના ઘરગથ્થું ઉપચાર કરવા.

અડધા લીંબુ ઉપર બે કાળા મરીનો ભુક્કો, એક ચપટી સંચળ અને એક ટીપું ફુદીનાનો અર્ક નાખી ચૂસવાથી આં રોગમાં ફાયદો થાય છે.

લીંબુ ના રસમાં બે નાની હરડે, ૧૦ ગ્રામ વરીયાળી, ૫ ગ્રામ જીરું અને બે ચપટી સિંધા નમક નાખી ચટણી બનાવવી. આ ચટણી ના બે ભાગ કરવા, એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ભોજન પહેલા લેવો, ઉપર તરત જ છાશ પીવી. આ પ્રયોગ થી દર્દ મટી જાય છે.

ઝાડા – અતિસાર માં લીંબુનો ઉપયોગ અને લીંબુ ના ફાયદા

વારંવાર ઝાડા થાય છે.ઝાડા પાતળા, પીળા,લીલા અથવા સફેદ રંગના થાય છે.પેટમાં દર્દ થાય છે. કોઈકવાર મળની સાથે લોહી પણ પડે છે. આવા સમયે નીચે મુજબ ના ઉપચારો કરવા જોઈએ.

૨ ચમચી લીંબુનો રસ, ૨ ચમચી પલકનો રસ, ૨ ચમચી કોબીજનો રસ લઇ તેમાં થોડીક હિંગ અને ચપટી સંચળ આખીને પીવાથી ઝાડા બંધ થઈ જાય છે.

જીરું, વરીયાળી, લવિંગ અને દાડમના દાણા ૩-૩ ગ્રામ લઇ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં ૧ ચમચી દાડમના દાણા નો રસ અને એક ચમચી લીંબુનો રસ મિલાવીને સવાર સાંજ સેવન કરવાથી ઝાડા મટે છે.

કોલેરા માં લીંબુ

ઝાડા અને ઉલટી થાય છે,પેટમાં અને આતરડા માં દર્દ થાય છે. બેચેની લાગે છે. વર્ષા ઋતુ પૂરી થવાના સમયે અને અતિશય ગરમીની અસરથી આં રોગ થાય છે.

પાણી અને લીંબુનો રસ ભેગા કરીને થોડો થોડો દર્દીને પીવડાવવો જોઈએ.

એક ક્લાસ લીંબુના શરબતમાં એક ચમચી ડુંગળીનો રસ નાખીને દર્દીને વારંવાર આપવાથી કોલેરા કન્ટ્રોલમાં આવી જાય છે.

લીંબુના રસમાં ૩ ગ્રામ કપૂર અને બે ચમચી અજમાનું ચૂર્ણ મિક્ષ કરીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

૪ ચમચી લીંબુનો રસ, ૫ ગ્રામ અજમાનું ચૂર્ણ, ૨ નંગ નાની હરડે, સુંઠ, લીંડીપીપર, સાદું મીઠું, સિંધા નમક, સંચળ અને મદારની કડીઓ ૧૦-૧૦ ગ્રામ લઇ લસોટીને નાની નાની ગોળીઓ બનાવી એમાંથી દર બે-બે કલાકે ૩-૩ ગોળીઓ આપવાથી કોલેરામાં ફાય્ડોથાય છે.

અગ્નિમાંધ/ જઠરાગ્નીની મંદતા મા લીંબુ નો ઉપયોગ

પેટ ભરેલું ભરેલું લાગે કે ભૂખ ના લાગે, ખાટા ઓડકાર આવે, આમાશયની અને આતરડા ની પાચનશક્તિ નબળી પડી જાય, શરીર ભારે લાગવા લાગે છે. વગરે લક્ષણો છે. ત્યારે નીચેના ઉપચારો કરવાથી આરામ મળે છે.

આદુના નાના નાના ટુકડા કરી તેની ઉર થોડુક મીઠું ભભરાવવું સાથે ટુકડાઓ ઉપર લીંબુનો રસ નાખી દરરોજ ખોરાક સાથે ભોજનમાં લેવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

અડધી ચમચી સુંઠ પાવડર, થોડુક જીરું, ચપટી હિંગ અને બે ચપટી સિંધા નમક મિલાવી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં અડધા લીંબુનો રસ નાખીને દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે.

અડધી ચમચી આદુનો રસ, એક ચપટી સિંધા નમક અને અડધા લીંબુનો રસ મેળવી પીવાથી પાચનશક્તિ સતેજ થાય છે અને ખોરાક નું પાચન ઝડપ થી થાય છે.

સંગ્રહણીમાં લીંબુ

વારંવાર ઝાડા થાય છે, મળની સાથે ચરબી જેવો ચીકણો પદાર્થ આવે છે. આતરડા માં દોષ ઉત્તપન્ન થવાથી આ સમસ્યા થાય છે.

લીંબુના રસમાં લીંડી પીપર ઘસીને પીવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

કેળાના મૂળ, દાડમના છોડના મૂળ અને લીંબુડીના મૂળ સુકા દશ ગ્રામ લઇ પીસીને ચૂર્ણ બનાવવું. તેમાં થોડું સાકર કેસર ઉમેરી ચૂર્ણ ને ફરી પીસવું. લીંબુના પાણી સાથે અડધી ચમચી ચૂર્ણ લેવાથી સંગ્રહણી મટે છે.

લીંબુના રસમાં જાયફળ ઘસીને લેવાથી સંગ્રહણી મટે છે.

ચામડીના રોગોમાં લીંબુના પ્રયોગો

ચામડીનારોગ ખાસ કરીને લોહીના વિકારથી/ લોહીની ખરાબી થી ઉત્તપન્ન થતા હોય છે. ખોરાકમાં ગરમ મસાલા વધારે પ્રમાણમાં લેવાઈ જવાથી પણ ઘણી વાર સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. લીંબુનો રસ રોગઉત્પાદક જંતુમાત્ર નો નાશ કરે છે.લીંબુનો પ્રયોગ ભૂખ્યા પેટે કરવો વધુ લાભદાયક છે.

લીંબુ કાપી તેના બે ભાગ કરીને તેમાં સિંધા નમક ભરીને લીંબુ સુકવી નાખવું. સુકાયેલા લીબુને ખાંડીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણનું સેવન કરવાથી વત્તરક્ત, ચળ અને ખંજવાળમા ફાયદો કરે છે.

લીંબુની છાલને લીંબુના રસમાં પીસીને પોટીશ બનાવવી. આ પોતીશને ગરમ કરીને શરીરના જે-તે ભાગ પર બાંધવાથી અથવા મસળવાથી થોડા જ દિવસમાં કીટાણું, ઝેરી જંતુના સ્પર્શ થી પડેલા કાળા ડાઘા પણ મટે છે.

લીંબુના રસમાં આમલીના કચુકાને ઘસીને દાદર ઉપર ચોપડવાથી દાદર મટે છે.

લીંબુનો રસ માથાના વાળમાં નાખી બરાબર મસળવું પછી ગરમ વડે સ્નાન કરવાથી વાળ નો મેલ અને વાળ ની શુષ્કતા દૂર થાય છે. વાળ લીસા અને મુલાયમ બને છે.

મોઢાના રોગોમાં લીંબુ

તાજા લીંબુનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ, ખાંડ ૧૫ થી ૨૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ પાણીમાં મિલાવીને સવાર-સાંજ પીવાથી ૧૫-૨૦ દિવસમાં પાયોરિયા મટે છે.

લીંબુનો રસ આંગળીના ટેરવા પર લઇ, દાંતના પેઢા ઉપર ઘસવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે.

એરંડિયું તેલ, કપૂર અને લીંબુના રસનું મિશ્રણ દરરોજ પેઢા પર ઘસવાથી અત્યંત ફાયદો થાય છે.

૪-૫ લવિંગને લીંબુના રસમાં લસોટીને તે રસને દાત અને પેઢા પર ઘસવાથી દાંતનો દુખાવો અને પેધાનો દુખાવો મટે છે.

કાન અને તાવ વગેરેમાં લીંબુનો પ્રયોગ

લીંબુના રસમાં સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરું બંધ થાય છે. કાન પાકતો મટી જાય છે.

લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસીયું અથવા તલનું તેલ મેળવી ખુબજ ઉકાળી પકાવવું. લીંબુના રસ નું પાણી બળી જતા તે પાકું થાય છે. તેને ગાળી બોટલમાં ભરી લેવું. આ તેલના બે-બે ટીપા દરરોજ કાનમાં નાખવાથી કાનમાંથી નીકળતી રસી બંધ થાય છે, કાનમાં થતો દુઃખાવો મટે છે, કાનમાં આવતી ખંજવાળ બંધ થાય છે અને કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.

તલનું તેલ ૫૦ ગ્રામ, પાચ કડી લસણ અને એક લીંબુનો રસ, આ ત્રણેયને ભેગા કરીને ઉકાળી ગાળી લઈને તેમાંથી સવાર-સાંજ કાનમાં બે-બે ટીપાં નાખવાથી બહેરાશ આવી હશે તો તેમાં ખુબ જ ફાયદો થશે.

એક લીંબુનો રસ કાઢી, ગાળી લઇ તેમાં મૂળાનો રસ અને સરસીયા તેલ ઉમેરી કાનમાં બે ટીપાં નાખવું. કાનનું પરું, બહેરાશમાં ઉત્તમ પરિણામ મળે છે.

લીંબુની ખટાશમાં ઠંડક પેદા કરવાનો વિશિષ્ટ ગુણ હોય છે, જે ગરમીથી બચાવે છે. તાવની અવસ્થામાં જયારે મોઢાની લાળ પેદા કરનારી ગ્રંથીઓ લાળ પેદા કરવાનું બંધ કરે છે ત્યારે મોઢું સુકાવા લાગે છે. આવા સમયે લીંબુનો રસ પીવાથી લાળગ્રંથીઓ સક્રિય બને છે. ગરમીની ઋતુમાં થનાર બીજા દર્દો સામે પણ લીંબુ રક્ષણ આપે છે. મેલેરિયા તાવમાં પણ લીંબુ રામબાણ ઔષધી છે.

ઇન્ફ્લુંએન્ઝા માં લીંબૂ

આ તાવમાં માથું સતત દુખે છે. શરીરમાં દર્દ થાય છે. તાવ આવતાની સાથે શરીર અતિશય ગરમ થઇ જાય છે. જીભ ઉપર સફેદ જારીજેવું બાજી જાય છે.વગેરે લક્ષણો જોવા મળે છે.

ઉપચારો:

એક ચમચી લીંબુના રસમાં થોડીક ફટકડી અને અડધી ચમચી સુંઠ નો ભુક્કો નાખીને બરાર ઉકાળો આ ઉકાળો સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.

એક ચમચી લીંબુના રસમાં ૧૦ ટીપાં તુલસીના પાન નો રસ ઉમેરવો, તેમાં ચાર રંગ કાળા મરીનો ભુક્કો અને તેટલું જ લીંડી પીપરનું ચૂર્ણ ઉમેરી થોડુક ગરમ કરી સવાર સાંજ લેવાથી ઉત્તમ ફાયદો થાય છે.

ન્યુમોનિયા માં લીંબુ ના ફાયદા અને ઉપયોગ

આ રોગમાં અચાનક તાવ આવે છે, શરદી ખસી થઇ જાય છે.છાતીમાં કફ જામી જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.વગેરે લક્ષણો જોવા મળે છે. તેના ઉપાયો નીચે મુજબ કરવા.

દર્દીને ગરમી વાળા સ્થાન પર સુવડાવો. ત્યારબાદ અળસીને લસોટીને તેમાં ૮-૧૦ ટીપાં લીમ્બુઓ રસ નાખીને બન્ને તરફ પાંસળી ઉપર ઘસવું.

લીમડાની આંતરછાલ, ત્રીકુતું અને ઇન્દ્રજવનો ઉકાળો બનાવી ઠંડો કર્યા બાદ ગાળીને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી સવાર-સાંજ સેવન કરવું.

ચક્કર આવવા

લોહીનું દબાણ ઘટવાથી, પેટમાં ગેસ થવાથી, અજીર્ણ થવાથી ચક્કર આવવાની સમસ્યા થતી હોય છે. તેના ઉપાયો નીચે મુજબ કરવા.

લીંબુના રસમાં ધાણા અને ખાંડ મિલાવી ચાટવાથી ચક્કર આવતા બંધ થઇ જાય છે.

લીંબુના રસમાં દળેલી હળદર નાખી તેનો માથા પર લેપ કરવાથી ચક્કર આવતા બંધ થઇ જાય છે.

તરબૂચના બીજને પીસી દેશી ઘીમાં શેકી બરાબર પીસીને તેમાં લીંબુનો રસ નાખીને પીવાથી રાહત મળે છે.

કાળા મરી અને સાકરને પીસીને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરીને સેવન કરવાથી ચક્કર આવતા બંધ થઇ જાય છે.

શરદીમાં લીંબુ

એક ચમચી આદુનો રસ્, ૨ લવિંગનો ભુક્કો, ૨ કાળા મરીનો ભુક્કો, તુલસીના ચાર મોટા પાનનો રસ અને એક ચમચી લીંબુનો રસ મિલાવી પી જવું.

લીંબુના ચાર પાન, જામફળના ચાર પાન, અને બે લવિંગ વાટીને ચટણી બનાવવી. આવી ચટણી બે દિવસ સવાર-સાંજ ચાટવાથી શરદીમાં ફાયદો થાય છે.

સુંઠના પાવડરને અડધા કપ પાણીમાં બરાબર ઉકાળો. આ પાણી ગાળી તેમાં એક ચમચી લીંબુનો રસ અને થોડો ગોળ નાખી આ ઉકાળો પીવાથી શરદીમાં ઝલદી ફાયદો થાય છે.

વાળ ખરતા અટકાવવા લીંબૂ

પૌષ્ટિક આહાર ની કમી, તાવ આવ્યા પચ્ચી, શારીરિક અશક્તિથી, વાળ ખરવા લાગે છે.

લીમડાના પાન ને પાણીમાં ઉકાળી તેમાં લીંબુનો રસ મેળવી માથું ધોવાથી વાળ ખરતા અટકે છે.

બે આમળામાં ૧ લીંબુનો રસ મેળવી ચટણી બનાવવી આ બારીક ચટણી જેવા મલમ થી વાળમાં લેપ કરવો.

તલનું તેલ ૧૦૦ ગ્રામ, ચમેલીનું તેલ ૫૦ ગ્રામ, બદામનું તેલ ૫ ગ્રામ, કોપરેલ ૨૫૦ ગ્રામ અને બે ચમચી લીંબુનો રસ આ બધાને એક બોટલમાં ભરીને ૭ દિવસ રાખી દેવું. નહાયા પછી આ તેલ વાળના મૂળમાં લગાવવું. વાળ ખરતા તેમજ સફેદ થતા અટકી જાય છે.

વજન ઉતારવા લીંબુ

મૂળાના રસમાં લીંબુનો રસ અને થોડુક મીઠું નાખી નિયમિત લેવાથી વજન ઘટે છે, ચરબી ઓછી થાય છે.

લીંબુના રસમાં અડધી ચમચી તુલસીના પાનનો રસ મેળવી થોડાક દિવસ સવારે નરણા કોઠે લેવાથી સારું પરિણામ મળે છે.

સવારે ભુક્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને કાળા મરીનો ભુક્કો નાખી પી જવાથી ફાયદો થાય છે.

સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી તેમાં થોડું મીઠું નાખીને પીવાથી ફાયદો થાય છે. 

લીંબુ ના અન્ય ફાયદા અને લીંબુ નો ઉપયોગ

લીંબુ ના ફાયદા તે ભૂખ વધારવામાં લીંબૂ ફાયદો કરે છે

લીંબૂ અને આદું સરખા પ્રમાણ માં લઇ, તેમાં સિંધા નમક, સંચળ, હિંગ, અને સાકર એક વાસણ માં લઇ મિક્ષ કરીને ઉકાળો,

થોડી વાર ઉકળવા દો. પછી નીચે ઉતારી ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી, ઠંડુ થાય એટલે બોટલમાં ભરી લેવું.

૫ ગ્રામ જેટલું આ શરબત લઇને બે ગ્લાસ પાણી માં નાખીને પીવાથી અપચો, કોલેરા, મરડો, અરુચિ, કબજિયાત વગેરે મટે છે અને ભૂખ પણ વધારવામાં મદદ કરે છે.

રક્તપિત્ત/કોઢ માટે લીંબુનો પ્રયોગ

લીંબુનો રસ, ખાંડ અને પાણી મિક્ષ કરી આ મિશ્રણ સવાર-સાંજ પીવાથી પંદર-વીસ દિવસમાં જ કોઢ માં ફાયદો થઇ જાય છે.

રક્તપિત્તમાં લીંબુનો રસ ઉત્કૃષ્ટ માનવામાં આવ્યો છે. આ રોગ માં દાંતના પેઢા ઢીલા થઇ તેમાંથી લોહી નીકળે છે.

લીંબુના રસ ના પાણી સાથે કોગળા કરવાથી સારો ફાયદો થાય છે.

લીંબુ ના ફાયદા અરુચિ અને ઉલટી માટે 

પાકા લીંબૂ લઇને તેનો રસ કાઢી તેમાં સાકર નાખીને ઉકાળી ને ચાસણી કરી શરબત બનાવી લો.

શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લેવું.

એક ગ્લાસ પાણીમાં બે થી ત્રણ ચમચી આ શરબત નાખીને પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઉબકા, અરુચિ, ઉલટી, વગેરે મટે છે.

પાચન ક્રિયા માં મદદ કરે છે

સામાન્ય રીતે પાચન ને લગતી સમસ્યાઓ ઘણાબધા વ્યક્તિઓ ને હોય છે પરંતુ જો થોડા નવસેકા પાણી અંદર લીંબુ નીચોડી તે પાણી પીવા થી પાચન ને સંબંધિત સમસ્યાઓ થતી નથી. દરરોજ સવારે આ પાણી પીવું જોઈએ.

આ નવસેકા પાણી અંદર લીંબુ નીચોડી પીવાથી તે શરીર ની અંદરથી ટોક્સીન બહાર નીકાળવામાં મદદ કરે છે.

જો તમને નવસેકા પાણી અંદર ખાલી લીંબુ ફાવે નઈ તો તેમાં સ્વાદ અનુશાર સેચર ઉમેરી શકો છો જેનાથી આ સ્વાદિષ્ટ બનશે તેમજ પાચનતંત્ર ને પણ ફાયદો કરશે.

લીંબુ ના ફાયદા તે તાવ થી બચાવે છે 

તમને જાણી ને આશ્ચર્ય થશે કે નવસેકા પાણી અંદર લીંબુ નીચોડી પીવાથી તમને સામાન્ય તાવ, શરદી, ઉધારસ ને લગતી સમસ્યાઓ થવા ના ચાન્સ ઓછા થઇ જય છે

તેની પાચળ નું મુખ્ય કારણ લીંબુ ની અંદર રહેલ સાઇટ્રિક એસીડ છે જે તમારા ગળા ની અંદર કોઈ પણ પ્રકાર ના સંક્રમણ થવાના ચાન્સીસ ઘટાડી દે છે.

કીડની અંદર પથરી થતા રોકે છે

જો રોજ સવારે તમે નવસેકા પાણી અંદર નીમ્બુ નીચોડી પીવો છો તો તે કીડની ની અંદર પથરી ની સમસ્યા થતી નથી તેની અંદર નું સાઇટ્રિક એસીડ શરીર ની અંદર પથરી થવા દેતું નથી.

પથારી થવા માટે ના જે કોશો હોએ છે તેને લીંબુ વધવા દેતુજ નથી માટે લીંબુ પથરી ની સમસ્યા માં ઉત્તમ છે,Limbu na fayda.

શરીર ને ડીહાઈડ્રેશન થી બચાવે છે

જો આપણું શરીર ડીહાઈડ્રેટ થઇ જય તો મોઢું આપણું સુકાવા લાગે છે અને વારંવાર પાણી પીવાથી પેશાબ અને બીજી તેને લગતી સમસ્યાઓ નડે છે તો આવી સમસ્યા માં લીંબુ એક ઉત્તમ ઉપાય છે.

જો તમે ફળો ના ચાટ શાકભાજી ના કચુંબર તૈયાર કરી તેની અંદર લીંબુ ઉમરી સેવન કરો છો તો તમને ડીહાઈડ્રેશન અને મોઢું સુકાવાની સમસ્યા થી છુટકારો મળશે.

લીંબુ ની છાલ ના ફાયદા

લીંબુની છાલ થોડીવાર જૂતા પર રગડો અને પછી તડકે સુકવી દ્યો. જૂતા ચમકી જશે.

દાંત ની પીળાશ દૂર કરવામાટે લીંબૂની છાલ ને દરરોજ થોડીવાર દાંત પર રગડવાથી પીળાશ દૂર થઇ જાય છે.

ઘરમાં ક્યાય કીડીઓ હોય તો તે જગ્યાએ લીંબુની છાલ રગડવાથી કીડીઓનો ઉપદ્રવ દૂર થઇ જશે. તમે લીંબુની છાલને સુકવીને ભુક્કો કરીને આ ભુક્કા ને પણ કીડીઓ થતી હોય ત્યાં છાંટી દેવું.

ટી-પોટમાં લીંબુની છાલ, બરફ અને મીઠું નાખીને સાફ કરો. ટી પોટ ચમકી ઉઠશે.

હાથ ની કોણી ની કાળાશ દૂર કરવા માટે લીંબુની છાલ માં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને રગડવાથી કાળાશ દૂર થઇ જાય છે.

જીણી સમારેલી લીંબુની છાલમાં દૂધ, ઓલીવ ઓઈલ અને લીંબુનો રસ મિક્ષ કરીને પગની એડી સાફ કરો.

ચાલો  આજે  તમને જણાવીએ આવા નાના નાના પણ અત્યંત અગત્યના ઘરગથ્થું ઉપચારો. જે તમને ખુબ જ કામ લાગશે.

લીંબુ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી

લીંબુનું અથાણું ખાવાથી અથવા તેનો શરબત પીવાથી મિષ્ટાન કે ઘી વાળો પદાર્થ ખાવાથી થયેલો અપચો મટે છે.

શરીરની તંદુરસ્તીનો આધાર લોહીની શુધ્ધતા પર હોવાથી લીંબૂ તંદુરસ્તીના રક્ષણ માં મદદરૂપ થાય છે. તે પાચક રસનો ઉત્તેજે છે. માંન્દાગની વાળા ની ભૂખ જગાડે છે. અને પાચન માં મદદ કરે છે.

લીંબુનો રસ ખાટો હોવા છતાય પણ એ લોહીની ખટાશ દૂર કરવાનો વિશિષ્ટ ગુણ ધરાવે છે. તેનો રસ રક્તપિત્ત અને સ્કર્વી રોગો માં ફાયદાકારક છે.

લીંબુનો રસ એક ભાગ, અને ખાંડ ની ચાસણી છ ભાગ લઈને તેમાં લવિંગ અને મરીનું ચૂર્ણ નાખીને શરબત કરીને પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. અને ખોરાક પચાવવામાં સરળતા રહે છે.

સારા એવા પાકેલા ૨૦ લીંબૂ લઇ એક વાસણ માં રસ કાઢો. પછી ઉકાળી તેમાં ચાલીશ તોલા જેટલું મધ નાખીને ઘાટું કરો.

પછી તેમાં એક તોલો એલચીના દાણા નું ચૂર્ણ નાખી એર ટાઈટ બોટલ માં ભરી લેવું.

અઠવાડિયે અઠવાડિયે તેને ગાળતા રહેવું. આં સરકો પિત્ત પ્રકોપ દૂર કરે છે, ઉધરસ મટાડે છે, અને રૂચી ઉત્તપન કરે છે.

લીંબુ નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી

લીંબૂ કાપી તેના ચાર કટકા કરી, કાચના વાસણમાં લઇ, તેમાં મીઠું, મરી અને સુંઠ નું ચૂર્ણ નાખીને તડકામાં મૂકી રાખો.

થોડાક જ દિવસમાં મીઠાના સંયોગ થી લીંબૂ ગળી જશે. આ લીંબૂ ખાવાથી અજીર્ણ , મોઢાની લાળ, બેસ્વાદપણું મટે છે.

એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી તેમાં થોડી ખાંડ મેળવીને પીવાથી પિત્ત માં ફાયદો થાય છે.

લીંબૂ આડું કાપી, બે ફાળા કરી તેની ઉપર થોડી સુંઠ અને સિંધા નમક ભભરાવી ગરમ કરી તેનો રસ ચૂસવાથી ઉલટી ખાટા ઓડકાર પેટનું ફૂલવું, વગેરે સમસ્યાઓ માંથી છુટકારો મળી રહે છે.

જે વ્યક્તિને દૂધ પચવામાં ભારે થતું હોય તો તેઓએ એક ગ્લાસ પાણીમાં અડધું લીંબૂ નીચોવીને પીવાથી ફાયદો થાય છે.

લીંબૂ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને પીવાથી અપચાજન્ય અતિસાર મટે છે. અને આ રસ કોલેરા માં પણ ખુબ જ ફાયદો કરે છે.

લીંબુના મૂળ, દાડમ ના મૂળ, અને કેસરને પાણીમાં ઘુટી ને પીવડાવવાથી ઝાડા મટે છે.

બે ચમચી લીંબુનો રસ અને બે ચમચી આદુનો રસ લઇ તેમાં થોડી સાકર નાખીને પીવાથી ગમે તેવો પેટનો દુખાવો હોય તો તે મટી જાય છે.

લીંબુ નો ઉપયોગ કરવાની માહિતી

લીંબુનો રસ ગરમ પાણી માં નાખીને રાત્રે સુતી વખતે પીવાથી જૂની શરદી માં ખુબ જ ફાયદો થાય છે.

લીંબુના રસ માં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ હોય તો તે મટી જાય છે અને અસ્થમાનો હુમલો તરત જ દબાઈ જઈ આરામ થાય છે.

લીંબુના રસમાં મધ અને જવખાર મેળવીને પીવાથી શૂળરોગ મટે છે અને લીંબુના રસ ને પાણીમાં મિક્ષ કરીને થોડોક મરીનો ભુક્કો નાખીને પીવાથી લીવર ની સમસ્યામાં ફાયદો થાય છે.

શરીર માં આવતી ખંજવાળ દૂર કરવા માટે લીંબૂને કાપી, બે ભાગ કરી તેમાં સિંધા નમક મિક્ષ કરીને સૂકવવું. લીંબૂ સુકાઈ જાય એટલે તેનું બારીક ચૂર્ણ બનાવી લો.

આ ચૂર્ણ પાણી સાથે લેવાથી ખંજવાળ માં ખુબ જ ફાયદો થાય છે.

Limbu GharGaththu Upchar

લીંબુનો રસ, ખાંડ, અને પાણી મિક્ષ કરી ને એકાદ મહિના સુધી રોજ રાત્રે પીવાથી જૂની કબજીયાત મટે છે અને શૌચ શુદ્ધિ થાય છે અને શરીર માં સ્ફૂર્તિ આવે છે.

લીંબુના રસ માં જવખાર મેળવી આપવાથી પેશાબ ની બળતરા મટે છે અને પેશાબ છૂટ આવે છે. તથા લીંબુના રસ માં સિંધા નમક નાખીને નિયમિત રીતે પીવાથી પથરી ઓગળી જાય છે.

Limbu na fayda gharelu Upchar ma 

લીંબુના બીજ ને અધકચરા ખાંડી, ડુંટીમાં ભરી, ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી બાળકોનો મૂત્ર અવરોધ મટે છે અને તરત જ પેશાબ થવા લાગે છે.

Limbu na fayda લીંબુનો રસ આંગળીના ટેરવા પર લઈને દાંત પર ઘસવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.

લીંબુના રસ માં સરસીયું તેલ અથવા તલનું તેલ મેળવી, ઉકાળી, પકાવી ગાળી બોટલમાં ભરી લો.

તેમાંથી બે-બે ટીપા કાન માં નાખતા રહેવાથી કાન માં રસી, ચડ આવવી, અને કાન નો દુખાવો મટી જાય છે તેમજ કાન ની બહેરાશ માં પણ ફાયદો થાય છે.

લીંબુનું સેવન કરવાના નુકસાન.

અધુરી અને અપૂરતી માહિતી ને કારણે અથવા તો રોગ ની પુરતી માહિતીના અભાવે લીંબુનો ઉપયોગ કરવાથી અમુક નુકસાન થઇ શકે છે. જે નીચે મુજબ છે.

વધારે પડતું લીંબૂ નું સેવન કરવાથી દાંત ખાટા થઇ જાય છે અને પેઢા નુકસાન થઇ શકે.

સંવેદનશીલ તવ્ચા હોય તો લીંબુનો ઉપયોગ ત્વચા પર કરવો નહિ. તેનાથી ત્વચા પર ડાઘા થઇ જવાની અને ત્વચા બળી જવાની શક્યતા રહે છે.

લીંબુ વિટામીન-સી નો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી જો વધારે પડતો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો ઝાડા અને પેટ ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

લીંબૂ વિશે લોકોને મુંઝવતા પ્રશ્નો

ખીલ અને ડાઘ ધબ્બા પર લીંબુ નો ઉપયોગ કરી શકાય?

લીંબુ ના રસમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે જે ખીલ ને દુર કરવામાં અને રોકવામાં મદદ કરે છે, તમે ઈચ્છો તો લીંબુ ના રસમાં ટી ટ્રી ઓઈલ મિલાવી ને ચહેરા પર લગાવી શકાય છે

જમ્યા પછી લીંબુ ખાવાથી શું ફાયદો થાય ?

ઘણી વાર લોકો જમવાનું પચાવવા માટે લીંબુ નો ઉપયોગ કરતા હોય છે જે ઘણા વ્યક્તિઓ ને પાચન ની ક્રિયા મા ખુબજ મદદરૂપ થાય છે જ્યારેક કોઈ વ્યક્તિ ને પેટ મા એસીડ ની માત્રા વધી જાય છે અને પેટ ખરાબ થઇ શકે છે તે તમારા શરીર ની તાશીર પર નિર્ભર કરે છે

ખરતા વાળ માટે લીંબુ અસરકારક છે ?

લીંબુ નો રસ તમારી વાળ ની દરેક સમસ્યા ને દુર કરે છે ,લીંબુ ની અંદર સારા એવા પ્રમાણમાં વિટામીન-સી હોય છે જે વાળ ને મજબુત બનાવે છે

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી લીંબુ નું સેવન કરવાના ફાયદા,લીંબુ નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ,લીંબુ ની છાલ ના ફાયદા,લીંબુના રસ ના ફાયદા ,લીંબુ ના ફાયદા,

Limbu na fayda in Gujarati,Lemon health benefits in Gujarati, માહિતી નો અભિપ્રાય કોમેન્ટ કરી અચૂક જણાવજો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

કીસમીસ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | દ્રાક્ષ ના પ્રકાર | દ્રાક્ષ ના નુકસાન | Kismis na fayda in Gujarati

કોળા ના ફાયદા અને નુકશાન | કોળા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | kodu na fayda | pumpkin benefits in Gujarati

ગરમ પાણી પીવાના ફાયદા | ગરમ પાણી પીવાની રીત | garam pani na fayda | benefits of drinking hot water in Gujarati

આલુ બુખાર ના ફાયદા તેના પ્રકાર અને ઘરેલું ઉપચાર | Aalu bukhara na fayda | Plum benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement