લીચી અને લીચી ના બીજ ના ફાયદા | લીચી ના ઉપયોગો | લીચી ના નુકશાન

litchi na fayda in gujarati - લીચી ના બીજ ના ફાયદા - લીચી ના ફાયદા - લીચી ના નુકશાન - લીચી નો ઉપયોગ
Advertisement

આજ ના આ આર્ટીકલ ની અંદર આપને લીચી વિશે માહિતી મેળવીશું જેમાં લીચી ના ફાયદા, લીચી ના બીજ ના ફાયદા, લીચી નો ઉપયોગ વિવિધ સમસ્યા મા,લીચી નો જ્યુસ અને તેના પાંદડા ના ફાયદા,લીચી ના નુકશાન, litchi na fayda in Gujarati

Table of contents

નાના હોય કે મોટા દરેક ને ભાવતું ફ્રુટ છે લીચી, સ્વાદમાં ખુબ જ મીઠી હોય છે તેને ઝાડ માં થતા રસગુલ્લા કહેવામાં આવે છે, તેમાં રહેલી મીઠાશ અને રસ ગરમી માં ઠંડક આપવાનું કામ કરે છે. તેના ફળ કાચા હોય ત્યારે લીલા રંગ ના હોય છે

પાક્યા પછી લાલ રંગ ના થઇ જાય છે અને તેની અંદર નો ગર્ભ સફેદ રંગ નો અને અત્યંત મીઠો હોય છે. ફળ ની અંદર ભૂરા રંગ નું બીજ પણ નીકળે છે.

Advertisement

ચીન માં તેનું ઉત્પાદન બહોળા પ્રમાણ માં થાય છે. ભારત સિવાય દક્ષિણ પૂર્વ એશિયા, સાઉથ આફ્રિકા, વિયતનામ વગેરે જેવા દેશોમાં થાય છે. કારણ કે ત્યાં નું વાતાવરણ વધારે માફક આવે છે.

ભારતમાં લીચી ની ખેતી બિહાર માં મુજ્જ્ફર નગર માં વધારે માત્રા માં થાય છે સાથે સાથે બિહાર, પશ્ચિમ બંગાળ, અને અસમ માં તેનું ઉત્પાદન બહોળા પ્રમાણ માં થાય છે. લીચી ઘણા બધા પ્રકાર ની આવે છે. તે એક મોટા બીજ વાળું ફળ છે. તેનો દેખાવ સ્ટ્રોબેરી જેવો હોય છે.

આયુર્વેદમાં લીચી ફક્ત તેના સ્વાદ માટે જ જાણીતી નથી પરંતુ તેના અનેક ઔષધીય ગુણો ને કારણે પ્રસિધ્ધ છે. તેની છાલ, બીજ, પાંદ,અને ફળ ના અનેકોનેક ફાયદાઓ છે અને ઘરેલું ઉચારો પણ છે, તો ચાલો આવા જ અનેક ઉપચારો વિષે માહિતી જણાવીએ.

લીચી ના ફાયદા | Litchi na fayda

લીચી આતરડા માટે ફાયદેમંદ છે

પેટમાં દુખાવો, એસીડીટી ની સમસ્યા, ઉલટી, ઝાડા, આ બધી સમસ્યાઓ આતરડા માં વિકાર ઉત્ત્પન્ન થવાના કરને જ થાય છે માટે આતરડા ને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી બની જાય છે. એવામાં લીચી નું ફળ અથવા તેની અંદર નો પલ્પ ને પીસીને તેનું સેવન કરવાથી પેટ સબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.

ગળા ના અનેક દર્દો માં લીચીનું સેવન ગુણકારી છે

ઋતુ માં ફેરફાર થવાને કારણે શરદી, ઉધરસ, અને કફ જેવી સમસ્યાઓ થઇ શકે છે. જેના કારણે ક્યારેક તાવ પણ આવી જાય છે. તેવામાં લીચી ખાવાથી ફાયદો થાય છે.

લીચીના ઝાડ ના મુળિયા અને છાલ અને ફૂલ નો ઉકાળો બનાવી ને નવસેકું હોય ત્યારે કોગળા કરવાથી ગળા ના દર્દ માં ખુબ જ રાહત મળે છે.

ડાયાબીટીશ ને કંટ્રોલ માં રાખે છે લીચી

તણાવ, ઓછી ઊંઘ, જંક ફૂડ વધારે ખાવું, અને સુસ્ત જીવનશૈલી ડાયાબીટીશ નું મુખ્ય કારણ છે. લીચી નું દરરોજ યોગ્યમાત્રા મા સેવન કરવાથી ડાયાબીટીશ કંટ્રોલ માં રાખી શકાય છે.

ચીકન પોક્સ માં લાભકારી છે લીચી

“ચીકન પોક્સ”  “સ્મોલ પોક્સ” નાના બાળકોને વધારે થતા હોય છે. લીચીના કાચા ફળનો ઉપયોગ કરવાથી તે સમસ્યા નું નિવારણ લાવી શકાય છે.

હૃદય રોગોમાં લીચી નું સેવન છે ગુણકારી

જો તમે હૃદય રોગ સબંધિત કોઈપણ સમસ્યા થી પરેશાન છો તો લીચી નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. લીચીમાં પોટેશિયમ હોય છે જે આપણા હૃદય ને સ્વસ્થ રાખે છે. અને હૃદય ના ધબકારા ને પણ નિયંત્રિત રાખે છે.

શક્તિ વર્ધક છે લીચી

ઉનાળામાં ગરમીના કારણે જો તમને ખુબ જ થાક લાગતો હોય છે તો લીચીનું સેવન કરવું તમારા માટે ફાયદેમંદ સાબિત થશે.

લીચીમાં નીયાસીન નામનું તત્વ હોય છે જે આપણા શરીર માં હિમોગ્લોબીન બનાવે છે અને તેનાથી જ આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય છે.

બાળકો માટે ખુબ જ ઉપયોગી છે લીચી નું ફળ

લીચીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, અને વિટામીન સી મળી રહે છે. જે બાળકો માટે ખુબ જ ઉપયોગી ખનીજ તત્વો અને વિટામિન્સ છે.

લીચીનું સેવન કરવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે, લીચી માં મિનરલ્સ પણ ખુબ જ હોય છે, જે આપણા દાંત અને હાડકા ને મજબૂત બનાવે છે.

લીચી ના ઉપયોગો | લીચી ના ઉપયોગ

મોઢા માં પડેલા ચાંદા માં લીચી નો ઉપયોગ

ઘણી વખત ખાવા-પીવામાં બેદરકારીના કારણે અથવા પેટની ગરમીના કારણે મોઢામાં ચાંદા પડે છે અને તેમાં લીચીનું ફળ ખુબ જ ફાયદો કરે છે.

લીચી ની છાલ અથવા તેની ડાળખી કાપીને તેનો ઉકાળો બનાવી લો અને આ પાણી ના કોગળા કરવાથી મોઢા ના છાલા માં અને મોઢા ના અન્ય રોગ માં ફાયદો કરે છે.

કબજિયાત | પાચનક્રિયા ની સમસ્યામાં લીચી નો ઉપયોગ

પેટમાં દુખાવો અને કબજીયાત માં લીચી નું સેવન કરવું ખુબ જ લાભકારી છે. તે પેટને સાફ રાખવાની સાથે સાથે પેટમાં થતી બળતરા પણ ઓછી કરે છે. જમ્યા પછી લીચી ખાવાથી તે ખોરાક ને પચાવવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે લીચી

લીચીમાં વિટામીન ભરપૂર માત્રા માં હોય છે, વિટામીન સી લોહી બનાવવામાં ખુબ જ મદદ કરે છે, જે આપણી ઈમ્યુંનિટી વધારે છે.

લીચી વધતી ઉમર ની અસર ને ઓછી કરે છે

સમય ની સાથે જ અથવા ઓછી ઉમરે જ જો ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે તો લીચી નો ઘરે બનાવેલો આ ફેસ પેક જરૂર થી ટ્રાય કરો.

૪ થી ૫ લીચી નો પલ્પ કાઢીને તેમાં કેળા નો નાનો ટુકડો નાખીને બન્ને ને એકદમ સારી રીતે મેશ કરી ને મિક્સ કરો પછી તેને ચહેરા પર લગાવીને થોડી વાર મસાજ કરો અને થોડી વાર ચહેરા પર રહેવા દો પછી સાદા ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લો.

લીચીમાં ઘણાબધા એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે જે ખરાબ ત્વચા ને દૂર કરીને નવા કોશો બનાવવામાં મદદ કરે છે અને તેનો વિકાસ કરે છે. અને કરચલીઓ પડવા દેતું નથી.

ચહેરા પર ના દાગ હટાવવામાં મદદ કરે છે લીચી

૪-૫ લીચી ને લઈને તેનોપ્લ્પ કાઢીને તેને પીસીને જ્યુસ જેવું બનાવી લો, હવે આ જ્યુસ ને રૂં ની મદદ થી ધીમે ધીમે લગાવો ૧૫ મિનીટ સુધી રહેવા દેવું ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લેવો, આ પ્રયોગ કરવાથી ત્વચા પર પડેલા દાગ ધાબા જલ્દી થી દૂર કરી શકાય છે.

લીચી તડકા થી બચાવે છે

તડકા થી ત્વચા કાળી પડી જાય છે અને કાળી પડેલી ત્વચા ખુબ જ ખરાબ લગતી હોય છે, ક્યારેક ક્યારેક તો તડકા ને કારણે ત્વચા પર સન બર્ન થઇ જાય છે. આ બધી સમસ્યાઓ ને દૂર કરવા અને તેનાથી આરામ મેળવવા લીચી એકદમ ઉત્તમ ફળ છે.

લીચીના જ્યુસ માં વિટામીન ઈ ની કેપ્સ્યુલ ને કાપીને તેનું લીક્વીડ લીચીના જ્યુંસમાં મિક્સ કરી લો, હવે બળી ગયેલી અને કાળી પડી ગયેલી ત્વચા પર લગાવી લો. લગભગ ૩૦ મિનીટ સુધી રહેવા દઈને ઠંડા પાણી વડે ધોઈ લો.

લીચીમાં રહેલું વિટામીન સી તડકા થી કાળી પડી ગયેલી ત્વચા ને ઝડપ થી પહેલા જેવી જ સામાન્ય બનાવી દે છે.

વાળ માટે ફાયદેમંદ છે લીચી

ત્વચા ની સાથે સાથે વાળ માટે પણ ફાયદેમંદ છે લીચી. ખાવાની સાથે સાથે જો તેનો ઉપયોગ વાળ માં લગાવવામાં પણ કરવામાં આવે તો ખુબ જ ફાયદો કરશે. પ્રદુષણ ને કારણે અને વધારે ચિંતા અથવા તણાવ ને કારણે વાળ ખરવા લાગે છે.

૭ થી ૮ લીચીના જ્યુસમાં ૨ ચમચી એલોવેરા જેલ નાખીને સરસ રીતે મિક્સ કરીને તેને વાળ ના મુળિયા માં લગાવો અને થોડી વાર મસાજ કરો. આશરે ૧ કલાક પછી વાળ ને શેમ્પૂ કરી લો.

આ પ્રયોગ કરવાથી વાળ માં એક અલગ જ ચમક આવી જાય છે અને વાળ મજબૂત બને છે તથા ખરતા પણ અટકી જાય છે.

ત્વચા માં નીખર લાવવા માટે કરો લીચીનો ઉપયોગ

લીચીમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ, વિટામીન એ અને વિટામીન સી બહ્ર્પૂર માત્રા માં હોય છે. જે ત્વચા ને તંદુરસ્ત અને જવાન રાખવામાં મદદ કરે છે. એવા અમુકત્વચા માટેના ફાયદાઓ નીચે આપ્યા છે તેના વિષે પણ જાણો.

લીચી ના અન્ય ઉપયોગો

ત્વચાની એલર્જી માં લીચી નું સેવન ફાયદેમંદ છે. કમજોરી થી પણ બચાવે છે લીચી.

પાઈલ્સ ના દર્દીઓ માટે પણ લીચી ખુબ જ ફાયદાકારક છે. કારણકે લીચી નું સેવન કરવાથી પેટમાં રહેલા અને જામી ગયેલા ટોક્સીન ને લીચી બહાર નીકળવામાં ખુબ જ મદદ કરે છે. જેનાથી કબજીયાત જેવી સમસ્યાઓ થતી નથી.

લીચીમાં પોટેશિયમ ની માત્ર ખુબ જ હોય છે જેથી તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલ માં રહે છે. અન પાચનશક્તિ પણ મજબૂત બને છે.

લીચી ના બીજ ના ફાયદાઓ

લીચી નું ફળનું સેવન કર્યા પછી તેનું બીજ ને ફેકી દેવું નહિ, જો શરીર ના કોઈપણ ભાગ પર સોજો આવી ગયો છે તો તેના બીજ ને પીસીને તેનો લેપ લગાવી ને રાહત મેળવી શક્ય છે.

લીચીના બીજ નો પાવડર બનાવીને અને તેની ચાય બનાવીને પીવાથી પાચન સબંધિત સમસ્યા અને વિકારો દૂર થાય છે.

ઘણા લોકો તેના બીજ ને સુકવી ને પણ ઉપયોગ માં લેતા હોય છે.

લીચીના બીજ માં પણ અનેક મિનરલ્સ હોય છે જે શરીર ને લાભ પહોચાડવામાં મદદ કરે છે.

લીચી નો જ્યુસ અને તેના પાંદડા ના ફાયદા

લીચીનો જ્યુસ ઉનાળામાં તડકા થી અને લૂ થી બચાવે છે.

આજ કાલ તો બજાર માં લીચી નો જ્યુસ તૈયાર પણ મળે છે. જે ગમે તે સમયે ઉપલબ્ધ હોય છે.

આખી લીચીને સુકવી ને પણ સેવન કરી શક્ય છે. સૂકવેલી લીચીમાં કાર્બોહાઈડ્રેટ મળી રહે છે.

લીચી ના ફળ ના નુકસાન

લીચી નું સેવન પર્યાપ્ત માત્રા માં જ કરવું જોઈએ. એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસ માં ફક્ત ૧૦ લીચી જ ખાવી જોઈએ.

લીચીનું વધારે પડતું સેવન માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વગેરે જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

ડાયાબીટીશ ના દર્દીઓએ પણ વધારે સેવન કરવું જોઈએ નહિ.

ખાલી પેટે ક્યારેય લીચી નું સેવન કરવું જોઈએ નહિ.

લોકો ને લીચી ને સંબંધિત મુજવતા પ્રશ્નો

ભૂખ્યા પેટે લીચી ખાવાથી શું થઇ શકે છે?

ભુક્યા પેટે લીચી ખાવાથી મગજ ની બીમારીઓ થઇ શકે છે, માથામાં અને મગજ માં સોજા આવી શકે છે, ચક્કર આવી શકે છે માટે ભૂખ્યા પેટે લીચી નું સેવન કરવું જોઈએ નહિ.

લીચીમાં કયા કયા વિટામિન્સ હોય છે?

લીચીમાં વિટામીન સી, વિટામીન બી-૬, નીયાસીન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્વો અને વિટામીન હોય છે.

એક દિવસ માં કેટલી લીચી ખાઈ શકાય છે?

એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસ માં માત્ર ૧૦ લીચી નું સેવન કરવું જોઈએ.

લીચીની તાસીર કેવી હોય છે?

લીચીની તાસીર ગરમ હોય છે છતાં પણ તેને ઉનાળા ની સીઝન માં સેવન કરવું અને તેનો જ્યુસ પીવો ઠંડક આપે છે.

પેશાબ સબંધિત સમસ્યા માં લીચી નું સેવન કરી શકાય?

હા પેશાબ સબંધિત સમસ્યાઓમાં લીચી નું અને તેના જ્યુસ નું સેવન કરી શકાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

તરબૂચ ના ફાયદા | તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા | તરબૂચ ની વાનગીઓ

ડ્રાય સ્કીન થવાના કારણો અને તેના ઘરેલું ઉપાયો | Dry Skin Solutions Gujarati

ગુલાબજળ ના ફાયદા | ગુલાબજળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | ગુલાબજળ બનાવવાની રીત

ઊંટડીના દૂધ ના ફાયદા અને નુકશાન | ઊંટ ના દૂધ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

ચકોતરું ના ફાયદા અને નુકશાન | ચકોતરા નો ઉપયોગ વિવિધ સમસ્યાઓ મા | Chakotra na fayda | Pomelo benefits in Gujarati

શરદી ની દવા | કફ ની દવા | કફ દૂર કરવાના ઉપાયો | sardi ni dava | kaf ni dava

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement