આ આર્ટીકલ ની અંદર અને તમને મધ અને તજ ના ફાયદા, મધ અને તજ નું સેવન કઈ રીતે કરવું તેમજ તેનાથી કઈ કઈ સમસ્યા મા ફાયદાઓ થશે , Madh ane Taj no Upyog karvani rit, health benefits of Honey and cinnamon in Gujarati, વિશે વિસ્તૃત મા માહિતી મેળવીશું
મધ અને તજ ના ફાયદા
જગત ના લગભગ તમામ પ્રદેશો માં મધ નું ઉત્પાદન થાય છે.આયુર્વેદિક તથા યુનાની દવાઓ માં સદીઓ થી મધ નું એક દવા તરીકે વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. આજ ના વૈજ્ઞાનિકો એ પણ મધ ને અનેક બીમારિયો ને નસાડતી એક રામબાણ મેડીસીન તરીકે સ્વીકારી લીધી છે.
તાજેતર ના સંશોધન પરથી જાણવા મળ્યું છે કે શુધ્ધ મધ સાથે ગરમ મસાલા માં ઉપયોગ માં લેવાતા તજ ના પાવડર સાથેનું મિશ્રણ લેવામાં આવે તો અનેક રોગો મટાડે છે
ઉપરાંત મધ એક એવું ઔષધ છે કે ગમે તેવી બીમારીઓ માં બેધડકપણે ઉપયોગ કરી શકાય છે. પણ મર્યાદા માં લેવાયેલું. મધ મીઠાશવાળું હોવા છતાં ડાયાબીટીશ ના દર્દીઓ ને નુકસાન કરતુ નથી જો યોગ્ય માત્રા મા લેવામાં આવે.
તો ચાલો જાણીએ મધ અને તજ ના આવા અનેક ચમત્કારિક ઉપયોગો વિષે.
Madh ane Taj no Upyog karvani rit
આર્થરાઇટિસ ના દુખાવામાં રામબાણ ઈલાજ
એક ભાગ મધ અને બે ભાગ નવસેકા પાણી નું મિશ્રણ બનાવી ને તેમાં એક નાની ચમચી તજ નો ભૂકો નાખી ને શરીર ના દુખતા ભાગ પર ધીમે ધીમે માલીશ કરવાથી દર્દી ને તાત્કાલિક રાહત મળે છે.
આર્થરાઇટિસ ના દર્દીઓ દરરોજ સવારે અને સાંજે એક કપ ગરમ પાણી માં મધ ના બે ચમચા અને એક નાની ચમચી તજ ના પાવડર ને ભેળવી નિયમિત પીવે તો ગમે તેવા સાંધા ના દુખાવામાં રાહત મળે છે.
માથાના ખરતા વાળ માં પણ ઉપયોગી છે
જેઓના માથાના વાળ ખરતા હોય તેવા લોકો ગરમ કરેલ ઓલીવ ઓઈલ ના તેલ માં એક ચમચી મધ અને એક ચમચી તજ ના પાવડર મેળવી નહાતા પહેલા માથામાં બરાબર ચોળી પછી અંદાજે પંદર મિનીટ પછી નહાવાનું રાખે તો વાળ ખરતા બંધ થઇ જશે.
બ્લેડર ના સોજા અને ચેપ માટે પણ ફાયદાકારક
એક ગ્લાસ નવસેકા પાણી માં બે ચમચી તજ નો પાવડર અને એક ચમચી મધ મિલાવી ને પીવાથી બ્લેડર ના ચેપી જંતુઓનો નાશ થશે અને દુખાવામાંથી હમેશ ને માટે રાહત મળશે,Madh ane Taj no Upyog karvani rit.
દાંત ના દુખાવામાં અસરકારક છે મધ અને તજ ના ફાયદા.
એક ભાગ તજ ના ભૂકામાં પાંચ ભાગ મધ ઉમેરી દુખતા દાંત પર લગાવવાથી દાંત ના દુખાવામાં રાહત થાય છે. જ્યાં સુધી દુખાવો મટી ના જાય ત્યાં સુધી દરરોજ દિવસ માં બે વાર આ પ્રયોગ કરવો.
તજ અને મધ જૂની શરદી ને ઝડપથી મટાડે છે.
એક ચમચા જેટલું મધ લઇ ને તેને ગરમ કરવું અને પા ચમચી જેટલા તજ ના ભૂકા સાથે મિક્ષ કરી દિવસ માં ત્રણ વખત ચાટવું. આ પ્રયોગ ગમે તેવી હઠીલી શરદી ને તરત જ દૂર કરી દેશે.
પેટ ના દુખાવામાં જલ્દી થી રાહત અપાવે છે.
વર્ષો થી મધ નો ઉપયોગ અપચાની રાહત અને પેટના દુખાવાને દૂર કરવા માટે વૈદ્યો અને હકીમો કરતા આવ્યા છે. જો મધ સાથે તજ નો પાવડર ભેળવી ને ચાટવાથી પેટ ના અલ્સર નો જડ્મૂળ થી નાશ થાય છે.
હૃદયરોગ વાળા દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે.
દરરોજ નાસ્તા માં બ્રેડ કે રોટલી સાથે જેલી કે જામ ની બદલે મધ અને તજ ના પાવડર નો બનાવેલ પેસ્ટ ચોપડી ને ખાવાથી શરીર માં તથા લોહી વહન કરતી નસો માં ભેગા થતા ચરબી ના ભરાવને તથા ગમેં તેવા ચરબી ના થર ને ઓગાળી નાખી સેવન કરનાર વ્યક્તિ ને હર્દય રોગ થી તો બચાવે છે,
એટલું જ નહિ પરંતુ જો એકાદ વખ્ત હાર્ટએટેક નો હુમલો આવ્યો હોય તો બીજા હુમલા થી જોજન દૂર રાખે છે, મધ અને તજ ના ફાયદા.
શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
મધ અને તજ ના પાવડર નું નિયમિત સેવન કરવાથી શરીર ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને બેક્ટેરિયા કે રોગ ના વાયરસ ના હુમલા થી રક્ષણ અપાવે છે.
અપચા ની સમસ્યા માં રાહત અપાવે છે.
બે ચમચા ભરેલા મધ માં તજ નો ભૂકો છાંટી જમતા પહેલા ખાઈ જવાથી એસીડીટી ના કારણે હૃદય અને છાતી ની બળતરા દૂર થાય છે. અને ગમે તેટલા ભારે ખોરાક પચાવી દે છે,Madh ane Taj no Upyog karvani rit.
ચહેરા ના ખીલ ની સમસ્યામાં ફાયદાકારક છે.
ત્રણ ચમચી મધ અને એક ચમચી તજ ના ભૂકાને મિક્ષ કરી ને પેસ્ટ બનાવી ને જ્યાં ખીલ હોય ત્યાં આખી રાત લગાવી ને સુઈ જવું અને સવારે ચણા ના લોટ થી મોઢું ધોવું. સતત બે અઠવાડિયા સુધી કરવાથી ગમે તેવા હઠીલા ખીલ માંથી રાહત મળે છે.
ચામડી ના વિકાર માં ઉપયોગી છે.
ખાસ,ખુજલી,ગુમડા કે ચળ આવવા જેવા ચામડી ના કોઈપણ રોગ પર મધ અને તજનો ભૂકો સરખે ભાગે ભેળવી શરીર ના તે ભાગે ચોપડવાથી થોડાક જ દિવસ માં ચામડી જન્ય રોગોનો નાશ થાય છે.
મધ અને તજ ના ફાયદા તે વજન ઘટાડવામાં તરત જ અસર કરે છે.
ગમે તેવું જાડું કે ચરબી વાળું શરીર હોય જો તે વ્યક્તિ સવારે નાસ્તા પહેલા મધ અને તજ નો એક કપ ઉકાળો પીવાની આદત નાખે તો વ્યક્તિ શરીર ના મેદ ને હમેશ માટે હટાવી શકે છે.
ઉપરાંત સતત ચાલુ રાખેલો ઉકાળો પીવાની આ આદત ગમે તેવા ચરબીયુક્ત ખોરાક લીધેલો હોય તેને જલ્દી થી જ પચાવી નાખે છે.
હમેશા અશક્તિ જેવું લાગતું હોય તો કરો તજ અને મધ નો ઉપયોગ.
નિષ્ણાતો ના મત મુજબ મધ માં જે સાકર નું પ્રમાણ છે તે નુકસાન કરવાને બદલે શરીરની શક્તિ જાળવવામાં મદદ કરે છે.
અડધી ચમચી મધ અને તજ ના ભૂકા ને એક ગ્લાસ ગરમ પાણી માં નાખી સવારે બ્રશ કાર્ય પહેલા પીવાથી શરીર નો થાક ઓછો થાય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
મધ અને લીંબુ નું સેવન કરવાના ફાયદા | madh ane limbu na fayda
મધ ના ફાયદા | madh na fayda | madh benefits in gujarati | honey benefits in gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે