મગદાળ ની મંગોળી બનાવવાની રીત | mag ni dal ni vadi – mangodi banavani rit

મગદાળ ની મંગોળી બનાવવાની રીત - mag ni dal ni vadi - mag ni dal ni mangodi banavani rit
Image credit – Youtube/Shaluzlovebook Kitchen
Advertisement

મિત્રો If you like the recipe do subscribe Shaluzlovebook Kitchen  YouTube channel on YouTube ઉનાળો આવે એટલે પાપડ, વેફર, વડી વગેરે ની સુકમણી કરી સકાય અને બારે માસ વાપરી શકાય.આજે આપણે બાર મહિના સુધી સાચવી શકાય એવી મગદાળની મસાલા વડી બનાવવાની સરળ રીત- મગદાળ ની મંગોળી બનાવવાની રીત,mag ni dal ni vadi – mag ni dal ni mangodi banavani rit શીખીએ.

મંગોળી બનાવવા જરૂરી સામગ્રી | mangodi banava jaruri samgri

  • મગ ની દાળ (ફોતરા વાળી) – 2કપ
  • તેલ 4-5  ચમચી
  • આદુ નો ટુકડો -3 ઈંચ
  • સૂકા આખા લાલ મરચાં -4 નંગ
  • હિંગ -¼ ચમચી

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | mag ni dal ni vadi banavani rit

મગદાળ ની મંગોળી બનાવવાની રીત મા સૌ પ્રથમ એક તપેલી માં 2કપ મગ ની લઈ તેને પાણી થી બરાબર ધોઈ લો. હવે ધોયેલી મગ ની દાળ માં પાણી નાખી 5 કલાક સુધી પલાળી રાખો.

5 કલાક બાદ મગ ની દાળ ને વ્યવસ્થિત ઘસી ને ફોતરા નીકળી જાય તેમ ધોઈ લો.

Advertisement

હવે એક મિક્સર જારમાં ધોયેલી મગ ની દાળ , 3 ઈંચ આદુ નો ટુકડો, આખા સૂકા લાલ મરચાં અને હિંગ નાખી ને મિક્સર જાર માં પીસી લ્યો. પાણી ઉમેરવાનું નથી એટલે દાળ ને પીસવા માટે થોડી થોડી વારે  (???charn???) કરવું. જેથી દાળ વ્યવસ્થિત પીસી સકાસે.

હવે થાળી માં થોડુક તેલ લગાવી ને ગ્રીસ કરો. પછી પીસેલી દાળ ને એક પ્લાસ્ટિક ના કોન માં નાખી ને ગ્રીસ કરેલી થાળી માં એક એક કરી ને નાની નાની વડી મૂકતા જાઓ.

જો હાથેથી વડી મૂકવી હોય પીસેલી દાળ ને હાથમાં લઈ વડી આકાર ના ટપકા મૂકતા જાઓ. બધી વડીઓ મુકાઈ જાય એટલે થાળી ને તડકા માં સુકાવા મૂકી દો.

 સાંજે વડી ને ઉખાડી લ્યો અને એક મોટા તપેલા માં કાઢી લ્યો. બીજા દિવસે ફરી થી તડકા માં આ વડી ને સુકાવા મૂકવી જેથી વડી વ્યવસ્થિત સુકાઈ જાય. વડી સુકાઈ જાય એટલે એને એક ડબ્બા માં ભરી લ્યો. જ્યારે જરૂર પડે ત્યારે વડી ને ઉપયોગ કરો.

Mangodi recipe notes

  • પ્લાસ્ટિક નો કોન બનાવવા માટે એક જાડુ પ્લાસ્ટિક લ્યો અને તેને ચોરસ આકાર માં કાપી લ્યો. હવે આ ચોરસ પ્લાસ્ટિક ને કોણ ના આકાર માં વાળી ને અંદર અને બહાર બંને બાજુ સેલો ટેપ લગાડી દો. કોન તૈયાર છે.
  • બજાર માં કેક ના  તૈયાર કોન  મળે છે તમે તે પણ વાપરી શકો છો.

mag ni dal ni mangodi banavani rit | મગદાળ ની મંગોળી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shaluzlovebook Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસૂરની દાળ બનાવવાની રીત | masur ni dal banavani rit | masur ni dal recipe in gujarati

રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki banavani rit

બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત | બોમ્બે કરાચી હલવા બનાવવાની રીત | karachi halvo banavani rit

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit

શક્કરિયા ની ખીર બનાવવાની રીત | shakkariya ni kheer banavani rit

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement