મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit

મગ નો જ્યુસ બનાવવાની રીત - Mag no juice banavani rit - Moong juice recipe in gujarati
Image credit – Youtube/Shruti's Cooking channel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મગ નો જ્યુસ બનાવવાની રીત – Mag no juice banavani rit શીખીશું, do subscribe Shruti’s Cooking channel YouTube channel on YouTube If you like the recipe  હા તમે બરોબર વાંચ્યું મગ માંથી જ આપણે આજ જ્યુસ બનાવશું જે એકદમ અલગ જ સ્વાદ માં બને છે ને આ જ્યૂસ મેંગલોર સ્પેશ્યલ જ્યુસ થી પણ ઓળખાય છે જે તમને એકદમ તરોતાજા કરી ને એનર્જી થી ભરી દેશે જેને તમે નાસ્તા નો જગ્યાએ બનાવી પી શકો છો તો ચાલો જાણીએ Moong juice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મગ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલો ગોળ ½ કપ
  • મગ ½ કપ
  • તાજા નારિયળ ના કટકા ½ કપ
  • પલાળેલા બદામ 15-20
  • એલચી 1-2
  • મીઠું ¼ ચમચી
  • પાણી 4-4½  કપ
  • બરફ ના કટકા

મગ નો જ્યુસ બનાવવાની રીત | Moong juice recipe in gujarati

મગ નો જ્યુસ બનાવવા સૌપ્રથમ બદામ ને રાત્રે અથવા બે ચાર કલાક પહેલા પાણી માં નાખી પલળવા મૂકો. ત્યાર બાદ સાફ કરેલ મગ ને કપડા થી ઘસી ને લૂઈ સાફ કરી લ્યો,

 ત્યાર બાદ કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા રહો મગ નો કલર લીલા માંથી બ્રાઉન થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી બરોબર બધી બાજુ થી શેકી લ્યો મગ ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને મગ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

Advertisement

મગ ઠંડા થઇ જાય એટલે મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ, એલચી, તાજા નારિયળ ના કટકા, મીઠું, પલાળેલા બદામ અને એક કપ પાણી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બે ચાર મિનિટ ચાલુ કરી ફેરવી લ્યો,

ત્યારે બાદ બીજો એક કપ પાણી નાખી ફરી બે મિનિટ પીસી લ્યો હવે ઝીણા કપડા થી કે ઝીણી ગરણી થી થી બરોબર ગાળી લ્યો

કપડા કે ગરણી માં બચેલ સામગ્રી ને મિક્સર જારમાં નાખી એક કપ પાણી નાખી બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી એક બે મિનિટ પીસી લ્યો ને ફરીથી ગાળી લ્યો ગાળેલા મગ ના જ્યુસ ને ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકી ઠંડુ કરવા મુકો ને બરોબર ઠંડુ થાય એટલે ઠંડો સર્વ કરો વધારે ઠંડુ ગમે તો બરફ ના કટકા નાખી શકો છો, મગ નો જ્યુસ.

Mag no juice banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shruti’s Cooking channel ને Subscribe કરજો.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake banavani rit

મસાલા કેરી બનાવવાની રીત | Masala keri banavani rit | Masala keri recipe in gujarati

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit

વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati

પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement