મગની દાળના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla banavani rit recipe in gujarati

મગદાળ ના ઢોકળા બનાવવાની રીત - મગની દાળના ઢોકળા - મગની દાળના ઢોકળા બનાવવાની રીત - magdal na dhokla banavani rit - magdal na dhokla recipe in gujarati
Image credit – Youtube/Madhuris kitchen recipes
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube આજે આપણે મગદાળ ના ઢોકળા બનાવવાની રીત – magdal na dhokla banavani rit શીખીશું. આ ઢોકળા તમે ફોતરા વાળી કે ફોતરા વગરની મગદાળ માંથી બનાવી શકો છો અને વગર તૈયારી કે આથા વગર તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ magdal na dhokla recipe in gujarati – મગની દાળના ઢોકળા બનાવવાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

 મગદાળ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | magdal na dhokla ingredients

  • મગદાળ 1 કપ
  • આદુ નો 1 ઇંચ ટુકડો
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1 ચમચી
  • ઇનો  / બેકિંગ સોડા ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10
  • પાણી ¾ કપ
  • ખાંડ 2 ચમચી
  • લીંબુ નો રસ 1
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

મગદાળ ના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla recipe in gujarati

મગદળના ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ફોતરા વગરની મગદાળ  લ્યો એને બે પાણી થી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો

અથવા જો ફોતરા વાળી મગદાળ લ્યો તો દાળ ને  બે ત્રણ વાર ધોઇ ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી બે કલાક પલાળી લ્યો ત્યાર બાદ મસળી ને પાણી સાથે એના ફોતરા અલગ કરી લ્યો ને બીજું બે ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલળવા મૂકો

Advertisement

આમ દાળ ને પાંચ કલાક પલાળી લીધા બાદ એને ચારણીમાં નાખી દાળ નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો ને સાથે લીલા મરચા અને આદુ નો ટુકડો નાખી પીસી લ્યો દાળ દર્દરી પીસાઈ જસે

 ત્યાર બાદ ચાર પાંચ ચમચી પાણી નાખી ને ફરી સ્મુથ પીસી લ્યો ને સ્મુથ પીસવા જરૂર લાગે એટલું પાણી નાખવું

ધ્યાન રાખવું મિશ્રણ પાતળું ના થાય હવે ઘટ્ટ મિશ્રણ ને  એક વાસણમાં કાઢી ચમચા વડે એક બાજુ બે ત્રણ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ અને એક ચમચી તેલ નાખી ને ફરી બે ત્રણ મિનિટ હલાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને કે થાળી કે મોલ્ડ માં ઢોકળા કરવા મુકવા હોય એને ગ્રીસ કરી લ્યો

હવે પીસેલા મિશ્રણ માં ઇનો / બેકિંગ સોડા નાખી ઉપર એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખી દયો ને વાસણ ને કડાઈ માં મૂકી ઢાંકી દયો અને પાંચ મિનિટ ફૂલ તાપે અને દસ બાર મિનિટ ધીમા તાપે ચડાવી લેવા

પંદર મિનિટ પછી ઢોકળા બરોબર ચડી ગયા હસે જેને ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યો જો કોરી આવે તો બરોબર ચડી ગયા નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો હવે ઢોકળા ને ભર કાઢી ઠંડા થવા દયો ત્યાર બાદ એને ડી મોલ્ડ કરી એન કટકા કરી લ્યો

ઢોકળા નો વઘાર કરવાની રીત

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો

ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખી દયો અને પાણી માં સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ પાણી ને ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં એક લીંબુનો રસ નાખી દયો ને થોડું ઠંડું થવા દયો

પાણી નો વઘાર થોડો ઠંડો થાય એટલે તૈયાર ઢોકળા પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા પણ છાંટો તો તૈયાર છે ઢોકળા જેને લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરો મગદળના ઢોકળા

મગની દાળના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

તળીને મોદક બનાવવાની રીત | tari ne modak banavani rit | fried modak recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya banavani rit | kobi na bhajiya recipe in gujarati

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni suki chatni banavani rit | vada pav chutney recipe in gujarati

અચારી મસાલા પરોઠા બનાવવાની રીત | achari masala paratha banavani rit | achari masala paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement