મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit

મગદાળના લાડુ બનાવવાની રીત - મગદાળ ના લાડવા બનાવવાની રીત - magdal na ladva banavani rit - magdal na ladva recipe in gujarati - magdal na laddu recipe in gujarati
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube આજે આપણે મગદાળ ના લાડવા બનાવવાની રીત – magdal na ladva banavani rit શીખીશું. મગ નું શક મગદાળ નો હલવો તો બધાને ખૂબ પસંદ હોય છે આ વખતે ને સાતમ આઠમ પર આ રીતે મગ દાળ ના લાડવા બનાવી ને તૈયાર કરો એ પણ સાવ ઓછા ઘી માં ને માવો કે ચાસણી વગર તો ચાલો જાણીએ મગદાળના લાડુ બનાવવાની રીત – magdal na ladva recipe in gujarati – magdal na laddu recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મગદાળના લાડુ બનાવવા જરૂરી સામગ્રી | magdal na laddu ingredients in gujarati

  • ફોતરા વગરની મગદાળ 1 કપ
  • ખાંડ ¾ કપ (અથવા તમને પસંદ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો)
  • દૂધ ¼ કપ
  • ઘી ¼ કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • નારિયળ નું છીણ 2 ચમચી
  • કાજુ, બદામ ને પિસ્તા ની કતરણ 5-6 ચમચી

Magdal na ladva recipe in gujarati | Magdal na laddu recipe in gujarati

મગદાળ ના લાડવા બનાવવા સૌપ્રથમ ફોતરા વગરની મગદાળ સાફ કરી ને લ્યો ત્યાર બાદ એક થી બે વખત પાણી થી ધોઈ લ્યો ને ચારણીમાં નીતારવા મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખો અને એમાં નીતરેલ દાળ નાખી દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લેવી દાળ ગોલ્ડન શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકો

Advertisement

દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે પાછી એજ કડાઈમાં પીસેલી દાળ નાખી ને એક બે ચમચી ઘી નાખી ધીમા તાપે શેકો ને જરૂર લાગે તો બાકી રહેલ ઘી નાખી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ હલાવતા જાઓ ને ચાર પાંચ મિનિટ શેકો

દૂધ નાખેલ બરોબર શેકાઈ જાય એટલે એમાં  ડ્રાય ફ્રુટ ની કતરણ અને નારિયળ નું છીણ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો અને છેલ્લે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખો ને બે મિનિટ શેકી લ્યો ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ પર થી ઉતારી ને બીજા વાસણ માં કાઢી લ્યો ( ખાંડ નાખ્યા પછી ગેસ પર ઘણી વાર માં શેકવું નહિતર લાડવા કડક બની જસે)

લાડવા નું મિશ્રણ નવશેકું ગરમ થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો મિશ્રણ નવશેકું રહે એટલે એમાંથી તમને જે સાઇઝ ના લાડવા બનાવવા હોય એ સાઇઝ માં લાડવા તૈયાર કરી લ્યો ને પરિવાર સાથે મજા લ્યો મગદાળ ના લાડવા.

મગદાળના લાડુ બનાવવાની રીત | મગદાળ ના લાડવા બનાવવાની રીત | magdal na ladva banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હેલ્ધી મકાઈ પુલાવ – કોર્ન પુલાવ જે ઘર ના દરેક સભ્યને પસંદ આવશે | Corn Pulao recipe in Gujarati

સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો બનાવવવા ની રીત | Handva Recipe in Gujarat

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Daal Dhokri Recipe in Gujarti

દુધી ના હેલ્ધી મુઠીયા બનાવવાની રીત | Dudhi na Mithiya Recipe

ઓરેન્જ કેન્ડી બનાવવાની રીત | orange jelly candy banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement